રસાયણશાસ્ત્ર
અસમમિત સંશ્લેષણ
અસમમિત સંશ્ર્લેષ્ણ (asymmetric synthesis) : શુદ્ધ પ્રતિબિંબરૂપ (enantiomer) અથવા એક પ્રતિબિંબરૂપનું પ્રમાણ વધુ હોય તેવું પ્રતિબિંબરૂપોનું મિશ્રણ, વિભેદન (resolution) પદ્ધતિના ઉપયોગ વગર મેળવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ. કાર્બન પરમાણુની સાથે વિવિધ ચાર સમૂહો ત્રિપરિમાણમાં એવી રીતે ગોઠવી શકાય કે જેથી પેદા થતી બે રચનાઓ (સમઘટકો – isomers) વચ્ચેનો સંબંધ વસ્તુ અને…
વધુ વાંચો >અસંગત પાણી
અસંગત પાણી (anomalous, ortho or poly water) : રશિયન રસાયણશાસ્ત્રી ફેડ્યાકિને 1962માં બંને છેડે બંધ કાચની અથવા ક્વાર્ટ્ઝની કેશનળી(capillary)માં વરાળને ઠારીને મેળવેલું અસામાન્ય ગુણો ધરાવતું પાણી. તેના અગત્યના ગુણધર્મો નીચે પ્રમાણે હતા : (1) નીચું બાષ્પદબાણ. (2) –4૦° સે. કે તેથી નીચા ઉષ્ણતામાને ઠારતાં કાચરૂપ (glassy) ઘન મળે છે. (૩)…
વધુ વાંચો >અળશીનું તેલ
અળશીનું તેલ : અળશીનાં બીને પીલીને અથવા દ્રાવક નિષ્કર્ષણથી મેળવાતું તેલ. તેલ માટે ઉગાડાતી જાતના છોડનાં રાડાં ટૂંકાં, વધુ શાખાવાળાં અને વધુ બી આપનાર હોય છે. સોનેરી પીળા રંગનું તેલ ઑક્સિજન શોષીને શુષ્ક પડ (dry film) આપવાનો ગુણ ધરાવે છે, તેથી તે સુકાતા તેલ(drying oil)ના વર્ગમાં ગણાય છે. તેમાં લિનોલેનિક…
વધુ વાંચો >અંગારવાયુ
અંગારવાયુ : જુઓ કાર્બન ડાયૉક્સાઇડ
વધુ વાંચો >અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન)
અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન) : અંત:સ્રાવી ગ્રંથિઓ દ્વારા અતિસૂક્ષ્મ માત્રામાં સ્રવતાં કાર્બનિક સંયોજનો. આવાં સંયોજનોનું કાર્ય મગજમાં રહેલા એક વિશિષ્ટ કેન્દ્ર અધશ્ચેતક (hypothalamus) દ્વારા થાય છે. અંત:સ્રાવોનું રાસાયણિક વર્ગીકરણ મુખ્યત્વે તેમની પ્રકૃતિ મુજબ કરવામાં આવે છે. 1. 30,000થી ઓછા અણુભારવાળાં પ્રોટીનો; દા. ત., ઇન્સ્યુલિન. 2. નાનાં પૉલિપૅપ્ટાઇડો; દા. ત., પ્રતિ-મૂત્રલ (anti-diuretic) અંત:સ્રાવ.…
વધુ વાંચો >અંબર (રસાયણશાસ્ત્ર)
અંબર (રસાયણશાસ્ત્ર) : શંકુદ્રુમ (conifers) પ્રકારનાં વૃક્ષોની અશ્મીભૂત રાળ (resin) જેવો કાર્બનિક પદાર્થ. વૃક્ષમાંથી સ્રવતા મૂળ પદાર્થમાંના બાષ્પીય ઘટકો કાળાંતરે ઊડી જતાં અને દટાયેલ સ્થિતિમાં રાસાયણિક રૂપાંતર પછી અવશેષરૂપે અંબર પેદા થાય છે. તે પીળા, લાલ, નારંગી, તપખીરી અને કવચિત્ વાદળી કે લીલા રંગના પારદર્શક કે પારભાસી (transluscent) ટીપારૂપે કે…
વધુ વાંચો >આઇગન, માનફ્રેડ
આઇગન, માનફ્રેડ (જ. 9 મે 1927, બોકમ, જર્મની, અ. 6 ફેબ્રુઆરી 2019, ગોટીનજન, જર્મની) : જર્મન વૈજ્ઞાનિક. અતિ ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ બદલ તેમને 1967માં રૉનાલ્ડ નોરીશ અને જ્યૉર્જ પૉર્ટર સાથે રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેમણે ગટિંગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1951માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે જ વર્ષમાં…
વધુ વાંચો >આઇ. યુ. પી. એ. સી. (IUPAC)
આઇ. યુ. પી. એ. સી. (IUPAC) : ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામનું પંચ (મંડળ). ઓગણીસમા સૈકાના પ્રથમ અર્ધભાગમાં કાર્બનિક રસાયણજ્ઞોએ ઘણાં કાર્બનિક સંયોજનો કુદરતમાંથી મેળવ્યાં હતાં અથવા સંશ્લેષિત રીતે તૈયાર કર્યાં હતાં. આ સંયોજનોનું નામકરણ તેમનાં ઉદગમ (source), નિર્માણ-પદ્ધતિ, શોધકના નામ વગેરે ઉપરથી કરવામાં આવ્યું હતું. જેમ…
વધુ વાંચો >આઇસોથાયોસાયનેટ્સ
આઇસોથાયોસાયનેટ્સ (isothiocynates) : -N = C = S સમૂહ ધરાવતાં સંયોજનો. રાઈ(mustard)ના ભૂકાને ભીનો કરીને રાખતાં તેમાંના સિનિગ્રીન ગ્લાયકોસાઇડનું માયરોસીન ઉત્સેચક વડે જલવિઘટન થતાં એલાઇલ આઇસોથાયોસાયનેટ મળે છે. તેથી આ વર્ગને રાઈના તેલ(mustard oil)નો વર્ગ પણ કહે છે. આ સંયોજનો તીવ્ર વાસવાળાં, પાણીમાં અદ્રાવ્ય અને ત્વચા ઉપર ફોલ્લો પાડી દે…
વધુ વાંચો >