રસેશ જમીનદાર

કોચી

કોચી : ભારતના પશ્ચિમ કિનારે એર્નાકુલમ્ જિલ્લામાં અરબી સમુદ્ર ઉપર આવેલું કેરળનું પ્રમુખ બંદર. તે 9o 58′ ઉ. અ. અને 76o 14′ પૂ. રે. ઉપર મુંબઈથી દક્ષિણે 930 કિમી. અને કન્યાકુમારીથી ઉત્તરે 320 કિમી. દૂર આવેલું છે. 1930થી આ બંદરના વિકાસનો પ્રારંભ થયો હતો અને 1936માં તેને પ્રમુખ બંદર તરીકે…

વધુ વાંચો >

કોનારકનું મંદિર

કોનારકનું મંદિર : ઇજિપ્તનું પ્રાચીન સમયનું મંદિર. સ્થાપત્યની આ ભવ્ય ઇમારત ઇજિપ્તની સંસ્કૃતિના સામ્રાજ્ય યુગ(ઈ. પૂર્વે 1580થી 1150)નાં મહાન સમ્રાજ્ઞી હેટશેપસુટ(ઈ. પૂર્વે 1500થી 1479)ના સમય દરમિયાન થીબ્ઝ નગર પાસે બંધાઈ હતી. આ મંદિર બાંધતાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં. છતાં મુખ્ય બાંધકામ રાણી હેટશેપસુટ અને થુતમોસ ત્રીજાના શાસન દરમિયાન થયું હતું.…

વધુ વાંચો >

કૉન્સ્ટૅન્ટિનોપલ

કૉન્સ્ટૅન્ટિનોપલ : અગાઉ બાઇઝેન્ટિયમ અને વર્તમાનમાં ઇસ્તંબૂલ તરીકે ઓળખાતું ઐતિહાસિક નગર. તે ધર્મતીર્થ અને સંસ્કૃતિઓનું સંગમસ્થાન છે. તે 41o 00′ ઉ.અ. અને 29.o 00′ પૂ. રે.ની આજુબાજુનો 5591 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વસ્તી : 1,46,57,434 (2015) છે. મારમરા સમુદ્ર અને ગોલ્ડન હૉર્ન વચ્ચેની ભૂશિરના છેડા પરની બે ટેકરીઓના…

વધુ વાંચો >

કોપન

કોપન (Copan) : માયા સંસ્કૃતિનું હોન્ડુરસના અખાતમાં આવેલું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 14o 50′ ઉ. અ. અને 89o 09′ પ.રે. તે 3203 ચોકિમી. વિસ્તારમાં કોપન નદીના કાંઠે પથરાયેલું છે. પાંચ મુખ્ય ચોગાન અને સોળ ગૌણ ચોકઠામાં વિભાજિત આ શહેર મંદિરોનું અજાયબ સંકુલ છે. 460માં બંધાયેલા કોપનમાં માયા…

વધુ વાંચો >

કૉમન લૉ

કૉમન લૉ : રિવાજો અને નિયમો પર આધારિત ઇંગ્લૅન્ડનો અલિખિત કાયદો. ડ્યૂક ઑવ્ નૉર્મન્ડી તરીકે ઓળખાતા વિલિયમ પહેલા(1028થી 1087)એ 1066માં ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યા પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સના સમગ્ર પ્રદેશ પર સમાન ધોરણે જે કાયદો અમલમાં મૂક્યો તેને કૉમન લૉ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો અમલમાં આવ્યો તે પૂર્વે…

વધુ વાંચો >

કોમ્ત ઑગસ્ત

કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’…

વધુ વાંચો >

કોસંબી દામોદર ધર્માનંદ

કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં…

વધુ વાંચો >

ક્રિમોના

ક્રિમોના : ઇટાલીમાં પો નદીને કાંઠે આવેલી કમ્યૂન(પ્રાન્ત)ની રાજધાની. ધબકતું કૃષિકેન્દ્ર અને માંસ તથા ડેરીઉદ્યોગનું મથક ક્રિમોના સ્થાપત્યની ર્દષ્ટિએ અસાધારણ મહત્વ ધરાવે છે. બારમી-તેરમી સદીનું સો મીટર ઊંચું ટાવર, અષ્ટકોણી બૅપ્ટિસ્ટરી, સુંદર ગ્રંથાલય, વિશાળ થિયેટર એ ત્યાંની ધ્યાનાર્હ ઇમારતો છે. ક્રિમોના પ્રાન્તની પશ્ચિમે આદા નદી, દક્ષિણમાં પો નદી, ઈશાન અને…

વધુ વાંચો >

ક્વીચુઆ (પ્રજા)

ક્વીચુઆ (પ્રજા) : દક્ષિણ અમેરિકાની આદિવાસી જાતિના લોકો, તેઓ મુખ્યત્વે પેરુ, ઇક્વેડૉર અને બોલિવિયામાં રહે છે. દક્ષિણ અમેરિકાના આ પ્રદેશોમાં વસતા એમારા લોકો સાથે તેઓ સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધ ધરાવે છે. ઇન્કા સામ્રાજ્યમાં ક્વીચુઆ જાતિ સૌથી વધુ શક્તિશાળી – વગદાર બની હતી. તેઓ તે વખતે પેરુની દક્ષિણના પર્વતાળ પ્રદેશમાં વસતા…

વધુ વાંચો >

ક્વીટો

ક્વીટો : ઉત્તર ઇક્વેડૉરના ઉચ્ચ પ્રદેશમાં ઍન્ડીઝનાં ઊંચાં શિખરો અને ભેખડો વચ્ચે આવેલી ઇક્વેડૉરની રાજધાની તથા વસ્તીની ર્દષ્ટિએ બીજા નંબરનું શહેર. ભૌ. સ્થાન : 0°.13´ દ. અ. અને 76°.30´ પ.રે. વિષુવવૃત્તથી દક્ષિણે માત્ર 22 કિમી. દૂર 4,794 મીટરની ઊંચાઈએ આવેલા આ શહેરની આબોહવા ઉનાળામાં પણ ખુશનુમા રહે છે. સરેરાશ તાપમાન…

વધુ વાંચો >