રસાયણશાસ્ત્ર

આયોડિન આંક અથવા આયોડિન-મૂલ્ય

આયોડિન આંક અથવા આયોડિન-મૂલ્ય (Iodine Number or Iodine Value) : તૈલી પદાર્થોની અસંતૃપ્તતા (unsaturation) દર્શાવવાનું માપ. સો ગ્રામ તેલ, ચરબી, રબર અથવા મીણને સંતૃપ્ત કરવા માટે જરૂરી આયોડિનના જથ્થાને (ગ્રામમાં) આયોડિન-આંક કહે છે. આ આંક નક્કી કરવા માટે તૈલી પદાર્થનું ચોક્કસ વજન કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં લઈ તેમાં જરૂર કરતાં વધુ આયોડિન…

વધુ વાંચો >

આયોડોફૉર્મ

આયોડોફૉર્મ (ટ્રાઇઆયોડોમિથેન) : આછા લીલાશ પડતા પીળા રંગનું, સ્ફટિકમય, વિશિષ્ટ ઉગ્ર વાસ ધરાવતું, આયોડિનયુક્ત કાર્બનિક સંયોજન. સૂત્ર CHI3. સૌપ્રથમ આ પદાર્થ 1822માં બનાવવામાં આવ્યો હતો. ગ.બિં., 11.90 સે. પાણીમાં અદ્રાવ્ય, પરંતુ આલ્કોહૉલ, ઈથર, બેન્ઝિન, એસિટોન વગેરે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આલ્કલી અથવા આલ્કલી કાર્બોનેટની હાજરીમાં આલ્કોહૉલ અથવા એસિટોન સાથે આયોડિનની…

વધુ વાંચો >

આર્ગોન

આર્ગોન (Argon, Ar) : આવર્ત કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું એક પરમાણુક (monatomic) વાયુસ્વરૂપ રાસાયણિક તત્વ. પ. ક્રમાંક 18, પ. ભાર 39.95. ઇલેક્ટ્રૉન વિન્યાસ [Ne]3s23p6. હવાનો 1/120 ભાગ તદ્દન નિષ્ક્રિય ઘટક છે તેમ કૅવેન્ડિશે (1785) દર્શાવ્યું હતું. વાતાવરણમાંનો નાઇટ્રોજન રાસાયણિક પદાર્થોમાંથી મેળવેલ નાઇટ્રોજન કરતાં આશરે 0.5 ટકા ભારે હોવાનું કારણ કોઈ…

વધુ વાંચો >

આર્જેન્ટાઇટ

આર્જેન્ટાઇટ (Argentite : Silver Glance) : ચાંદીનું મહત્વનું ખનિજ. રાસાયણિક બંધારણ : Ag2S (સિલ્વર સલ્ફાઇડ, ચાંદી 87.1 %, ગંધક 12.9 %). સ્ફટિક વર્ગ : આઇસોમેટ્રિક. સ્ફટિકો મોટે ભાગે ઑક્ટાહેડ્રલ તેમજ ક્યૂબિક સ્વરૂપોવાળા હોય છે, ક્યારેક વિરૂપ આકારવાળા, ક્યારેક જાલાકાર રેખાઓવાળા કે તંતુમય, ક્વચિત્ જથ્થામય કે આવરણ તરીકે પણ મળે. રંગ :…

વધુ વાંચો >

આર્સેનાઇડ

આર્સેનાઇડ (Arsenide) : ધાતુ સાથેનાં આર્સેનિક(As)નાં સંયોજનો. દા.ત., ઝિંક આર્સેનાઇડ, Zn3As2. એક અથવા વધુ ધાતુઓ આર્સેનિક સાથેનાં સંયોજનો રૂપે કુદરતમાં દુર્લભ ખનિજો તરીકે મળી આવે છે. દા.ત., નિકોલાઇટ (NiAs), સ્કુટેરુડાઇટ (CoAs3), સ્મેલ્ટાઇટ (Co, Ni)As3-x, લોલિંગાઇટ (FeAs2) વગેરે. આર્સેનાઇડ સંયોજનો અષ્ટફલકીય (octahedral) અથવા ચતુષ્ફલકીય (tetrahedral) પ્રકારની સંરચના ધરાવે છે. પ્રથમ પ્રકારમાં…

