રાજ્યશાસ્ત્ર

ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ

ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ (1945) : જવાહરલાલ નહેરુએ પોતાની સાંસ્કૃતિક ખોજના સંદર્ભમાં લખેલો પ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ. 1944ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિના દરમિયાન તેમણે અહમદનગરના કિલ્લાની જેલમાં આ પુસ્તક લખ્યું હતું. અગાઉ તેમણે પુત્રી ઇન્દિરાને લખેલ પત્રો રૂપે ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘આત્મકથા’ આપ્યાં હતાં. આ ગ્રંથમાં શરૂઆતનાં બે…

વધુ વાંચો >

ડુપ્લે, માર્ક્વિસ

ડુપ્લે, માર્ક્વિસ (જ. 1697, લેન્ડ્રેસીસ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1763, પૅરિસ) : ફ્રેન્ચ સત્તા હેઠળના ભારતના એક વખતના સાંસ્થાનિક વહીવટદાર અને ગવર્નર જનરલ. ભારતમાં ફ્રેન્ચ સામ્રાજ્ય સ્થાપવાનું સ્વપ્ન તેઓ સેવતા હતા. તેઓ કલ્પનાશીલ રાજપુરુષ હતા. તેમના પિતા ફ્રાંસ્વા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર હતા. તેમણે ડુપ્લેને 1715માં ભારત તથા…

વધુ વાંચો >

ડુવર્જર, મૉરિસ

ડુવર્જર, મૉરિસ (જ. 5 જૂન 1917, એન્ગોલમ, ચાર્નેટ) : વિખ્યાત ફ્રેન્ચ સમાજવિજ્ઞાની. તેમના પક્ષપ્રણાલી અને રાજકીય પક્ષોના આંતરિક સંગઠન અંગેના શકવર્તી વિશ્લેષણે  1950 અને 1960ના  દાયકામાં રાજકીય સમાજશાસ્ત્ર અને પક્ષોના રાજકારણના અભ્યાસ માટે નવી દિશા ખોલીને સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે આ અભ્યાસોનું સ્તર વધાર્યું છે. 1951માં પ્રથમ ફ્રેન્ચમાં પ્રકાશિત અને…

વધુ વાંચો >

ડેનમાર્ક

ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને  8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં…

વધુ વાંચો >

ડેમોસ્થિનિસ

ડેમોસ્થિનિસ (જ. ઈ. સ. પૂ. 384, ઍથેન્સ; અ. 12 ઑક્ટોબર ઈ. સ. પૂ. 322, કેલોરિયા) : ઍથેન્સનો રાજનીતિજ્ઞ પુરુષ અને પ્રાચીન ગ્રીસનો એક મહાન લોકશાહીપ્રેમી, વક્તા તથા વિદ્વાન. તેનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં એનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હતું. એની જીભ થોથવાતી હતી. પણ એણે દરિયાકિનારે અને અરીસા સામે…

વધુ વાંચો >

ડોઇજ, કાર્લ

ડોઇજ, કાર્લ : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અમેરિકી રાજ્યશાસ્ત્રી. તેમણે યેલ, હાવર્ડ અને ઇમોરી યુનિવર્સિટીઓમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. તે દરમિયાન તેમના સંશોધનકાર્યમાં તેમણે આંતરિક રાજકીય પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું આકલન કરી મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક પ્રદાન કર્યું. અનુભવમૂલક અને વ્યવહારવાદી રાજકીય વિશ્લેષણનો પાયો નાખવામાં તેઓ અગ્રેસર રહ્યા. ડોઈજે 1963માં ‘ધ નર્વ્ઝ…

વધુ વાંચો >

ડોગરા, ગિરધારીલાલ

ડોગરા, ગિરધારીલાલ (જ. 13 જુલાઈ 1915, ભાઇયા, જમ્મુ) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા જમ્મુ-કાશ્મીર રાજ્યના અગ્રણી રાજનીતિજ્ઞ. ખેડૂત-કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ વતનમાં લીધું. સાંબાની માધ્યમિક શાળામાંથી મૅટ્રિક પાસ થયા પછી 1939માં અમૃતસરની હિંદુ કૉલેજમાંથી સ્નાતકની પદવી તથા 1942માં લાહોરની લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. કાયદાશાસ્ત્રના અભ્યાસ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ પ્રત્યે…

વધુ વાંચો >

ડોઝ યોજના

ડોઝ યોજના : પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં ફ્રાન્સ, બ્રિટન, યુ.એસ. વગેરે વિજેતા સાથી દેશોએ એના પર યુદ્ધદંડ તરીકે છ અબજ સાઠ કરોડ પાઉંડનું અતિ મોટું દેવું લાદ્યું હતું. પરંતુ જર્મની એ ભરી શકે તેમ ન હતું અને એ ભરવાની એની ઇચ્છા પણ ન હતી. જર્મની યુદ્ધવળતરના વાર્ષિક હપતા ભરવામાં…

વધુ વાંચો >

ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા

ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1558–1561). ભારતમાં આવ્યો તે વખતે તેની વય 30 વર્ષની હતી. તે દમણના વિજેતા તરીકે પોર્ટુગલમાં ખ્યાતિ પામ્યો. આ સમયે ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી હતી અને દમણ સીદી સરદાર મીફતાહના હાથમાં હતું. ડૉમે દમણ પર કબજો જમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે…

વધુ વાંચો >

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો

ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત…

વધુ વાંચો >