ક્વીચુઆ (પ્રજા) : દક્ષિણ અમેરિકાની આદિવાસી જાતિના લોકો, તેઓ મુખ્યત્વે પેરુ, ઇક્વેડૉર અને બોલિવિયામાં રહે છે. દક્ષિણ અમેરિકાના આ પ્રદેશોમાં વસતા એમારા લોકો સાથે તેઓ સાંસ્કૃતિક અને ભાષાકીય સંબંધ ધરાવે છે. ઇન્કા સામ્રાજ્યમાં ક્વીચુઆ જાતિ સૌથી વધુ શક્તિશાળી – વગદાર બની હતી. તેઓ તે વખતે પેરુની દક્ષિણના પર્વતાળ પ્રદેશમાં વસતા હતા. ઇન્કાની અધિકૃત ભાષા ક્વેચુઆ હતી. તેના સામ્રાજ્યનો વિસ્તાર થયો, તે સાથે દક્ષિણ અમેરિકાના વિશાળ પ્રદેશમાં તે ભાષાનો ફેલાવો થયો.

સોળમી સદીમાં યુરોપીય-વિજેતાઓના આગમન પહેલાં ક્વીચુઆ સંસ્કૃતિ પાશ્ચાત્ય ગોળાર્ધમાં સૌથી વધુ વિકસિતમાંની એક હતી.

રસેશ જમીનદાર