રાજસ્થાની સાહિત્ય

શર્મા, ગોવર્ધન

શર્મા, ગોવર્ધન (જ. 1 જુલાઈ 1927, જોધપુર, રાજસ્થાન) : હિંદી, ગુજરાતી અને રાજસ્થાનીના લેખક. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી., અને ‘સાહિત્ય મહોપાધ્યાય’ની પદવી મેળવી. હિંદીના પ્રાધ્યાપક અને ગુજરાતમાં વિવિધ સરકારી કૉલેજોના પ્રાધ્યાપક તથા તેઓ પ્રિન્સિપાલ રહીને સેવાનિવૃત્ત થયા. તેઓ 1950-52 દરમિયાન ઑલ ઇન્ડિયા કુમાર હિંદી સાહિત્ય સંમેલનના જનરલ સેક્રેટરી…

વધુ વાંચો >

શેખાવત, સુમેરસિંહ

શેખાવત, સુમેરસિંહ (જ. 1933, સરવાડી, સિકર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મારુ મંગલ’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ શેખાજી શેખાવતના વંશના છે. તેમનું પ્રારંભિક જીવન બિનાસર, રાજસ્થાનમાં પસાર થયું. આનંદીલાલ શર્મા તથા નેમનારાયણ જોશીના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેમણે શિક્ષણ મેળવ્યું હતું. વ્યવસાયે તેઓ શિક્ષક રહેલા અને…

વધુ વાંચો >

શેખાવત, સૌભાગ્યસિંગ

શેખાવત, સૌભાગ્યસિંગ (જ. 22 જુલાઈ 1924, ભગતપુરા, જિ. સિકર, રાજસ્થાન) : રાજસ્થાની પંડિત. તેઓ રાજસ્થાન શોધ સંસ્થાન,  જોધપુરના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : રાજસ્થાની ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બિકાનેરના અધ્યક્ષ; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય (1998-2002); ‘સંઘર્ષ’ માસિકના…

વધુ વાંચો >

શેઠિયા, કનૈયાલાલ

શેઠિયા, કનૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજનગઢ, જિ. ચુરુ, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદીના કવિ. તેઓ સમાજસેવક તથા સ્વાતંત્ર્યસૈનિક છે. તેઓ 1973-77 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી  દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; રાજસ્થાની સાહિત્ય અકાદમી, ઉદયપુર; રાજસ્થાની સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી તથા હરિજન સેવક સંઘના સભ્ય રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

શ્રીમાળી, રામેશ્વર દયાળ

શ્રીમાળી, રામેશ્વર દયાળ (જ. 1938, કરાંચી [હાલ પાકિસ્તાનમાં]) : જાણીતા રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મહારો ગાંવ’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1963માં બી.એ. અને 1966માં બી.એડ.ની ડિગ્રી મેળવી; ત્યારબાદ જયપુર ખાતેની રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખાનગી વિદ્યાર્થી તરીકે હિંદી સાહિત્યમાં (1968) અને અર્થશાસ્ત્રમાં (1973) અનુસ્નાતક કક્ષાની ડિગ્રીઓ મેળવી. તેમણે…

વધુ વાંચો >

સમન બાઈ

સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં. પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે…

વધુ વાંચો >

સાકરિયા, બદ્રીપ્રસાદ

સાકરિયા, બદ્રીપ્રસાદ (જ. 1896, બલોતારા-બાડમેર, તે વખતનું જોધપુર રાજ્ય; અ. ?) : રાજસ્થાની લેખક. તેમણે તેમનું આખું જીવન શબ્દકોશ તૈયાર કરવાના ઉદ્દેશથી જૂનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ અને સંપાદન કરવામાં સમર્પિત કર્યું હતું. તેમના ‘રાજસ્થાની-હિંદી શબ્દકોશ’ નામક પ્રતિષ્ઠિત ગ્રંથના 3 ભાગ પૈકી પ્રથમ ભાગનું પ્રકાશન જયપુર સ્થિત પ્રકાશકે 1977માં અને બીજા બે…

વધુ વાંચો >

સુંદરદાસ

સુંદરદાસ (જ. ઈ. સ. 1596 ધૌસા (જયપુર) અ. ઈ. સ. 1689 સાંગાનેર, રાજસ્થાન)  : દાદૂ દયાળના મુખ્ય શિષ્ય, નિર્ગુણી સંત કવિ. તેમનો જન્મ જયપુરની જૂની રાજધાની ધૌસમાં એક ખંડેલવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેઓ 6-7 વર્ષની નાની વયે દાદૂ દયાળની શરણમાં આવ્યા હતા. તેમના રૂપથી પ્રભાવિત થઈને દાદૂએ તેમને સુંદર…

વધુ વાંચો >

સ્વરૂપદાસ

સ્વરૂપદાસ (જ. 1801, બડલી, પ્રાંત અજમેર; અ. 1863) : રાજસ્થાની કવિ અને દાદુના અનુયાયી. તેમનું બાળપણનું નામ શંકરદાન હતું. તેમનાં માતા-પિતા ઉમરકોટ (હાલ પાકિસ્તાનમાં) રહેતાં હતાં. પાછળથી તેઓ અજમેરમાં જોધા રાજપૂતાનાના પ્રસિદ્ધ સ્થળ બડલી ખાતે સ્થાયી થયાં. તેમના કાકા પરમાનંદે તેમને કવિતાની કળા શીખવી અને સંસ્કૃતના વિદ્વાન બનાવ્યા. ત્યાર બાદ…

વધુ વાંચો >

હિત-ચૌરાસી 

હિત-ચૌરાસી  : રાધાવલ્લભ સંપ્રદાયના સ્થાપક હિત હરિવંશ ગોસ્વામીરચિત વ્રજભાષાનો ચોરાસી પદોનો સંગ્રહ-ગ્રંથ. આ સંપ્રદાયની માધુર્યભક્તિનો સિદ્ધાંત પ્રતિપાદિત થયેલો હોવાને લઈને સંપ્રદાયનો આધારગ્રંથ બન્યો છે. આ ભક્તિગ્રંથ માટે કહેવાય છે કે આમાં ચોરાસી પદ સમાવિષ્ટ કરવામાં ગોસ્વામીજીનો આશય એ હતો કે એક એક પદનો મર્મ સમજવાથી અને એને આત્મસાત્ કરવાથી એક…

વધુ વાંચો >