રવીન્દ્ર વસાવડા

એબટમેન્ટ

એબટમેન્ટ : સ્તંભો અથવા દીવાલોમાંની કમાનોના છેડાને ટેકો પ્રદાન કરતો બંને બાજુનો આધાર; ખાસ કરીને કમાનમાંથી પ્રસરતા વજનને તેના દ્વારા આધાર મળે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

એલિઝાબેથન સ્થાપત્ય

એલિઝાબેથન સ્થાપત્ય : પુનરુત્થાનયુગ(renaissance)ના સ્થાપત્યની ઉપરછલ્લી સમજ અને ઇંગ્લૅન્ડમાં ગોથિક શૈલીની લંબાયેલી અસરને લઈને સોળમી સદીના ઉત્તરાર્ધમાં આ એલિઝાબેથન સ્થાપત્યશૈલી પ્રચલિત બની. ખરી રીતે હેનરી આઠમાના સમયથી જ્યારથી પુનરુત્થાન યુગના સ્થાપત્યની શૈલી એક સ્વીકૃત માધ્યમ ગણાયેલ ત્યારથી એલિઝાબેથન શૈલીનાં મંડાણ થયાં ગણાય છે. જોકે એલિઝાબેથ 1558માં ગાદીએ આવેલ. રહેઠાણોના નકશા…

વધુ વાંચો >

ઍશલર

ઍશલર : પથ્થરની દીવાલોની રચનામાં પથ્થરના દરેક એકમને ખાસ ઘડવાની પદ્ધતિ. એમાં પથ્થરની દરેક બાજુ એકબીજા સાથે બંધબેસી જાય તે રીતે ઘડી અને સપાટ કરવામાં આવે છે. તેથી દીવાલના બાંધકામમાં સુગમતા રહે છે. રેતિયા પથ્થરને આ રીતે ઘડવામાં આવે છે, જ્યારે ખડકાળ પથ્થરને ઘડવામાં નથી આવતા કારણ કે તેની મજબૂતાઈ…

વધુ વાંચો >

ઑપેરા હાઉસ, પૅરિસ

ઑપેરા હાઉસ, પૅરિસ : ફ્રાન્સના સ્થાપત્યના બીજા સામ્રાજ્યકાળ (1848-70) દરમિયાન, 1861-74 દરમિયાન બંધાયેલી ઇમારત. તેના સ્થપતિ ચાર્લ્સ ગારનીર્યની અગત્યની કૃતિ ગણાય છે. તે મકાન મુખ્યત્વે ફ્રાન્સિસી નિયો-બારોક સ્થાપત્યના ર્દષ્ટાંતરૂપ છે. આધુનિક સ્થાપત્યની વિચારધારા પ્રમાણે કદાચ અતિરેક દર્શાવતી, પરંતુ પુરાતનકાળની બાંધકામશૈલીઓ પર આધારિત તેની રચના એક અનોખી કલાના નમૂનારૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ દક્ષિણ ચીન)

ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ, દક્ષિણ ચીન) : મીન્ગ વંશ(પંદરમીથી સત્તરમી સદી)ના એક વિદ્વાનનો વિશાળ આવાસ. તત્કાલીન સંસ્કૃતિને અનુરૂપ આનાં ‘સરોવર’, ‘પર્વતો’, ‘નદીઓ’ અને તેના પુલ અને બગીચા આ રહેણાકની આજુબાજુ બ્રહ્માંડનું એક નાનું પ્રતિબિંબ ખડું કરતા. આ રહેણાકનાં (1) બગીચા, (2) ખડકો, (૩) પટાંગણ, (4) પ્રવેશ, (5) સત્કાર-ખંડ, (6) વાચનાલય, (7) વિશેષ…

વધુ વાંચો >

ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window)

ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window) : ઘરનો (દીવાલમાંથી) આગળ પડતો કોણાકાર અથવા ગોળાકાર ભાગ, જે જાળી વડે બંધ કરવામાં આવે. ગોળાકાર બારીને બૉવિન્ડો કહે છે. આવો ભાગ ઉપરના માળ પર આયોજવામાં આવે ત્યારે તેને ઓરિયેલ કહે છે. ઘણી વખત ઉપરના માળના ખૂણાના ભાગ પર આવી બારી બેસાડવામાં આવે છે, જે યુરોપીય…

વધુ વાંચો >

ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા

ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા : પુરાતન કાળના રોમન થિયેટર પરથી પ્રેરણા લઈને 1579-80 દરમિયાન મહાન સ્થપતિ આન્દ્રે પલ્લાડિયો દ્વારા આયોજિત નાટ્યગૃહ. સ્થાપત્યકલાની એક સૈદ્ધાન્તિક પ્રતિકૃતિ તરીકે ગણાતું આ થિયેટર રોમન બાંધકામકલાનો પણ અગત્યનો નમૂનો છે. વિચેન્ઝાની ઍકેડેમિયા ઓલિમ્પિકાએ 1579માં તેની સંસ્થાકીય જરૂરિયાત માટે આ થિયેટરનું આયોજન આન્દ્રે પલ્લાડિયોને સોંપેલું. તે વખતની…

વધુ વાંચો >

ઓલિમ્પિક હૉલ, ટોક્યો

ઓલિમ્પિક હૉલ, ટોક્યો : અઢારમા ઓલિમ્પિક રમતોત્સવ પ્રસંગે બાંધવામાં આવેલો દુનિયાનો સૌથી મોટો જિમ્નેશિયમ હૉલ. જાપાનના પાટનગર ટોક્યોમાં અઢારમો ઓલિમ્પિક રમતોત્સવ 1964માં ઊજવાયો. એશિયા ખંડમાં આ ઉત્સવ પ્રથમ વાર જ ઊજવાયો હતો. આ ઉત્સવમાં 94 દેશોના 5,541 ખેલાડીઓએ (જેમાં 700 સ્ત્રી-ખેલાડીઓ હતી) ભાગ લીધો હતો. રમતગમત વગેરેના 162 પ્રસંગો યોજાયા…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

કમળમહેલ

કમળમહેલ : લગભગ ઈ. સ. 1575માં હમ્પી(કર્ણાટક)માં બંધાયેલો મહેલ. મુખ્યત્વે તે એક ઉદ્યાન મહેલના ભાગ રૂપે નિર્મિત થયેલ છે. તેના આયોજનમાં દક્ષિણ ભારતના હિંદુ રાજવીઓની શૈલીમાં ઉત્તર ભારતના મુસ્લિમ શૈલીના સ્થાપત્યની છાપ જોવા મળે છે. મુખ્યત્વે એક વિશાળ ખંડરૂપે બંધાયેલી આ ઇમારત કમાનો અને સ્તંભો દ્વારા રચાયેલી છે. તેની છત…

વધુ વાંચો >