વધુ વાંચો >

આર્સેનિક

આર્સેનિક : આવર્તક કોષ્ટકના 15મા (અગાઉના VA) સમૂહનું અર્ધધાત્વિક (semimetallic) રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા As. નાઇટ્રોજન, ફૉસ્ફરસ, ઍન્ટિમની અને બિસ્મથ તેના સહસભ્યો છે. સંયોજનો રૂપે તે ઈ. પૂ. ચોથા સૈકા પહેલાં જાણીતું હોવા છતાં જે. સ્કૉડરે તેને 1649માં અલગ પાડ્યું ત્યાં સુધી આ તત્વની બરાબર ઓળખ થઈ ન હતી. આ અગાઉ…

વધુ વાંચો >

આર્હેનિયસ સ્વાન્તે ઑગુસ્ત

આર્હેનિયસ, સ્વાન્તે ઑગુસ્ત (જ. 19 ફેબ્રુઆરી 1859, વિક, સ્વીડન; અ. 2 ઑક્ટોબર 1927, સ્ટૉકહોમ) : ભૌતિક રસાયણને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકસાવનાર વૈજ્ઞાનિકો પૈકીના એક રસાયણવિદ. તેમણે પ્રતિપાદન કરેલ આયનીકરણ (ionization) સિદ્ધાંત રાસાયણિક સંયોજનોના બંધારણ તથા દ્રાવણમાં તેમની વર્તણૂક સમજવામાં અત્યંત મદદરૂપ છે, અને આ માટે તેમને 1903માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક…

વધુ વાંચો >

આલ્કલી

આલ્કલી (alkali) : પ્રબળ બેઝિક ગુણો ધરાવતાં જળદ્રાવ્ય હાઇડ્રૉક્સાઇડ. તેમનું જલીય દ્રાવણ 7.0 કરતાં વધુ pH મૂલ્ય ધરાવે છે. તે પ્રબળ વિદ્યુત-વિભાજ્ય (electrolyte) હોવાથી વિદ્યુતનું વહન કરે છે. તે સ્પર્શે ચીકણા અને સાંદ્ર (concentrated) સ્વરૂપમાં ત્વચા ઉપર દાહક અસર કરે છે. તે લાલ લિટમસને વાદળી, ફિનોલ્ફથેલીનને આછું ગુલાબી તથા મિથાઇલ…

વધુ વાંચો >

આલ્કલી ધાતુઓ

આલ્કલી ધાતુઓ (alkali metals) : આવર્તક કોષ્ટકના 1 (અગાઉના IA) સમૂહનાં રાસાયણિક તત્વો. આમાં લિથિયમ (Li), સોડિયમ (Na), પોટૅશિયમ (K), રુબિડિયમ (Rb), સિઝિયમ (Cs) અને ફ્રાંસિયમ(Fr)નો સમાવેશ થાય છે. ફ્રાંસિયમ સિવાયની બધી ધાતુઓ નરમ અને ચાંદી જેવી સફેદ હોય છે. તેમને સહેલાઈથી પિગાળી શકાય છે અને પરમાણુભાર વધતાં તેમના ગ.…

વધુ વાંચો >

આલ્કાઇન સંયોજનો

આલ્કાઇન સંયોજનો (alkynes) : કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ ધરાવતાં એલિફેટિક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. આ શ્રેણીના પ્રથમ સભ્ય ઍસેટિલીનના નામ ઉપરથી આ કુટુંબનું નામ ઍસેટિલીન સંયોજન પાડવામાં આવ્યું છે. આ સંયોજનોનું સામાન્ય સૂત્ર Cn H2n–2 છે. નામકરણ : આ સંયોજનોના નામકરણ માટેના નિયમો આલ્કીન્સના નિયમો પ્રમાણે જ છે. ફક્ત સંતૃપ્ત હાઇડ્રોકાર્બન…

વધુ વાંચો >