વનસ્પતિશાસ્ત્ર

જલતાણ

જલતાણ : વનસ્પતિમાં ભૂમિજલની અલ્પતા કે હિમપાત જેવાં બાહ્ય પરિબળોને લીધે ઉદભવતી હાનિકારક અસર. જલતાણને લીધે પ્રકાશસંશ્લેષણમાં ઘટાડો, વૃદ્ધિદરમાં ઘટાડો, ક્ષારોના પ્રમાણમાં વધારો, રંધ્રોનું બંધ થઈ જવું, સુકારો વગેરે હાનિકારક અસરો ઉદભવે છે. તેની તીવ્રતા વધારે હોય તો નાશ પણ સંભવી શકે. જલતાણનું મુખ્ય કારણ ભૂમિજલનો અલ્પ પુરવઠો છે. સાથે…

વધુ વાંચો >

જલવાહક પેશી (water conducting tissue)

જલવાહક પેશી (water conducting tissue) : વનસ્પતિનો, સંવહનપેશી-તંત્ર(vascular system)નો એક ભાગ, જે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું વનસ્પતિનાં અન્ય અંગો જેવાં કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરે તરફ વહન કરે છે તેમજ વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. મૂળવર્ધી અગ્ર અને પ્રરોહવર્ધી અગ્રના વિભાજન પામતા કોષો પ્રાથમિક જલવાહક…

વધુ વાંચો >

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics)

જલસંવર્ધન (જલઉછેર) (Hydroponics) : જલમાં છોડ ઉછેરવાની પ્રવૃત્તિ. સામાન્ય રીતે છોડને જમીનમાં ઉછેરવામાં આવે છે. જમીન છોડને ઊગવા–ઊભા રહેવા માટેનું સાધન થઈ પડે છે; અને જમીનમાં તેમજ તેમાં ઉમેરવામાં આવતાં ખાતરોમાં રહેલાં દ્રવ્યો–ક્ષારો છોડને જીવવા–વધવા માટેનું કારણ બની રહે છે. જો આ દ્રવ્યો –ક્ષારો રસાયણો દ્વારા પૂરાં પાડવામાં આવે તો…

વધુ વાંચો >

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)

જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર) : સમગ્ર પૃથ્વીના તલના 73 % ભાગમાં વિવિધ રૂપે આવેલાં પૃથ્વી ઉપરનાં જલ ધારણ કરતાં માધ્યમો. જલાવરણમાં મુખ્યત્વે સમુદ્ર, નદી, સરોવર, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આવા વિસ્તારમાં ખાસ કરીને અકાર્બનિક પદાર્થો સજીવોને મળે છે; જેનો ઉપયોગ કરીને સજીવો પોતાની રોજબરોજની જૈવિક ક્રિયાઓ કરે છે. સજીવોના જીવનમાં એક…

વધુ વાંચો >

જલોત્સર્ગી (hydathode)

જલોત્સર્ગી (hydathode) : પાણીનું પ્રવાહી સ્વરૂપે ઉત્સર્જન કરતી પર્ણની કિનારી કે ટોચ પર આવેલી રચના. કેટલીક પ્રિમ્યુલા, ટ્રોપિયોલમ, ટમેટાં, સેક્સિફ્રેગા જેવી આવૃત બીજધારી વનસ્પતિ તેમજ હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિમાં જલોત્સર્ગી કે જલરન્ધ્ર જેવી વિશિષ્ટ રચના જોવા મળે છે; તેની દ્વારા બિંદૂત્સ્વેદન (પ્રવાહી સ્થિતિમાં પાણીનું ઉત્સર્જન) થાય છે. ખાસ કરીને અત્યંત…

વધુ વાંચો >

જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants)

જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants) : સમુદ્ર, તળાવ, સરોવર, નદી, વહેણ વગેરે કોઈ પણ પ્રકારના જળાશયમાં ઊગતી વનસ્પતિઓ. મીઠા કે ખારા પાણીમાં રહેતી કે ઉપર તરતી વનસ્પતિના અનેક પ્રકારો છે. તે વિવિધ કદની હોય છે. એકકોષી સૂક્ષ્મજીવીથી માંડીને મોટાં પોયણાં તેમજ સમુદ્રમાં ઊગતી 30 મી. લંબાઈ ધરાવતી લીલ સુધીની વનસ્પતિસૃષ્ટિના દરેક…

વધુ વાંચો >

જવ

જવ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hordeum vulgare Linn. (H. sativum Jessen) સં. યવ; હિં. જવ, સતુવા; મ. જવ, સાતૂ, ક. જવગોધી; તે યવધાન્ય, યવક; તા. બાર્લીઅરિસુ; અ. શઈર; અં. બાર્લી) છે. H. hexastichon, H. intermedium, H. distichon, H. zeocriton, H. deficiens, H. aegiceras, H.…

વધુ વાંચો >

જવાસો (ધમાસો)

જવાસો (ધમાસો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alhagi pseudahhavgi (Bieb.) Desv. Syn. A. camelorum Fisch. ex DC. (સં. યાસ, યવાસ, દુ:સ્પર્શ; હિં. મ. જવાસા; બં. જવસા; અ. હાજ; ફા. ખારેશુતુર; અં. કૅમલ થોર્ન; પર્સિયન મન્ના પ્લાન્ટ) છે. તે 30-60 સેમી. ઊંચા કાંટાળા, પ્રસરશીલ છોડ…

વધુ વાંચો >

જસ્ટિસિયા

જસ્ટિસિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકૅન્થેસી કુળની શાકીય કે ક્ષુપીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 50 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેના સહસભ્યોમાં Thunbergia grandiflora (મોહન), પીળો કાંટાશેળિયો, અરડૂસી, રસેલિયા વગેરેનો સમાવેશ થાય છે. તેની જાણીતી જાતિઓમાં Justicia betorica Linn. (તે. તેલ્લારંટુ, તમ, વેલિમુંગિલ, મલા. વેલ્લાકુરુંજી,…

વધુ વાંચો >

જળજાંબવો

જળજાંબવો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alternanthera sessilis (Linn.) DC. syn. A. triandra Lann.; A. denticulata R. Br.; A. repens Gmel. (મ. કાંચરી, પરળ; ગુ. જળજાંબવો, પાણીની ભાજી, વાજુળ) છે. તેની જાતિઓ A. ficoidea વઘઈમાં, A. paronychoides ભરૂચ, રાજપીપળા અને છોટા ઉદેપુર પાસે, A.…

વધુ વાંચો >