રાજ્યશાસ્ત્ર

સરહદ સલામતી દળ (Border Security Force – BSF)

સરહદ સલામતી દળ (Border Security Force – BSF) : ભારતની આંતરિક સુરક્ષા જાળવવા માટે ઊભા કરવામાં આવેલા સશસ્ત્ર દળોમાંનું એક દળ. ડિસેમ્બર 1965માં તેની શરૂઆત થયેલી. આ દળને ભારતની સરહદોની સુરક્ષાનું વિશિષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું છે. તેની ચાર મુખ્ય ફરજો છે : (1) ભારતની સરહદોના પ્રદેશોમાં રહેતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના…

વધુ વાંચો >

સરિત, થાનારત

સરિત, થાનારત (જ. 16 જૂન 1908, બૅગકોક; અ. 8 ડિસેમ્બર 1963, બૅંગકોક) : થાઇલૅન્ડના શાસક તેમજ ત્યાંની 1958થી 1963 દરમિયાનની લશ્કર-શાસિત સરકારના ફિલ્ડમાર્શલ અને વડાપ્રધાન. તેમણે બૅંગકોકની લશ્કરી અકાદમી ચુલા ચોમ ક્લો(Chula Chom Klao)માં અભ્યાસ કરી 1929માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ લશ્કરી અધિકારી તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1947ના…

વધુ વાંચો >

સર્વજનસંકલ્પ (General will)

સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે. સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર…

વધુ વાંચો >

સર્વસત્તાવાદ

સર્વસત્તાવાદ : રાજ્યને સર્વેસર્વા માનતી અને તેના કાર્યક્ષેત્રમાં અન્ય તમામ બાબતોને સમાવી લેતી વિચારધારા. ચિંતનની દૃષ્ટિએ સર્વસત્તાવાદ આદર્શવાદનો એક ફાંટો છે. ફ્રેંચ ક્રાંતિ પછી યુરોપમાં તાકાતની આરાધનાને મહત્ત્વનું સ્થાન મળ્યું. જર્મની જેવો વેરવિખેર દેશ મજબૂત અને શક્તિશાળી બનવા ઉત્સુક હતો. ત્યારે ઇમૅન્યુઅલ કાંટ જેવા વિચારકોએ સર્વસત્તાવાદને પોષક વિચારો પૂરા પાડ્યા…

વધુ વાંચો >

સશસ્ત્ર દળ

સશસ્ત્ર દળ : બાહ્ય આક્રમણ વખતે દેશનું સ્વાતંત્ર્ય અને અખંડિતતાનું જતન કરવા માટે તથા દેશની આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા સદંતર ભાંગી પડે તેવા અસાધારણ સંજોગોમાં બળપૂર્વક કાયદાનું શાસન પુન: સ્થાપિત કરવા માટે ઊભું કરવામાં આવતું સુસજ્જ સશસ્ત્ર સૈનિકોનું સંગઠન. આ સંદર્ભમાં ભારતનો જ દાખલો લઈએ તો આઝાદી પછી ભારત પર…

વધુ વાંચો >

સહઅસ્તિત્વ (શાંતિમય)

સહઅસ્તિત્વ (શાંતિમય) : વિશ્વના દેશો પરસ્પર શાંતિપૂર્વક જીવી શકે એવી આચારસંહિતાની વિભાવના. આજે વિશ્વમાં ‘શાંતિમય સહઅસ્તિત્વ’ શબ્દપ્રયોગ સ્વીકૃત બન્યો છે; કારણ કે આ વિશ્વના બધા દેશો અને લોકો વચ્ચે સંવાદપૂર્ણ અસ્તિત્વ હોય તે બિનઅણુપ્રસરણ સંધિના યુગની તાતી જરૂરિયાત છે. ‘શાંતિમય સહઅસ્તિત્વ’ના વિચારોનો આરંભ 1950ના દાયકામાં થયો. 29 એપ્રિલ 1954ના રોજ…

વધુ વાંચો >

સંગમખેટક વિષય

સંગમખેટક વિષય : પ્રાચીન ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન એક વહીવટી વિભાગ. ગુર્જર નૃપતિ વંશના દદ્દ 2જાનાં ઈ. સ. 642નાં બે દાનશાસનોમાં ‘સંગમખેટક વિષય’માં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપી હતી, એમ જાણવા મળે છે. ઊંછ તથા ઓર નદીઓના સંગમ ઉપર આવેલું હોવાથી તે ‘સંગમખેટક’ તરીકે પ્રસિદ્ધ થયું હતું. તે વિષય(વહીવટી વિભાગ)નું…

વધુ વાંચો >

સંઘરાજ્ય (confedaration)

સંઘરાજ્ય (confedaration) : જ્યારે બે અથવા વધુ રાજ્યો કોઈ ચોક્કસ હેતુ અથવા ધ્યેય (જેમ કે, સંરક્ષણ, આર્થિક-વેપારી સંબંધો) સિદ્ધ કરવા માટે અરસપરસ કરાર કરી ભેગાં થઈને કોઈ તંત્ર રચે ત્યારે તેને સામાન્ય રીતે, સંઘરાજ્ય અથવા સમૂહતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા તંત્રમાં જોડાતાં રાજ્યો પોતાની સાર્વભૌમ સત્તાનો સંપૂર્ણપણે ત્યાગ કરતા…

વધુ વાંચો >

સંજાણ સંજ્જાન

સંજાણ – સંજ્જાન : હાલના દક્ષિણ ગુજરાતમાં આવેલ એક પ્રાચીન વહીવટી વિભાગ. રાષ્ટ્રકૂટ વંશના અમોઘવર્ષ 1લાના સંજાણમાંથી મળેલાં પતરાંનાં ઈ. સ. 871ના દાનશાસનનો ‘સંજ્જાન પત્તન’ તરીકેનો તથા તે વહીવટી વિભાગ હોય એવો ‘સંજાણ’ પાસેની ચોવીસી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇંદ્રરાજ 3જાના ઈ. સ. 926ના દાનશાસનમાં જણાવ્યા…

વધુ વાંચો >

સંજીવૈયા, દામોદર

સંજીવૈયા, દામોદર (જ. 14 ફેબ્રુઆરી 1921, પડ્ડાપાપાડુ, કુર્નાલ જિલ્લો, આંધ્ર પ્રદેશ; અ. 7 મે 1972, દિલ્હી) : કેન્દ્રીય મંત્રી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને કૉંગ્રેસ-પ્રમુખ. આ જાણીતા રાજકારણી અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. તેમની ગણના તેલુગુ ભાષાની વિદ્વાન વ્યક્તિઓમાં થતી હતી. વિનયન વિદ્યાશાખાની અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરી 1948માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >