વનસ્પતિશાસ્ત્ર

સ્તરીકરણ

સ્તરીકરણ : વનસ્પતિસમાજ(plant community)માં થતા લંબવર્તી (vertical) ફેરફારો સાથે સંકળાયેલી ઘટના. તેના પ્રત્યેક સમક્ષિતિજીય (horizontal) વિભાગમાં વિશિષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. વનસ્પતિસમાજની ઉત્પત્તિ અને વિકાસ દરમિયાન સજીવો વચ્ચે વિશિષ્ટ પ્રકારના આંતરસંબંધો અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધો મુખ્યત્વે નિવાસસ્થાન અને ખોરાકને લગતા હોય છે. નિવાસ અને ખોરાક સંબંધે તે પ્રદેશની…

વધુ વાંચો >

સ્ત્રીકેસર

સ્ત્રીકેસર : સપુષ્પ વનસ્પતિઓના પુષ્પમાં આવેલું માદા પ્રજનનાંગ. તે પુષ્પાસન પર સૌથી અંદરનું આવશ્યક (essential) પ્રજનનચક્ર બનાવે છે. આ ચક્રને સ્ત્રીકેસર ચક્ર (gynoecium) કહે છે; જે એક કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. જો પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસરનું બનેલું હોય તો તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) સ્ત્રીકેસર ચક્ર કહે…

વધુ વાંચો >

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર)

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર) : વધારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત કરવા સમગ્ર વનસ્પતિ કે તેનાં વિકિરણાંગો(dispersal organs)ની ટૂંકા કે લાંબા અંતર સુધી થતી ગતિ. લીલ, ફૂગ અને બૅક્ટેરિયા સ્વયં અથવા તેમના બીજાણુઓ (spores) સ્થળાંતરણ કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનાં વિકિરણાંગો જેવાં કે બીજ, પ્રજનનાંગો કે વર્ધી અંગો સ્થળાંતરણ કરે છે. આ અંગોનું…

વધુ વાંચો >

સ્થૂલકોણક

સ્થૂલકોણક : સરળ સ્થાયી વનસ્પતિ પેશીનો એક પ્રકાર. તે શાકીય દ્વિદળી વનસ્પતિઓનાં પ્રકાંડ અને પર્ણોમાં જોવા મળે છે. દ્વિદળીઓનાં મૂળ અને કાષ્ઠમય પ્રકાંડમાં તથા એકદળીઓમાં આ પેશીનો અભાવ હોય છે; છતાં એકદળીમાં નાગદમણ (Crinum) અને ગાર્ડન લીલી(Pancratium)નાં પર્ણોમાં આ સ્થૂલકોણક (collenchyma) પેશી આવેલી હોય છે. સ્થાન : આ પેશી શાકીય…

વધુ વાંચો >

સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર)

સ્પર્ધા (વનસ્પતિશાસ્ત્ર) : એક કે તેથી વધારે પ્રકારના સ્રોત અપૂરતા હોય ત્યારે જૈવસમાજમાં સાથે સાથે રહેતી એક કે તેથી વધારે જાતિઓના સજીવો વચ્ચે તે જ સ્રોત(કે સ્રોતો)ના ઉપયોગ માટે થતી નકારાત્મક આંતરક્રિયા. કોઈ એક જાતિમાં ખોરાક કે રહેઠાણ જેવા સ્રોતનો જરૂરિયાતનો અમુક ભાગ જ બધા સભ્યોને મળે છે; અથવા કેટલાક…

વધુ વાંચો >

સ્પિનિફૅક્ષ

સ્પિનિફૅક્ષ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની એક પ્રજાતિ. આશરે ત્રણ જાતિઓ ધરાવે છે અને મોટે ભાગે પૂર્વએશિયા, ઇન્ડોમલાયા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિકના વિસ્તારોમાં વિતરણ પામેલી છે. ગુજરાતના દરિયાકિનારે રેતીમાં થતી spinifex littorans (Burm f.) Merr. દ્વિગૃહી (dioecious) આછી ભૂખરી, પ્રતિવક્રિત (recurved) અને ભૂપ્રસારી ક્ષુપ જાતિ છે. તે જે…

વધુ વાંચો >

સ્પેથોડિયા

સ્પેથોડિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નૉનિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકાની મૂલનિવાસી (native) છે અને તેને શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. ભારતમાં તેની બે જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. Spathodia campanulata Beauv. (હિં. રુગતૂરા, તા. પાટડી, તે. પાટડિયા, અં. આફ્રિકન ટ્યૂલિપ ટ્રી, સ્ક્વર્ટ ટ્રી) અનુકૂળ સંજોગોમાં આશરે…

વધુ વાંચો >

સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ

સ્પ્રેન્ગેલ ક્રિશ્ચિયન કૉન્રાડ (જ. 22 સપ્ટેમ્બર 1750, સ્પેન્ડાઉ, જર્મની; અ. 7 એપ્રિલ 1816, બર્લિન) : જર્મન વનસ્પતિવિજ્ઞાની અને શિક્ષક. તેમણે વનસ્પતિઓમાં લિંગતા વિશે અભ્યાસ કર્યો અને ફલન(fertilization)નો સિદ્ધાંત આપ્યો, જે આજે મૂળભૂત રૂપે સ્વીકૃતિ પામ્યો છે. સ્પ્રેન્ગેલે ધર્મશાસ્ત્ર (theology) અને ભાષાઓ વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે સ્પેન્ડાઉ અને બર્લિનમાં કેટલાંક…

વધુ વાંચો >

સ્ફીરાન્થસ

સ્ફીરાન્થસ : જુઓ ગોરખ મૂંડી.

વધુ વાંચો >

સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ)

સ્ફીરોઝોમ (ઓલીઓઝોમ) : લિપિડ(તેલ)નો સંગ્રહ કરતી અંગિકા. તેને ઓલીઓઝોમ પણ કહે છે. તૈલીબીજમાં તેના શુષ્ક વજનનો મોટો ભાગ ટ્રાઇઍસાઇલ ગ્લિસરોલ (ટ્રાઇગ્લિસરાઇડ) સ્વરૂપે સંગ્રહ પામે છે. સ્ફીરોઝોમમાં આ લિપિડ સંચિત સ્વરૂપે જોવા મળે છે. કોષની અંગિકાઓમાં તે વિશિષ્ટ એટલા માટે છે કે તેની ફરતે ‘અર્ધ-એકમપટલ’ (half-unit membrane) આવેલો હોય છે. આ…

વધુ વાંચો >