રસેશ જમીનદાર
ક્વેત્ઝાલકોટલ
ક્વેત્ઝાલકોટલ : પુરોહિત, લોકસેવક, શાસક, સર્પદેવ, આકાશદેવ એમ વિવિધ નામે ઓળખાતું પૌરાણિક પાત્ર. ટૉલ્ટેક પ્રજાના આ શાસકે મેક્સિકોમાં આવેલી પ્રાચીન રાજધાની તુલા ઉપર બાવીસ વર્ષ રાજ્ય ભોગવ્યું હતું. યાદવાસ્થળીમાં હારવાથી પોતાના મોટા સમૂહ સાથે એણે કહેવાતી દરિયાઈ સફર કરી હતી; પોતાના જન્મવર્ષે પાછા ફરવાની પ્રતિજ્ઞા સાથે તે નાસી છૂટ્યો હતો.…
વધુ વાંચો >ક્ષત્રપ (ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના)
ક્ષત્રપ (ઉત્તર ભારતના અને પશ્ચિમ ભારતના) : લાંબા સમયથી ભારતીય ઇતિહાસમાં પ્રસિદ્ધ જાતિ. ભારતના પૂર્વકાલીન સંસ્કૃત સાહિત્યમાં યવનો(ગ્રીકો)ની સાથે શક-પહલવનો નિર્દેશ વારંવાર જોવા મળે છે. મધ્ય એશિયામાં થયેલી રાજકીય ઊથલપાથલને કારણે શકોની ભિન્ન ભિન્ન ટોળીઓ વિભિન્ન સમયે ભારતમાં આવી હોવાનું જણાય છે. આ શકોએ ભારતમાં સ્વતંત્ર સત્તાઓ સ્થાપી તેમાં સિંધુ…
વધુ વાંચો >ક્ષત્રપ સ્થાપત્ય
ક્ષત્રપ સ્થાપત્ય : ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર ક્ષત્રપ રાજ્યની સ્થાપત્ય-કલા. ઈશુની પ્રથમ ચાર સદી ચાલેલા આ રાજ્યે સ્થાપત્ય-કલાના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલું છે અને પ્રાગ્-ગુપ્તકાલીન શૈલી વિકસાવેલી છે. ક્ષત્રપ-સ્થાપત્ય શૈલોત્કીર્ણ અને ઈંટેરી છે. તેમાં બાવા-પ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા (ત્રણેય જૂનાગઢમાં), તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુ, રીઝર, ખંભાલીડા અને કડિયા ડુંગરની ગુફાઓનો સમાવેશ થાય…
વધુ વાંચો >ક્ષહરાત વંશ
ક્ષહરાત વંશ : ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોનો આરંભ કરનાર વંશ. ભારતના પશ્ચિમ ભાગ ઉપર તથા ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક પ્રદેશ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. પશ્ચિમી ક્ષત્રપોમાં પ્રાય: ભિન્ન ભિન્ન છ વંશો હતા. તેમાં પહેલું કુળ (વંશ) ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના શાસનનો સમય…
વધુ વાંચો >ખાલ્ડિયા-સંસ્કૃતિ
ખાલ્ડિયા-સંસ્કૃતિ : ઈ. પૂ.ની પશ્ચિમ એશિયાની પ્રાચીન સંસ્કૃતિ. સેમિટિક જાતિની ખાલ્ડિયાની પ્રજાએ ઈ. પૂ. 625માં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ઈ. પૂ. 612માં ખાલ્ડિયાઈ રાજાએ ઍસિરિયાઈ સામ્રાજ્યનો અંત લાવી ખાલ્ડિયાઈ સામ્રાજ્ય સ્થાપ્યું જે ઈરાનના રાજા સાયરસે એમને હરાવ્યા ત્યાં સુધી ઈ. પૂ. 539 સુધી ટક્યું. ખાલ્ડિયાઈ પ્રજાનું વર્ચસ્ સ્થપાતાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ…
