રાજ્યશાસ્ત્ર

નજીબ (જનરલ), મહંમદ

નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી…

વધુ વાંચો >

નડ્ડા, જગત પ્રકાશ

નડ્ડા, જગત પ્રકાશ (જ. 2 ડિસેમ્બર 1960, પટણા, બિહાર) : ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, હિમાચલપ્રદેશના પૂર્વ કૅબિનેટ મિનિસ્ટર. તેમનો પરિવાર મૂળ હિમાચલપ્રદેશમાંથી બિહાર રહેવા ગયો હતો. શાળા-કૉલેજનો અભ્યાસ પટણામાં કર્યો હતો અને પછી હિમાચલપ્રદેશ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. કૉલેજકાળમાં…

વધુ વાંચો >

નથવાણી, પરિમલ

નથવાણી, પરિમલ  (જ. 1 ફેબ્રુઆરી, 1956, મુંબઈ) : ગુજરાતની સાથે દેશવિદેશમાં ભારતીયો વચ્ચે રિલાયન્સનો ચહેરો, ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ. વર્ષ 2008થી રાજ્યસભાના સાંસદ. પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણી અને તેમના પુત્ર મુકેશ અંબાણીના અતિ વિશ્વાસુ સાથીદાર તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા-બેટ દ્વારકાના વિકાસલક્ષી…

વધુ વાંચો >

નરસિમ્હારાવ  પી. વી.

નરસિમ્હારાવ  પી. વી. (જ. 28 જૂન, 1921, લાકનેપલ્લી, વારંગલ, તેલંગાણા; અ. 23 ડિસેમ્બર, 2024, નવી દિલ્હી) :  દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત ભારતના નવમા પ્રધાનમંત્રી. દક્ષિણ ભારતમાંથી પ્રધાનમંત્રી બનેલા પ્રથમ અને બિનહિંદીભાષી રાજ્યોમાંથી પ્રધાનમંત્રી બનેલા બીજા પીઢ રાજકીય નેતા. વળી, નહેરુ-ગાંધી પરિવારની બહારની પ્રથમ વ્યક્તિ રાવ, જેમણે પ્રધાનમંત્રી તરીકે…

વધુ વાંચો >

નરીમાન, ખુરશેદ ફરામજી

નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને…

વધુ વાંચો >

નવમાનવવાદ (neo-humanism)

નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના…

વધુ વાંચો >

નવું ભારતીય સંસદ ભવન

નવું ભારતીય સંસદ ભવન :  આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…

વધુ વાંચો >

નહાસ પાશા મુસ્તફા

નહાસ પાશા મુસ્તફા (જ. 15 જૂન 1876, સમન્નુદ, ઇજિપ્ત; અ. 23 ઑગસ્ટ 1965, ઍલેક્ઝાન્ડ્રિયા) : ઇજિપ્તના મુત્સદ્દી. રાષ્ટ્રવાદી વફદ પક્ષના નેતા. 1952ની ક્રાંતિ સુધી ઇજિપ્તના રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિ. તેઓ વ્યવસાયે વકીલ હતા. 1904માં નહાસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયેલા વફદ પક્ષમાં તેઓ જોડાયા. 1927માં ઝઘલુલના મૃત્યુ…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), કમલા

નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના…

વધુ વાંચો >

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ

નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, પ્રયાગરાજ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ…

વધુ વાંચો >