ઇગ્રેટ કિલ્લો

January, 2002

ઇગ્રેટ કિલ્લો : જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુના અગ્નિખૂણાના કિનારે હિમેજી શહેરમાં આવેલો કિલ્લો. હિમેજી હરિમા મેદાનના મધ્ય ભાગમાં હ્યોગો જિલ્લામાં આવેલું છે. તેનું બાંધકામ સોળમી સદીમાં થયેલું. આ કિલ્લો બાહ્ય આક્રમણથી રક્ષિત એક ભુલભુલામણી જેવો છે. તેની અંદરનાં મકાનો પથ્થરના પાયા પર કાષ્ઠઘટકોનાં બનેલાં છે. પથ્થરના પાયાને અંતર્ગોળ આકાર આપી તેના પર કાષ્ઠસ્થાપત્ય, સ્તંભો અને છાપરાંઓનો સમન્વય સાધી રચાયેલા આ પ્રકારના કિલ્લા 1550થી 1615 સુધી જાપાનમાં ખૂબ પ્રચલિત હતા. અંગ્રેજીમાં તે white haron castle કહેવાય છે. 1615 પછી આ જાતનું સ્થાપત્ય તે વખતની સરકારે બંધ કરાવ્યું હતું.

Himeji Castle with cherry blossoms from front

ઇગ્રેટ કિલ્લો

સૌ. "Himeji Castle with cherry blossoms from front" | CC BY-SA 4.0

 

રવીન્દ્ર વસાવડા