રસાયણશાસ્ત્ર

લ શૅટલિયરનો સિદ્ધાંત

લ શૅટલિયરનો સિદ્ધાંત : સમતોલન પામેલી પ્રણાલીના સમતોલનને નિર્ધારિત કરનાર પરિવર્તીય (variables) પૈકી એકમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રણાલીનો પ્રતિભાવ દર્શાવતો (રસાયણશાસ્ત્રનો) સિદ્ધાંત. આ સિદ્ધાંત ઊર્જાસંચયના નિયમનું પરિણામ છે. ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી લુઈ લ શૅટલિયરે તેને 1888માં રજૂ કરેલો. આ સિદ્ધાંત મુજબ જો સમતોલનમાં રહેલી પ્રણાલીને અસર કરનાર સ્વતંત્ર પરિવર્તીય…

વધુ વાંચો >

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)

લિગેન્ડ  ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron…

વધુ વાંચો >

લિટમસ

લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે…

વધુ વાંચો >

લિથિયમ (lithium)

લિથિયમ (lithium) : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. બર્ઝેલિયસની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન સહાયક જોહાન ઑગસ્ટ આર્ફવેડસને 1870માં એક નવી આલ્કલી ધાતુ તરીકે તેની શોધ કરેલી. સિલિકેટ ખનિજ પેટેલાઇટમાંથી તે સૌપ્રથમ છૂટું પાડવામાં આવેલું. ગ્રીક શબ્દ ‘લિથૉસ’ (પથ્થર, stone) પરથી તત્વને ‘લિથિયમ’ નામ આપવામાં આવ્યું છે,…

વધુ વાંચો >

લિપિડ (lipid – lipide અથવા lipin)

લિપિડ (lipid, lipide અથવા lipin) : જીવો(organisms)માંથી ઍસિટોન, ઈથર, ક્લૉરોફૉર્મ, કે બેન્ઝીન જેવાં અધ્રુવીય (nonpolar) દ્રાવકો દ્વારા નિષ્કર્ષણ કરી મેળવાતાં ચરબી અને ચરબી-નિગમિત (ચરબીજન્ય, fat-derived) દ્રવ્યો માટે વપરાતી વ્યાપક (inclusive) સંજ્ઞા (term). આ સંજ્ઞામાં બંધારણની ર્દષ્ટિએ તથા કાર્યપદ્ધતિ(function)ની રીતે ભિન્ન ભિન્ન પદાર્થો આવી જાય, કારણ કે આવાં દ્રાવકોમાં દ્રાવ્ય કે…

વધુ વાંચો >

લિપ્સકોમ્બ, વિલિયમ નન

લિપ્સકોમ્બ, વિલિયમ નન (જ. 9 ડિસેમ્બર 1919, ક્લીવલૅન્ડ, ઓહાયો) : અમેરિકન અકાર્બનિક રસાયણવિદ્ અને 1976ના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ 1941માં યુનિવર્સિટી ઑવ્ કેન્ટકીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને 1946માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1942થી 1946 દરમિયાન તેમણે ઑફિસ ઑવ્ સાયન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટમાં ભૌતિકરસાયણવિદ્ તરીકે કામ કર્યું અને તે…

વધુ વાંચો >

લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક

લિબ્બી, વિલાર્ડ ફ્રૅન્ક (જ. 17 ડિસેમ્બર 1908, ગ્રાન્ડ વૅલી, કૉલોરાડો, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1980, લૉસ એન્જેલસ, યુ.એસ.) : રેડિયો કાર્બન કાળગણના ટૅકનિક વિકસાવવા બદલ 1960ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા. અમેરિકન રસાયણવિદ્. લિબ્બીએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી પીએચ.ડી. પદવી મેળવી અને 1933થી 1945 સુધી ત્યાંની વિદ્યાશાખામાં કામ…

વધુ વાંચો >

લીબિગ કન્ડેન્સર

લીબિગ કન્ડેન્સર : રાસાયણિક પ્રયોગશાળામાં બાષ્પને ઠારી પ્રવાહી રૂપે મેળવવા માટે વપરાતું એક ઉપકરણ. સામાન્ય રીતે કન્ડેન્સર પાણી ભરેલા જૅકેટ દ્વારા ઠંડી કરવામાં આવતી નળી અથવા નળીઓનો બનેલો હોય છે. સાદા કન્ડેન્સરમાં કાચના સમાક્ષ (coaxial) જૅકેટ વડે આવૃત એવી કાચની નળી હોય છે. ગરમ બાષ્પ અંદરની નળીમાંથી પસાર થાય છે,…

વધુ વાંચો >

લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્

લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્ (જ. 12 મે 1803, ડર્મસ્ટેટ, જર્મની; અ. 18 એપ્રિલ 1873, મ્યૂનિક) : જર્મન કાર્બનિક-રસાયણવિદ અને રસાયણશાસ્ત્રના સમર્થ શિક્ષણકાર. દવાવાળાના પુત્ર હોવાને નાતે તેમને રસાયણશાસ્ત્રમાં પહેલેથી જ રસ હતો. થોડો સમય ઔષધશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉનમાં તે સમયના ખ્યાતનામ રસાયણવિદ કાર્લ વિલ્હેલ્મ ગોટ્ટલોબ કાસ્ટનરના…

વધુ વાંચો >

લી, યુઆન ત્સે (Lee, Yuan Tseh)

લી, યુઆન ત્સે (Lee, Yuan Tseh) [જ. 29 નવેમ્બર 1936, સીન-ચુ, તાઇવાન (પીપલ્સ રિપબ્લિક ઑવ્ ચાઇના)] : રસાયણશાસ્ત્રમાં પ્રક્રિયા-ગતિકી (reaction dynamics) નામના નવા ક્ષેત્રમાં સંશોધન બદલ 1986ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તાઇવાનીઝ–અમેરિકન રસાયણવિદ. શરૂઆતમાં તાઇવાનમાં શિક્ષણ લીધા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી 1965માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…

વધુ વાંચો >