વનસ્પતિરોગશાસ્ત્ર

ટોચનો કોહવારો

ટોચનો કોહવારો : છોડ કે વનસ્પતિના ટોચના કુમળા ભાગ અથવા પાનની ટોચ પર થતો સડો. તે બૅક્ટેરિયા ફૂગ, વિષાણુ વગેરેના આક્રમણથી  ઉત્પન્ન થતો રોગ છે. આ રોગથી પીડિત વનસ્પતિની ટોચની કૂંપળોનાં કોષ અને પેશી મૃત્યુ પામતાં પેશીઓ પોચી થઈ કોહી જાય છે અને ટોચની કૂંપળો રોગિષ્ઠ થતાં સડી જાય છે…

વધુ વાંચો >

ટોચનો ઝાળ

ટોચનો ઝાળ : સૂક્ષ્મ જીવોના આક્રમણની અસર હેઠળ વનસ્પતિની ટોચનો ભાગ સુકાઈ જવાની પ્રક્રિયાની શરૂઆત, જેથી આ સુકાયેલા ભાગને ગરમી લાગતાં આ પાન સાવ સુકાઈ જાય છે. આંબાના પાનનો ટોચનો ઝાળ ફાયલોસ્ટીકલા મેન્જીફેરી નામની ફૂગ દ્વારા  ટોચ ઝળાઈ જવાથી થાય છે અને ભૂખરી બદામી થઈને સુકાઈ જાય છે. તેની ઉપર…

વધુ વાંચો >

ટોચવેધક

ટોચવેધક : આ કીટકનું વૈજ્ઞાનિક નામ ટ્રાયપોરાઇઝા નિવેલા છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરોસ્ટીડી કુળમાં થાય છે. શેરડીની આ એક અગત્યની જીવાત છે. તેનો ઉપદ્રવ શેરડી ઉગાડતા લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે. શેરડી ઉપરાંત કોઈ કોઈ રાજ્યમાં જુવાર ઉપર પણ આ જીવાત મળતી હોવાનું  નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતમાં…

વધુ વાંચો >

ટૉરટૉઇઝ બીટલ

ટૉરટૉઇઝ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીની એક જીવાત. આ જીવાત શક્કરિયાના પાકને જ નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતની કુલ ચાર જાતિઓ છે. તે પૈકી એસ્પિડોમૉર્ફા મિલીયારિસ, એફ. એ ખૂબ જ સામાન્ય અને અગત્યની જીવાત છે. તેનો કેસ્સીડીડી કુળમાં સમાવેશ થાય છે. પુખ્ત કીટક લંબગોળાકાર, ચપટા, 12 મિમી. લંબાઈના…

વધુ વાંચો >

ટ્રાયકોમાઇસેટીસ

ટ્રાયકોમાઇસેટીસ : ફૂગના ઍમેસ્ટીગોમાયકોટિના વિભાગનો એક વર્ગ. આ ફૂગ મુખ્યત્વે જીવતા કીટકો, સહસ્રપાદ અને સ્તરકવચીઓ સાથે સંકળાયેલી હોય છે. જોકે એક જાતિને બાદ કરતાં બધી જ જાતિઓ જલીય યજમાનોના પાચનતંત્રમાં થાય છે. આ ફૂગ સ્થાપનાંગ (hold fast) નામની વિશિષ્ટ રચના દ્વારા કાઇટીનયુક્ત પશ્ચાંત્ર(hind gut)માં ચોંટીને રહે છે. આ ફૂગનું મિસિતંતુ…

વધુ વાંચો >

ડાયબેક

ડાયબેક : ફળના પાકોમાં થતો એક રોગ. આ રોગનું બીજું નામ ડિક્લાઇન છે. ફૂગ, વિષાણુ, કૃમિ વગેરેથી અને જીવાતોના ઉપદ્રવથી આ રોગ પેદા થાય છે. ઝાડની ટોચની ડાળીઓ અને પાન પર વારંવાર તેનું આક્રમણ થવાથી અથવા તો એક વાર ટોચની ડાળી પર વ્યાધિજન(pathogen)નું આક્રમણ થવાથી, ડાળી ટોચથી સુકાવાની શરૂ થાય…

વધુ વાંચો >

ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન

ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન (જ. 26 જાન્યુઆરી 1831, સ્ટ્રાસબર્ગ,; અ. 19 જાન્યુઆરી 1886, સ્ટ્રાસબર્ગ) : પ્રખર જર્મન ફૂગશાસ્ત્રી. તેમણે શ્લેષ્મફૂગ (slime molds); ફાયટોપ્થોરા ઇન્ફેસ્ટાન તેમજ ઘઉંમાં કાળા ગેરુનો  રોગ કરતી ફૂગ પક્સિનિયાના જીવનચક્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું  કે પક્સિનિયા ફૂગને જીવનચક્ર પૂરું કરવા બે યજમાન વનસ્પતિની જરૂર પડે છે.…

વધુ વાંચો >

ડુંગળી

ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત…

વધુ વાંચો >

ડૂંખ અને ફળની ઇયળ

ડૂંખ અને ફળની ઇયળ : રીંગણની આ એક અગત્યની જીવાત છે. તેને લ્યુસીનોડસ ઓર્બોનાલીસના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. તેનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલો છે. રીંગણ ઉપરાંત તેનો ઉપદ્રવ બટાટાના પાકમાં પણ જોવા મળે છે. આ કીટકનું ફૂદું મધ્યમ અને સફેદ પાંખો પર મોટા તપખીરિયા રંગના ડાઘાવાળું હોય…

વધુ વાંચો >

ડૂંડાનો અંગારિયો

ડૂંડાનો અંગારિયો (ડૂંડાનો આંજિયો) : જુવાર અને બાજરીના પાકમાં ફૂગથી થતો રોગ. જુવારના પાકમાં ખાસ કરીને  સંકર  અને વધુ ઉત્પન્ન આપતી જાતોમાં આ રોગ વધુ જોવા મળે છે. Sphacelotheca sorghi દ્વારા જુવારને અને Tolyposporium penicillariae દ્વારા બાજરીને અંગારિયો રોગ લાગુ પડે છે. વ્યાધિજન લક્ષણો : ડૂંડું આવે નહિ ત્યાં સુધી…

વધુ વાંચો >