રાજસ્થાની સાહિત્ય

નંદ, ભારદ્વાજ

નંદ, ભારદ્વાજ (જ. 1948, મદપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) : રાજસ્થાની નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર તથા હિંદી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘સામ્હી ખુલતૌ મારગ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને 1971થી પત્રકારત્વ અપનાવ્યું. જોધપુરથી પ્રકાશિત…

વધુ વાંચો >

પંડ્યા જયપ્રકાશ ‘જ્યોતિપુંજ’

પંડ્યા, જયપ્રકાશ ‘જ્યોતિપુંજ’ (જ. 28 સપ્ટેમ્બર 1952, તમતિયા, જિ. ગંગાનગર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કંકૂ કબંધ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત અને રાજસ્થાનીમાં એમ.એ. અને ઇતિહાસમાં પીએચ.ડી.ની ડિગ્રી, શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી ઉપરાંત પત્રકારત્વમાં ડિપ્લોમા અને…

વધુ વાંચો >

પ્રેમજી પ્રેમ

પ્રેમજી પ્રેમ (જ. 1943, ઘઘટાણા, જિ. કોટા, રાજસ્થાન; અ. 1993) : જાણીતા રાજસ્થાની કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને વ્યંગ્યકાર. તેમને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘મ્હારી કવિતાવાં’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જૈન કુટુંબમાં જન્મ. રાજસ્થાન યુનિવર્સિટીમાંથી વાણિજ્યના સ્નાતક બનીને ભારત સરકારના ઇન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડ નામના ઉપક્રમમાં મદદનીશ હિસાબનીશ તરીકે…

વધુ વાંચો >

બારહત, કરણીદાન

બારહત, કરણીદાન (જ. 1925, કેફોના, જિ. હનુમાનગઢ, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ તથા વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ‘માટી રી મહક’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનકાર્યમાં જોડાયા અને સતત 34 વર્ષ (1947થી 1980) સુધી કાર્યરત રહ્યા. 1942થી લેખનકાર્યનો પ્રારંભ.…

વધુ વાંચો >

બાલઅલી (કવિ) 

બાલઅલી (કવિ)  (17મી સદીનો ઉત્તરાર્ધ) : રામભક્તિ શાખાના સંત કવિ. મૂળ નામ બાલકૃષ્ણ નાયક. ‘બાલઅલી’ એ એમના ભાવદેહની સંજ્ઞા છે. અને એમની કૃતિઓમાં એ જ પ્રયોજાઈ છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા. શરૂઆતમાં રામાનુજ સંપ્રદાયની દીક્ષા લીધી અને અહોબલ ગાદી-પરંપરાનાં વૈષ્ણવચિહનો ધારણ કર્યાં. વર્ષોની સાધના છતાં તૃપ્તિ ન થતાં તેઓ…

વધુ વાંચો >

બાંકીદાસ

બાંકીદાસ (જ. 1884, ભાડિયાવાસ, મારવાડ, અ. ) : રાજસ્થાનના અતિપ્રસિદ્ધ કવિ અને ઇતિહાસવિદ્. ચારણ જાતિની આશિયા શાખામાં જન્મ. પિતા ફહનદાન. માતા હિન્દુબાઈ. પ્રારંભિક શિક્ષણમાં તેમના પિતા પાસેથી દોહા, સોરઠા, કવિત અને ગોત વગેરેનો અભ્યાસ. 16 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતા સાથે રાયપુરના ઠાકોર અર્જુનસિંહ સમક્ષ એક દોહાની શીઘ્ર રચના કરી…

વધુ વાંચો >

માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ)

માન કવિ (17મી સદીનો ઉત્તરાર્ધ) : મેવાડના મહારાણા. રાજસિંહ (ઈ. સ. 1629–1680)ના રાજકવિ. માન કવિએ પોતાના આશ્રયદાતાનું જીવનચરિત્ર ‘રાજવિલાસ’માં નિરૂપ્યું છે. આ કૃતિની રચના 26 જૂન, 1677ના રોજ આરંભાઈ હતી અને 1680માં રાજસિંહના અવસાન સાથે પૂર્ણ થઈ હતી. ‘રાજવિલાસ’માં 18 વિલાસ છે. પ્રથમ વિલાસમાં બાપા રાવળની ઉત્પત્તિ, બીજામાં એમની વંશાવળી…

વધુ વાંચો >

મૂળચંદ ‘પ્રાણેશ’

મૂળચંદ ‘પ્રાણેશ’ (જ. 1925, ઝાઝૂ, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની સાહિત્યના વિદ્વાન અને વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ચશ્મદીઠ ગવાહ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે ‘સાહિત્યરત્ન’ અને ‘આયુર્વેદરત્ન’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેઓ 1958થી 1981 સુધી ભારતીય વિદ્યા મંદિર સંશોધનસંસ્થા સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સાહિત્યિક સંશોધનવિષયક…

વધુ વાંચો >

રાજસ્થાની ભાષા અને સાહિત્ય

રાજસ્થાની ભાષા અને સાહિત્ય ભાષા : રાજસ્થાન પ્રદેશમાં પ્રયોજાતી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. બહુધા ભાષાઓનું નામકરણ પ્રદેશના આધારે થતું રહ્યું છે; જેમ કે પંજાબની પંજાબી, ગુજરાતની ગુજરાતી અને રાજસ્થાનની રાજસ્થાની. રાજસ્થાની ભાષાનું નામકરણ આધુનિક સમયની દેન છે. રાજસ્થાનનું હાલનું રાજ્ય 21 નાનાંમોટાં રજવાડાં, અજમેર, મેરવાડા અને આબુપ્રદેશના એકત્રીકરણના ફળ…

વધુ વાંચો >

લાલસ, સીતારામ

લાલસ, સીતારામ (જ. 29 ડિસેમ્બર 1908 નેરવા, રાજસ્થાન અ. 29 ડિસેમ્બર 1986) : રાજસ્થાની કોશકાર. તેમણે તેમની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં તેમના નાનાએ તેમનો ઉછેર કર્યો. તેમના નાના સાદુલજી વિદ્વાન અને જાણીતા કવિ હતા. સીતારામે તેમનું પ્રાથમિક શિક્ષણ સરવડી ગામે લીધા બાદ રાજમહલ મિડલ સ્કૂલ અને જોધપુરની દરબાર…

વધુ વાંચો >