વધુ વાંચો >ગંભીરપુરા (સ્તૂપચિત્રો)
ગંભીરપુરા (સ્તૂપચિત્રો) : ગુજરાતમાં બૌદ્ધ ધર્મ-પ્રસારના સ્પષ્ટ સંકેતરૂપ ચોથી–પાંચમી સદીનાં ચિત્રો. પુરાવસ્તુની ર્દષ્ટિએ આજનો ઈડર તાલુકો ઘણો સમૃદ્ધ છે. ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંથી કેટલાંક ગુફાચિત્રો શોધી કાઢ્યાં હતાં; જેમાં સાંપાવાડા, લાલોડા અને ઈડરનાં શૈલાશ્રય ચિત્રો ધ્યાનાર્હ છે. ગંભીરપુરામાંની ગુફા નંબર 14, 15, 16 અને 18માંથી ભીંતો ઉપરથી સ્તૂપોનાં સાત…
વધુ વાંચો >ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી)
ગુપ્ત, પ્રભાવતી (ચોથી કે પાંચમી સદી) : ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત બીજાની દીકરી અને વાકાટક રાજા રુદ્રસેન બીજાની પત્ની. એના રાજકાલના તેરમા વર્ષના પુણેના તામ્રપત્રમાં તે પોતાને યુવરાજની માતા તરીકે ઓળખાવે છે. પ્રભાવતી-રુદ્રસેનના લગ્નસંબંધથી વિંધ્ય રાજ્ય સાથે ગુપ્તોની શાહી સત્તાનું ભાગીદારીપણું અને દક્ષિણ ભારતમાં ગુપ્તોને પ્રાપ્ત થયેલી સત્તાવિસ્તારની તક ધ્યાનાર્હ છે.…
વધુ વાંચો >ગુહસેન
ગુહસેન : મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્કના પાંચમા પુત્ર ધરપટ્ટનો પુત્ર અને આ વંશનો છઠ્ઠો રાજા. ધ્રુવસેન પહેલાનો સીધો ઉત્તરાધિકાર મેળવનાર ગુહસેનનાં જ્ઞાત વર્ષો વલભી સંવત 240(ઈ. સ. 559)થી વ. સં. 248 (ઈ. સ. 567) ઉપલબ્ધ હોઈ તેમણે ઈ. સ. 555થી 570 દરમિયાન મૈત્રક રાજ્યનો કારોબાર સંભાળ્યો હોય. એની પ્રશસ્તિમાં એને…
વધુ વાંચો >ગોવિંદ 4થો
ગોવિંદ 4થો (શાસનકાળ 930–936) : રાષ્ટ્રકૂટ વંશની કર્ણાટક શાખાનો દશમો રાજવી અને ઇન્દ્રરાજ ત્રીજાનો પુત્ર. ઇતિહાસમાં સુવર્ણવર્ષ ગોવિંદરાજથી જાણીતો છે. પોતાના મોટા ભાઈ અમોઘવર્ષ બીજાને દગાથી મરાવી એણે ગાદી હાથ કરેલી (ઈ. સ. 930). આથી એનાં વિધવા ભાભી બિનસલામતીના ભયથી સગીર પુત્રને લઈ વેંગી ચાલ્યાં ગયેલાં. એની પ્રશસ્તિમાં એને દાનવીર,…
વધુ વાંચો >ટેરી, એડવર્ડ
ટેરી, એડવર્ડ (જ. 1590, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1660, ગ્રીનફર્ડ) : અંગ્રેજ પ્રવાસી. 1614માં વિદેશનો પ્રવાસ શરૂ કર્યો. લંડનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં લશ્કરી વહાણોના કાફલાના વડા તરીકે 1615–1616માં ભારત આવેલો. મુઘલ વંશની પાદશાહતના દરબારમાંના એલચી સર ટૉમસ રોની ભલામણથી તે લશ્કરી પલટણનો વડો નિમાયો. તેણે ભારત-ભ્રમણ કરેલું. માંડવામાં પડાવ…
વધુ વાંચો >