રામજીભાઈ ઠા. સાવલિયા

મુનિબાવાનું મંદિર

મુનિબાવાનું મંદિર : ગુજરાત રાજ્યમાં થાન(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)ની દક્ષિણમાં આવેલું સોલંકીકાલીન મંદિર. એકાંડી (એક- શિખર) શૈલીનું આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહ આગળ ખુલ્લા મંડપની રચના જોવા મળે છે. ગર્ભગૃહનું તલમાન ‘પંચરથ’ પ્રકારનું છે. ગર્ભગૃહના દ્વાર પર શિવ મુખ્ય દેવ તરીકે બિરાજે છે. દ્વાર ઉપરના ઓતરંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં…

વધુ વાંચો >

મુહમ્મદશાહ, સુલતાન 1લો

મુહમ્મદશાહ, સુલતાન 1લો (રાજ્યઅમલ : 1403–1404) : ગુજરાતનો પ્રથમ સત્તાવાર સુલતાન. દિલ્હી સલ્તનત ઉપર કબજો મેળવવાની તાતારખાનની મહત્વાકાંક્ષા હતી; પરંતુ એના પિતા ઝફરખાને તેને સંમતિ આપી નહિ. આથી તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરાવી દીધા. ઈ. સ. 1403ના ડિસેમ્બરથી 1404ના જાન્યુઆરી દરમિયાન ‘મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરીને તે પોતે તખ્ત ઉપર બેઠો.…

વધુ વાંચો >

મુહમ્મદશાહ, સુલતાન 2જો

મુહમ્મદશાહ, સુલતાન 2જો (રાજ્યઅમલ : 1442–1451) : ગુજરાતનો સુલતાન. સુલતાન અહમદશાહ પછી એનો સૌથી મોટો શાહજાદો મુહમ્મદખાન ‘ગિયાસુદ દુનિયા વ દીન મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરી તખ્ત-નશીન થયો. ગુજરાતના હિંદુ રાજાઓને શરણે લાવવાનું પિતાનું અધૂરું કાર્ય તેણે ચાલુ રાખ્યું. ઈ. સ. 1446માં એણે ઈડરના રાજ્ય ઉપર ચડાઈ કરી. મુસ્લિમ તવારીખ પ્રમાણે…

વધુ વાંચો >

મુહમ્મદાબાદ

મુહમ્મદાબાદ : સલ્તનતકાલમાં જૂના ચાંપાનેરની બાજુમાં બંધાયેલ નગર. મહમૂદ બેગડાને ઈ. સ. 1448માં પાવાગઢ જીતવામાં સફળતા મળી. ત્યાંનાં હવાપાણી સુલતાનને માફક આવતાં ત્યાં પોતાનું પાયતખ્ત રાખ્યું. પોતાને રહેવાનાં મુખ્ય સ્થાનો પૈકીનું એક ઠરાવ્યા બાદ એણે હજરત મુહમ્મદ પયગંબરના નામ ઉપરથી એનું નામ ‘મુહમ્મદાબાદ’ રાખ્યું. એણે જૂના ચાંપાનેરની બાજુમાં પહાડની પૂર્વ…

વધુ વાંચો >

મૂલરાજ 1લો

મૂલરાજ 1લો (રાજ્યકાલ : ઈ. સ. 942–997) : ગુજરાતના ચૌલુક્ય (સોલંકી) વંશનો સ્થાપક. મૂલરાજનો પિતા રાજિ પ્રાય: કનોજના પ્રતીહાર રાજ્યમાં ગુર્જરદેશનો સામંત હતો. અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહે પોતાની બહેન લીલાદેવીને રાજિ સાથે પરણાવી હતી. એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી, એનું નામ ‘મૂલરાજ’ પડ્યાની અનુશ્રુતિ ‘પ્રબંધચિંતામણિ’માં આપેલી છે. મૂલરાજનો મામો રાજા…

વધુ વાંચો >

મૂલરાજ 2જો

મૂલરાજ 2જો (રાજ્યકાલ : ઈ. સ. 1176–1178) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. સોલંકી રાજા અજયપાલ પછી એનો મોટો પુત્ર મૂલરાજ 2જો ગાદીએ આવ્યો. ‘પ્રબંધચિંતામણિ’માં એને ‘બાલ મૂલરાજ’ કહી એનો રાજ્યકાલ ઈ. સ. 1177થી 1179નો કહ્યો છે. જ્યારે ‘વિચારશ્રેણી’માં એને ‘લઘુ મૂલરાજ’ કહ્યો છે અને એનો રાજ્યકાલ ઈ. સ. 1176થી 1178નો…

વધુ વાંચો >

મોમિનખાન 1લો

મોમિનખાન 1લો (મીરઝા જાફર નજમુદ્દૌલા) (ઈ. સ. 1737–1743) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. જોધપુરના અભયસિંહ રાઠોડ ગુજરાતના સૂબેદાર નિમાતાં એમની સાથે મોમિનખાન ગુજરાત આવ્યો હતો. ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતનો વહીવટ એને પાછાં મળ્યાં. ખંભાતનો વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી પોતે પેટલાદ રહેતો. જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ…

વધુ વાંચો >

મોમિનખાન 2જો

મોમિનખાન 2જો (મુફ્તખિરખાન) (ઈ. સ. 1748–1758) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. મોમિનખાન 1લાના મૃત્યુના સમાચાર દિલ્હી પહોંચતાં નવો સૂબેદાર નિમાતાં સુધી કામ કરવા માટે એના ભત્રીજા ફિદાઉદ્દીનખાન અને પુત્ર મુફ્તખિરખાનને સંયુક્તપણે વહીવટ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. ફિદાઉદ્દીન અને મુફ્તખિર વચ્ચે પરસ્પર વહેમ અને શંકા ઉપસ્થિત થતાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.…

વધુ વાંચો >

લાખાજીરાજ

લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર…

વધુ વાંચો >

લાટ

લાટ : પ્રાચીન કાળમાં જુદા જુદા સમયે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત માટે વપરાયેલ નામ. તેની વ્યુત્પત્તિ માટે ડૉ. એ. એસ. અલતેકરે आनर्त માંથી (आलट्ट દ્વારા) તો ઉમાશંકર જોશીએ नर्तकમાંથી नट्टअ > लट्टअ દ્વારા ‘લાટ’ની સંભાવના કરી છે. ‘લાટ’નો ઉલ્લેખ ટૉલેમીની ભૂગોળ (બીજી સદી) તથા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’(ત્રીજી સદી)માં…

વધુ વાંચો >