વનસ્પતિરોગશાસ્ત્ર

નાગલી

નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું…

વધુ વાંચો >

નાનાં પર્ણનો રોગ

નાનાં પર્ણનો રોગ : રીંગણમાં માઇકોપ્લાઝ્મા નામના સૂક્ષ્મ પરજીવીથી થતો રોગ. તેના આક્રમણને લીધે પાનની પેશીઓની લંબાઈ ઘટે છે. તેથી તેનાં પાન અને ડાળીઓ ખૂબ જ નાનાં/ટૂંકાં રહી જાય છે, અને છોડ ઉપર એક જગ્યાએથી નાની ડાળીઓ નીકળે છે. આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જવાના લીધે બધાં પાનો એક જ  જગ્યાએથી…

વધુ વાંચો >

નીકોશિયાના

નીકોશિયાના : જુઓ, તમાકુ.

વધુ વાંચો >

પચરંગિયો

પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની…

વધુ વાંચો >

પરવળના રોગો

પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે. સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું…

વધુ વાંચો >

પાનકથીરી

પાનકથીરી : ખેતીપાકોમાં નુકસાન કરતી જુદી જુદી જીવાતો પૈકી કીટક સિવાયની જીવાતોમાં ચૂસિયા પ્રકારની એક મહત્વની જીવાત. પાનકથીરી એ સંધિપાદ (Arthropoda) સમુદાયનું અષ્ટપદી (Arachnida) વર્ગનું એકેરીના (Acarina) શ્રેણીનું પ્રાણી છે. આ જીવાત અડધા મિમી. જેટલી લંબાઈની પોચા શરીરવાળી અને વિવિધ રંગની હોય છે. તેનું માથું વક્ષ સાથે જોડાયેલું હોય છે.…

વધુ વાંચો >

પાનના રોગો

પાનના રોગો : પરોપજીવી ફૂગ, બૅક્ટેરિયા, વિષાણુ, માઇકોપ્લાઝ્મા, સ્પાયરોપ્લાઝ્મા કે રિકેટ્સિયા જેવા પરોપજીવી સજીવોના વનસ્પતિ કે છોડનાં પાન પરના આક્રમણને કારણે તેની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ થતાં પેદા થતા રોગો. તેથી આક્રમિત પાન કે પાનના વિસ્તારમાં ડાઘા-ટપકાં  પીળાં ટપકાં કે પીળાં ધાબાં થાય છે. છોડના પાન ઉપર વિકૃત અસર થવાથી છોડની…

વધુ વાંચો >

પાન વાળનારી ઇયળો

પાન વાળનારી ઇયળો : પાન વાળીને પાકને નુકસાન કરે એવા રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં કેટલાંક ફૂદાં અને પતંગિયાં. ડાંગરનાં પાન વાળનારી ઇયળ : ડાંગરના પાકમાં પાન વાળીને નુકસાન કરતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ નેફેલોક્રોસિસ મેડિનાલીસ છે. તે એક ફૂદું છે અને તેનો સમાવેશ પાયરેલિડે કુળમાં કરવામાં આવેલો છે. તે પીળાશ પડતું…

વધુ વાંચો >

પીરાઈ વેધક

પીરાઈ વેધક : શેરડીના પાકને નુકસાન કરનાર એક અગત્યની જીવાત. તે રોમપક્ષ શ્રેણીના પાયરેલિડી કુળનું ફૂદું છે. પીરાઈ વેધક [Chilo (Sacchariphagus) indicus Kapur]નું ફૂદું ભૂરાશ પડતા તપખીરિયા રંગનું અથવા સૂકા ઘાસના જેવા રંગનું હોય છે. પાંખની પહોળાઈ સાથે તે 40 મિમી. જેટલું પહોળું હોય છે. પાછળની પાંખો ભૂરાશ પડતી સફેદ…

વધુ વાંચો >

પીળિયો

પીળિયો : વિષાણુથી વનસ્પતિમાં થતો પાનનો રોગ. વિષાણુઓનું પાન પર આક્રમણ થતાં પાનનો કુદરતી લીલો રંગ ઓછો થાય છે અને પાનમાં પીળાશ વધતી જાય છે. મુખ્યત્વે પાનમાં નીલકણોનું પ્રમાણ ઘટવાથી વનસ્પતિને પીળિયો થાય છે. પાન પીળાં થતાં આખો  છોડ પણ પીળો દેખાય છે. આ વિષાણુનો ફેલાવો જીવાત મારફત તેમજ અન્ય…

વધુ વાંચો >