ઍશલર : પથ્થરની દીવાલોની રચનામાં પથ્થરના દરેક એકમને ખાસ ઘડવાની પદ્ધતિ. એમાં પથ્થરની દરેક બાજુ એકબીજા સાથે બંધબેસી જાય તે રીતે ઘડી અને સપાટ કરવામાં આવે છે. તેથી દીવાલના બાંધકામમાં સુગમતા રહે છે. રેતિયા પથ્થરને આ રીતે ઘડવામાં આવે છે, જ્યારે ખડકાળ પથ્થરને ઘડવામાં નથી આવતા કારણ કે તેની મજબૂતાઈ તથા ભૂરચના ઘડતરકામ માટે અનુકૂળ નથી હોતાં.

રવીન્દ્ર વસાવડા