રામજીભાઈ ઠા. સાવલિયા

લાટમંડલ

લાટમંડલ : દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા દરમિયાન દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ. દક્ષિણ ગુજરાતમાં  ત્રૈકૂટકોનું રાજ્ય ગુપ્તકાલથી પ્રવર્તતું, જે ઈ. સ. 494–95 સુધી ચાલુ રહેલું જણાય છે. ઈ. સ. 669માં નવસારીમાં દખ્ખણના ચાલુક્ય રાજ્યની શાખા સત્તારૂઢ થઈ. આ વંશની સત્તા ત્યાં 75થી 80 વર્ષ ટકી. આઠમી સદીના મધ્યમાં…

વધુ વાંચો >

લાટાચાર્ય

લાટાચાર્ય (ઈ. સ. ત્રીજી સદી) : લાટદેશના પ્રસિદ્ધ આચાર્ય અને જ્યોતિર્વિદ. આર્યભટ્ટના શિષ્ય. એમનો સમય ઈ. સ. 285–300 આસપાસનો મનાય છે. વરાહમિહિરકૃત ‘પંચસિદ્ધાંતિકા’ના ઉલ્લેખ મુજબ લાટાચાર્યે પૌલિશ અને રોમક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા ગ્રંથો રચ્યા હતા. મધ્ય ગુજરાતને રોમનો સાથે સારો એવો સંપર્ક હતો, તેથી લાટાચાર્યે રોમક સિદ્ધાંત ઉપર ગ્રંથ લખ્યાનું…

વધુ વાંચો >

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી. રામજીભાઈ ઠા. સાવલિયા

વધુ વાંચો >

વાજા વંશ

વાજા વંશ : મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં અનંતદેવ ચાવડાનો  દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો, ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ તથા ચાવડાઓના સંઘર્ષમાં હેરોલ રાજપૂતોને સહાય કરી. તેણે દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલોને પણ અંકુશમાં…

વધુ વાંચો >

વાલભી વાચના

વાલભી વાચના : જૈન ધર્મના આગમ ગ્રંથોની વલભી મુકામે તૈયાર કરેલી વાચના. ઈ. સ. 300ના અરસામાં વલભીમાં મળેલી પરિષદમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર કરવામાં આવી હતી. લગભગ તે સમયે (ઈ. સ. 3003-01 અથવા 3133-14માં) મથુરામાં સ્કંદિલાચાર્યની અધ્યક્ષતા હેઠળ મળેલી પરિષદમાં પણ આગમ ગ્રંથોની વાચના તૈયાર થયેલી; પરંતુ…

વધુ વાંચો >

વાંટા પદ્ધતિ

વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…

વધુ વાંચો >

વિપાશા (બિયાસ)

વિપાશા (બિયાસ) : પંજાબમાં આવેલી એક નદી. પંજાબમાં સિંધુ નદીને તટે પૂર્વ તરફ વિતસ્તા (જેલમ), અસિકની (ચિનાબ), પરુષ્ણી (રાવી), વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીઓ આવેલી છે. આ નદી કુલ્લુર પર્વતમાળામાંથી ઉદ્ભવી કાંગડા જિલ્લાના પૂર્વ સીમાવર્તી સંઘોલનગર પાસેના પર્વતીય પ્રદેશમાંથી પસાર થાય છે. અહીંથી મીરથલઘાટ પાસે તે સમતલ ક્ષેત્રમાં વહે…

વધુ વાંચો >

વિરાટનગર

વિરાટનગર : પ્રાચીન સમયમાં મત્સ્યદેશની રાજધાની. વિરાટ નામનાં બે સ્થળો છે : (1) ઉત્તરમાં, (2) દક્ષિણમાં. ઉત્તરમાં દિલ્હીથી 105 માઈલ દક્ષિણમાં આવેલ બૈરત એ જ વિરાટ હોવાનું મનાય છે, જ્યારે દક્ષિણમાં બેલારીક્ષેત્ર વિરાટ તરીકે ઓળખાતું હતું. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકાનું પ્રાચીન નામ વિરાટનગર હતું. દક્ષિણમાં સતારા જિલ્લામાં વાઈનગર પ્રાચીન…

વધુ વાંચો >

વીસલદેવ

વીસલદેવ (જ. ? ; અ. 1262) : અણહિલવાડ પાટણની ગાદીએ બેસનાર વાઘેલા-સોલંકી વંશનો પ્રથમ રાજવી. વીસલદેવના વંશના રાજાઓનું કુળ ચૌલુક્ય હતું, પરંતુ વીસલદેવના પૂર્વજો વ્યાઘ્રપલ્લી (વાઘેલા) ગામના નિવાસી હોવાથી ‘વાઘેલા’ તરીકે ઓળખાયા. ઈ. સ. 1238માં વીરધવલનું મૃત્યુ થતાં ધોળકાના રાણા તરીકેનો ઉત્તરાધિકાર વીસલદેવને મળ્યો. ઈ. સ. 1239 અને 1241ની વચ્ચે…

વધુ વાંચો >

વૈજવાપાયન વંશ

વૈજવાપાયન વંશ : રાજપીપળાનો એક રાજવંશ. નંદપદ્ર – આજના રાજપીપળામાંથી મળેલ તામ્રદાનશાસન ઉપરથી (વિ. સં. 1347) ઈ. સ. 1290માં આ પ્રદેશમાં વૈજવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવા મળે છે. આ દાનશાસનમાં મહારાજકુલ શ્રી ચાચિગદેવથી શરૂઆત કરી એના પુત્ર મહારાણક શ્રી સોઢલદેવ, એનો પુત્ર મહારાણક શ્રી જેસલદેવ, એનો પુત્ર મહારાજકુંવર શ્રી જૈત્રસિંહ…

વધુ વાંચો >