રાજ્યશાસ્ત્ર
સેનાનાયક ડૉન સ્ટીફન
સેનાનાયક ડૉન સ્ટીફન (જ. 1884, કોલંબો; અ. 1952) : શ્રીલંકાના રાજકારણી અને સૌપ્રથમ વડાપ્રધાન. કોલંબો ખાતે અભ્યાસ કર્યા બાદ પિતાની રબરની એસ્ટેટ પર કામ કર્યું. તે દરમિયાન રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા. 1922માં લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા. 1923માં શ્રીલંકાની સહકારી સોસાયટી માટેનાં આંદોલનોનો આરંભ કર્યો. 1931માં ત્યાંની સ્ટેટ કાઉન્સિલમાં ચૂંટાયા અને…
વધુ વાંચો >સેસિલ વિસ્કાઉન્ટ
સેસિલ, વિસ્કાઉન્ટ (જ. 14 સપ્ટેમ્બર 1864, લંડન; અ. 24 નવેમ્બર 1958, ટનબ્રિજ વેલ્સ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના મુત્સદ્દી, પૂર્વ પ્રધાનમંત્રી તથા વર્ષ 1937 માટેના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક-વિજેતા. 1923 સુધી તેઓ લૉર્ડ રૉબર્ટ સેસિલ નામથી જાણીતા હતા. મૂળ આખું નામ એડગર અલ્ગરનૉન રૉબર્ટ. પાછળથી વિસ્કાઉન્ટ સેસિલ ઑવ્ ચેલવૂડ પહેલા તરીકે ખ્યાતિ…
વધુ વાંચો >સૈયદ અહમદખાન (બરેલવી)
સૈયદ, અહમદખાન (બરેલવી) (જ. 1786; અ. 8 મે 1831, બાલાકોટ) : ઈસુની 19મી સદીમાં હિંદના મુસ્લિમોમાં ધાર્મિક, રાજકીય અને લડાયક જાગૃતિ લાવનાર મુસ્લિમ નેતા. તેઓ રાયબરેલીના વતની હોવાને લીધે ‘બરેલવી’ તરીકે ઓળખાય છે. હિંદમાં ‘વહાબી આંદોલન’ની શરૂઆત કરનાર અથવા તેનો પાયો નાખનાર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સામાન્ય મુસ્લિમ…
વધુ વાંચો >સોન્ગ્રામ પિબુન
સોન્ગ્રામ પિબુન (જ. ?; અ. ?) : થાઇલૅન્ડ(સિયામ)ના ફીલ્ડ માર્શલ અને રાજનીતિજ્ઞ. 1941માં થાઇલૅન્ડ પર જાપાને આક્રમણ કર્યું ત્યારે તેઓ ફીલ્ડ માર્શલના હોદ્દા પર હતા. તેમણે જાપાનના નેતૃત્વ હેઠળ થાઇલૅન્ડમાં રચાનારી કઠપૂતળી સરકાર માન્ય રાખી હતી. 1947માં લશ્કરી બળવા દ્વારા તેમણે સત્તા હાંસલ કરી અને રાજકીય વડા બન્યા. આ સમયે…
વધુ વાંચો >સોમનાથ ચેટરજી
સોમનાથ ચેટરજી : જુઓ ચેટરજી, સોમનાથ
વધુ વાંચો >સોરેલ જ્યૉર્જ
સોરેલ, જ્યૉર્જ (જ. 22 નવેમ્બર 1847, ચેરબર્ગ, ફ્રાન્સ; અ. 30 ઑગસ્ટ 1922, Boulongnesur, સેઇન, પૅરિસ) : ફ્રેન્ચ સમાજવાદી ચિંતક, ક્રાંતિકારી સિન્ડિકાલિસ્ટ. મધ્યમવર્ગીય કુટુંબના આ સંતાન સિવિલ એન્જિનિયર હતા. ફ્રેન્ચ સરકારના પુલો અને માર્ગો બાંધવાના વિભાગમાં તેઓ કામગીરી બજાવતા હતા. 1870-1892 સુધી તેમણે આ વ્યાવસાયિક કામગીરી કરી હતી; પરંતુ વ્યાવસાયિક કામગીરીના…
વધુ વાંચો >સોલંકી માધવસિંહ
સોલંકી, માધવસિંહ (જ. 29 જુલાઈ 1927, પિલુદર, જંબુસર તાલુકો, ગુજરાત રાજ્ય) : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણી. પિતા ફૂલસિંહ, માતા રામબા. સામાન્ય પારિવારિક સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો છતાં અભ્યાસના ઉત્સાહને કારણે તેમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી તેમજ કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી સનદ મેળવી. માધવસિંહ સોલંકી તેમણે કારકિર્દીના…
વધુ વાંચો >સ્ટર્મર બોરિસ વ્લાદામિરોવિચ
સ્ટર્મર, બોરિસ વ્લાદામિરોવિચ (જ. 27 જુલાઈ 1848; અ. 9 સપ્ટેમ્બર 1917, પેટ્રોગાદ, રશિયા) : રશિયાના રાજનીતિજ્ઞ અને વહીવટી અધિકારી. સેંટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક બનીને પ્રારંભે તેઓ ઝારશાહીના ન્યાયવિભાગમાં જોડાયા. 1872થી 1892નાં વીસ વર્ષો સુધી મિનિસ્ટ્રી ઑવ્ ધ ઇમ્પીરિયલ કોર્ટમાં તેમણે કામ કર્યું. આ દરમિયાન 1883માં ઝાર એલૅક્ઝાંડર 3જાની તાજપોશીની…
વધુ વાંચો >સ્ટાલિન જૉસેફ
સ્ટાલિન, જૉસેફ (જ. 21 ડિસેમ્બર 1879, ગોરી, જ્યૉર્જિયા; અ. 5 માર્ચ 1953, મૉસ્કો) : રશિયાના પ્રખર ક્રાંતિવાદી નેતા અને સરમુખત્યાર, જેમણે રશિયાને સમાજવાદી સોવિયેત સંઘમાં અને કૃષિયુગી રાજ્યને ઔદ્યોગિક રાજ્યમાં રૂપાંતરિત કર્યું. મૂળ નામ જૉસેફ વિસોરિયોનૉવિચ જુગાશ્વીલી, પરંતુ જૉસેફ સ્ટાલિન તરીકે પ્રસિદ્ધ. ‘સ્ટાલિન’ શબ્દનો અર્થ છે લોખંડી માણસ. તેમણે 1913માં…
વધુ વાંચો >સ્ટીવન્સન એડલાઈ એવિંગ
સ્ટીવન્સન, એડલાઈ એવિંગ (જ. 5 ફેબ્રુઆરી 1900, લૉસ એન્જલ્સ, કૅલિફૉર્નિયા; અ. 14 જુલાઈ 1965, લંડન) : અમેરિકાના જાણીતા રાજનીતિજ્ઞ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર. 1952 અને 1956 – એમ બે વાર તેમણે અમેરિકાના ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી કરી હતી; પરંતુ બંને વેળા તેઓ પરાજિત થયા હતા. એડલાઈ એવિંગ સ્ટીવન્સન મૂળે તેઓ કાયદાના સ્નાતક…
વધુ વાંચો >