રવીન્દ્ર વસાવડા

આર્કિગ્રામ

આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક,…

વધુ વાંચો >

આર્ટ નૂવો

આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…

વધુ વાંચો >

આર્યક સ્તંભો

આર્યક સ્તંભો : સ્તૂપની વર્તુલાકાર પીઠિકાની ચારે દિશાએ નિર્ગમિત ઊંચા મંચ કરીને દરેક મંચ ઉપર પાંચ પાંચ સ્તંભો મૂકવામાં આવતા. આ સ્તંભોને આયક કે આર્યક સ્તંભો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સ્તૂપોની આ એક વિશેષતા છે. અમરાવતી અને નાગાર્જુનકોંડાના સ્તૂપમાં આ પ્રકારના આર્યક સ્તંભો આવેલા હતા. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

આસામનાં વાંસનાં ઘરો

આસામનાં વાંસનાં ઘરો : આસામમાં અનોખી શૈલીથી બનાવેલાં વાંસનાં ઘરો. ભારતના પૂર્વમાંના હિમાલય પર વાંસનાં જંગલો વિસ્તૃત છે. આને લઈને આસામના પ્રદેશમાં વાંસ લોકોને માટે એક અત્યંત સહેલાઈથી મળતો ઇમારતી માલસામાન છે. વાંસનો ઉપયોગ જીવન-જરૂરિયાતની લગભગ બધી જ જગ્યાએ અત્યંત કાબેલિયત સાથે લોકો કરે છે. વાંસનાં ઘરોની બાંધણી પણ અત્યંત…

વધુ વાંચો >

ઇગ્રેટ કિલ્લો

ઇગ્રેટ કિલ્લો : જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુના અગ્નિખૂણાના કિનારે હિમેજી શહેરમાં આવેલો કિલ્લો. હિમેજી હરિમા મેદાનના મધ્ય ભાગમાં હ્યોગો જિલ્લામાં આવેલું છે. તેનું બાંધકામ સોળમી સદીમાં થયેલું. આ કિલ્લો બાહ્ય આક્રમણથી રક્ષિત એક ભુલભુલામણી જેવો છે. તેની અંદરનાં મકાનો પથ્થરના પાયા પર કાષ્ઠઘટકોનાં બનેલાં છે. પથ્થરના પાયાને અંતર્ગોળ આકાર…

વધુ વાંચો >

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો (1628) : યમુના નદીને કિનારે આગ્રામાં જહાંગીરની બેગમ નૂરજહાંના પિતાની યાદગીરીમાં ઊભી કરાયેલી ઇમારત. એક રહેઠાણના માળખા પ્રમાણે બનાવવામાં આવેલી આ ઇમારત મુઘલ સમયની શૈલીમાં લાલ પથ્થરના વપરાશ પરથી શાહજહાંના સમય દરમિયાનના આરસપહાણના ઉપયોગ તરફનો ઝોક દર્શાવે છે. વચ્ચેના સમચોરસ ઓરડાની આજુબાજુ લંબચોરસ ઓરડા, ખૂણામાં નાની સમચોરસ…

વધુ વાંચો >

ઇબ્ન તુલુનની મસ્જિદ (કેરો)

ઇબ્ન તુલુનની મસ્જિદ, કૅરો (876-879) : ઇબ્ન તુલુનના ફુસ્તાનની ઉત્તરે અલ્-કતાઈમાં આવેલી જુમા મસ્જિદ. ઇબ્ન તુલુને લશ્કરી તાલીમ ઇરાકમાં મેળવેલી. તેથી સમારાની મસ્જિદની અસર તેના સ્થાપત્યમાં દેખાય છે. ઈંટેરી બાંધકામવાળી આ મસ્જિદમાં મુખ્યત્વે વિશાળ કમાનો છે. તેના દ્વારા તેના વચલા ભાગો પટાંગણમાં ખૂલે છે. ત્રણ બાજુએ પરસાળ છે. સમારાની મસ્જિદની…

વધુ વાંચો >

ઇબ્રાહીમનો રોજો

ઇબ્રાહીમનો રોજો : બીજાપુરના સુલતાન ઇબ્રાહીમ બીજાનો રોજો. તુર્ક અને ઈરાની મૂળ વંશના આદિલશાહી રાજવીઓએ આગવી સ્થાપત્યશૈલીની તેમના પાટનગર બીજાપુરની આજુબાજુ બંધાવેલ ઇમારતોમાં આ ઇમારત આગવી ભાત પાડે છે. એક બગીચાની અંદર બંધાવેલ ઇબ્રાહીમ બીજાની કબર અને મસ્જિદની ઇમારતો આ આગવી શૈલીનાં સુંદર ઉદાહરણો છે. નાના સ્તંભો પર કમાનો રચાયેલ…

વધુ વાંચો >

ઇમલો

ઇમલો : માળ; બાંધકામમાં ભોંયતળિયાથી છત સુધીનો ભાગ. તેને મકાનના એક ભાગ રૂપે ગણી શકાય. બાંધકામના માળખાનું આયોજન આ ભાગને અનુલક્ષીને જ કરવામાં આવે છે. ઇમારતી માલસામાન અને બાંધકામની રીત(કારીગરી)નું ધોરણ ઇમલાને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ઇમામબારા

ઇમામબારા : મહોરમને લગતી ક્રિયાઓ માટેની લખનૌની ઇમારત. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણીસમી સદીમાં મુઘલ સ્થાપત્યની શૈલીનો પ્રચાર ઓછો થયો. યુરોપીય દેશોની શૈલીનો તેમાં સમન્વય થઈ થોડા સમય માટે તે જીવંત રહી હતી. અવધ અને લખનૌમાં ખાસ કરીને અસફ-ઉદ્-દૌલાના સમય દરમિયાન (1775-95) એનું વિશાળ બાંધકામ હાથ પર લેવાયેલ. ઇમામબારા, તેની નજીક આવેલ…

વધુ વાંચો >