રસાયણશાસ્ત્ર
રેડૉન (radon)
રેડૉન (radon) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું સૌથી વધુ પરમાણુક્રમાંક ધરાવતું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Rn. અગાઉ તે નિટોન તરીકે ઓળખાતું હતું. તે રાસાયણિક રીતે અત્યંત ઓછા સક્રિય એવા છ ઉમદા વાયુઓ પૈકીનો ભારેમાં ભારે છે. અન્ય વાયુઓ છે હીલિયમ, નિયૉન, આર્ગૉન, ક્રિપ્ટૉન અને ઝિનૉન. લાંબા સમય સુધી…
વધુ વાંચો >રેનોલ્ડ્ઝ આંક
રેનોલ્ડ્ઝ આંક : સ્નિગ્ધ પ્રવાહનું લક્ષણ અને વર્તણૂક નક્કી કરતો પરિમાણવિહીન આંક. તેને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે : ………………………………………………………………………………………………..(1) જ્યાં, ρ, તરલની ઘનતા; V, ધારાનો વેગ; L, લાક્ષણિક લંબાઈ- માપ અને μ, તરલની સ્નિગ્ધતા છે. રેનોલ્ડ્ઝ આંક સ્નિગ્ધ પ્રવાહ-વિશ્લેષણમાં પ્રાધાન્ય ધરાવે છે. 1883માં ઑસ્બૉર્ન રેનોલ્ડ્ઝે આ આંકને સૂત્રબદ્ધ…
વધુ વાંચો >રેમ્સેન, ઇરા (Remsen, Ira)
રેમ્સેન, ઇરા (Remsen, Ira) (જ. 10 ફેબ્રુઆરી 1846, ન્યૂયૉર્ક સિટી; અ. 4 માર્ચ 1927, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના રસાયણવિદ અને સૅકેરીનના સહશોધક. કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી 1867માં એમ.ડી.ની ઉપાધિ મેળવીને મ્યૂનિક તથા ગોટિનબર્ગ, જર્મનીનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી 1870માં પીએચ.ડી.ની પદવી મેળવી. રેમ્સેને શુદ્ધ રસાયણશાસ્ત્રમાં તેમનું સંશોધન ટુબીંગન વિશ્વવિદ્યાલયમાં શરૂ કર્યું. અહીં 1870–1872…
વધુ વાંચો >રોઝ ઇરવિન (Rose Irwin)
રોઝ, ઇરવિન (Rose, Irwin) (જ. 16 જુલાઈ 1926, બ્રૂકલિન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1952માં રોઝે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જૈવરસાયણમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1963–64 દરમિયાન તેઓ યેલ (Yale) યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનના અધ્યાપકગણમાં હતા. 1963થી 1995 દરમિયાન તેઓ ફૉક્સ ચેઝ (Fox…
વધુ વાંચો >રૉબિન્સન, સર રૉબર્ટ
રૉબિન્સન, સર રૉબર્ટ (જ. 13 સપ્ટેમ્બર 1886, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1975, ગ્રેટ મિસેન્ડેન, લંડન પાસે) : કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત અને કાર્બનિક રસાયણમાં ઇલેક્ટ્રૉનીય સિદ્ધાંતની પહેલ કરનાર, નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ રસાયણવિદ. લીડ્ઝ નજીકની શાળાઓમાં પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે માન્ચેસ્ટરના વિક્ટોરિયા વિશ્વવિદ્યાલયમાંથી 1906માં બી.એસસી. તથા 1910માં ડી.એસસી. પદવી મેળવી.…
વધુ વાંચો >રૉય, પ્રફુલ્લચંદ્ર
રૉય, પ્રફુલ્લચંદ્ર (જ. 2 ઑગસ્ટ 1886, રારૂલી–કતીપરા, જિ. ખુલના, બાંગ્લાદેશ; અ. 16 જૂન 1944, કૉલકાતા) : ઉચ્ચ કોટિના રસાયણવિદ અને ભારતમાં રાસાયણિક સંશોધન તેમજ રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા. તેમના દાદા નાદિયા તથા જેસોરના દીવાન હતા. પિતા હરિશ્ચંદ્ર રૉય ઉર્દૂ, અરબી, સંસ્કૃત અને અંગ્રેજીના સારા જાણકાર હતા. હરિશ્ચંદ્ર રૉયે પોતાના જિલ્લામાં સૌપ્રથમ…
વધુ વાંચો >રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ
રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ : (જ. 28 જૂન 1927, દેલાવરે, ઓહાયો, યુ.એસ.) : ઓઝોન સ્તરના અવક્ષય (depletion) અંગેના સંશોધન માટે મેરિયો મોલિના અને પૉલ ક્રુટ્ઝેન સાથે 1995ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અમેરિકન નાગરિક એવા રોલેન્ડે વતનમાં અભ્યાસ કરી 1948માં ઓહાયો વેસ્લિયાન યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951માં તેમણે શિકાગો…
વધુ વાંચો >રહેનિયમ
રહેનિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII B) સમૂહનું રાસાયણિક ધાત્વિક તત્વ. સંજ્ઞા Re. પરમાણુક્રમાંક (Z), 75. મેન્દેલિયેવે તેના આવર્તક કોષ્ટકમાં એકા-મૅન્ગેનીઝ (Z = 43) અને દ્વિ-મૅન્ગેનીઝ (Z = 75) એમ બે તત્વો માટે જગ્યા ખાલી રાખેલી. 1925માં ડબ્લ્યૂ. નોડાક, આઈ. ટાકે (પાછળથી ફ્રાઉ નોડાક) અને ઓ. બર્ગે ગેડોલિનાઇટ(એક સિલિકેટ)ના…
વધુ વાંચો >લઠ્ઠો
લઠ્ઠો : કેફ અથવા નશો કરવા માટેનું ગેરકાયદેસર દારૂયુક્ત તથા ઝેરી અસર કરતું પીણું. આ પીણું તેમાં મિથાઇલ આલ્કોહૉલ અને ઇથાઇલ આલ્કોહૉલનું વધતી-ઓછી માત્રાનું મિશ્રણ હોય છે, જે ગુજરાતમાં ‘લઠ્ઠા’ તરીકે જ્યારે મહારાષ્ટ્રમાં ‘ખોપડી’ તરીકે ઓળખાય છે. નશા માટેનો પ્રમાણિત દારૂ મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહૉલ (ઇથેનોલ) હોય છે. જેમાં લહેજત માટે…
વધુ વાંચો >લલવાર, લૂઇ ફેડરિકો
લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા. 1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં,…
વધુ વાંચો >