રમતગમત

હઝારે વિજય

હઝારે, વિજય (જ. 11 માર્ચ 1915, સાંગલી, મહારાષ્ટ્ર; અ. 18 ડિસેમ્બર 2004, વડોદરા) : ભારતીય ટેસ્ટ ક્રિકેટને વડોદરાએ જે કેટલાક ઝમકદાર ક્રિકેટરો આપ્યા, તેમાંના એક અગ્રેસર ક્રિકેટર. પૂરું નામ વિજય સેમ્યુઅલ હઝારે. તેઓ ખ્રિસ્તી હતા. ગાયકવાડ સ્ટેટમાં નોકરી અર્થે વડોદરા આવ્યા બાદ, તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા. વિજય હઝારે…

વધુ વાંચો >

હટન લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ)

હટન, લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ) (જ. 1916, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1990) : ઇંગ્લૅન્ડના અગ્રણી ક્રિકેટ-ખેલાડી,  પૂર્વ કપ્તાન અને બીજા વિશ્વયુદ્ધ પછી ક્રિકેટ-ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બૅટ્સમૅન. લેન હટન 1953માં ‘ઍશીઝ’ પાછી મેળવનાર ટીમનું કપ્તાનપદ તેમણે સંભાળ્યું હતું. તે ઇંગ્લૅન્ડના સૌપ્રથમ વ્યવસાયી કપ્તાન લેખાયા. તેમણે પોતાની કાઉન્ટી યૉર્કશાયર વતી…

વધુ વાંચો >

હથોડાફેંક (hammer throw)

હથોડાફેંક (hammer throw) : મૂળ શક્તિની રમત ગણાતી, પણ હવે કલા બની ગયેલી એક રમત. તેમાં ભાગ લેનાર રમતવીરને ઓછામાં ઓછું 7.257 કિલોગ્રામનું વજન ધરાવતો લોખંડનો ગોળો સપાટ, સ્વચ્છ અને કોઈ પણ જાતના અવરોધ વિના ફેંક પ્રદેશમાંથી ફેંકવાનો હોય છે. પકડની અંદરથી માપતાં હથોડાની લંબાઈ ઓછામાં ઓછી 117.5 સેમી. અને…

વધુ વાંચો >

હનીફ મોહમંદ

હનીફ, મોહમંદ (જ. 1934, જૂનાગઢ, ભારત) : સૌથી નાની વયે ટેસ્ટ મૅચ રમવાનો વિક્રમ નોંધાવનારા પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી, શ્રેષ્ઠ બૅટ્સમૅન અને પૂર્વ કપ્તાન. ટેસ્ટમાં રમનારા 5 ભાઈઓમાંના તે એક છે. પ્રથમ કક્ષાની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે કરાંચીમાં કર્યો. 16 વર્ષની વયે. 1957–58માં વેસ્ટ ઇંડિઝ સામે તેમણે 970 મિનિટમાં 337 રન…

વધુ વાંચો >

હમ્પી કોનેરુ

હમ્પી, કોનેરુ (જ. 1987, સ્થળ ગુડી, જિલ્લો વિજયવાડા, આંધ્ર-પ્રદેશ) : શેતરંજની રમતમાં માત્ર ચૌદ વર્ષની ઉંમરે વિશ્વસ્તરનું વિજેતાપદ હાંસલ કરનાર ભારતની સૌથી નાની ઉંમરની મહિલા ગ્રાન્ડમાસ્ટર. પિતાનું નામ અશોક કોનેરુ જેઓ રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક હતા અને માતાનું નામ લતા. તેલુગુ ભાષામાં હમ્પી એટલે વિજેતા. તે નાની હતી ત્યારથી જ ભવિષ્યમાં શેતરંજની…

વધુ વાંચો >

હિલેરી એડમન્ડ (સર)

હિલેરી, એડમન્ડ (સર) (જ. 1919, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ; અ. 11 જાન્યુઆરી 2008) : વિશ્વના સૌથી ઊંચાપર્વત માઉન્ટ એવરેસ્ટ  ગૌરીશંકર શિખર પર સૌપ્રથમ પદાર્પણ કરનાર માનવબેલડીમાંના એક પર્વતખેડુ. બીજા હતા શેરપા તેનસિંગ નોરગે. 1953માં સર એડમન્ડ હિલેરી અને ભારતના શ્રી શેરપા તેનસિંગ નોરગેએ 29 મે 1953, સવારના 11–30 વાગ્યે આ શિખર પર…

વધુ વાંચો >

હિંગિસ માર્ટિના

હિંગિસ, માર્ટિના (જ. 30 સપ્ટેમ્બર 1980, કોસિસ, સ્લોવાકિયા, હંગેરી) : મહિલા ટેનિસમાં વિશ્વમાં લાંબામાં લાંબા સમય સુધી સર્વોચ્ચ ક્રમ ધરાવતી, એકલ મહિલા સ્પર્ધાઓમાં પાંચ ગ્રૅન્ડ સ્લૅમ વિજય ધરાવતી અને મહિલા ટેનિસમાં સૌથી નાની ઉંમરમાં ઘણા વિશ્વવિક્રમો પ્રસ્થાપિત કરતી નિવૃત્ત મહિલા ખેલાડી. પિતાનું નામ કારોલ હિંગિસ જેઓ હંગેરિયન મૂળના હતા અને…

વધુ વાંચો >

હૅટ્રિક (હૅટ-ટ્રિક)

હૅટ્રિક (હૅટ-ટ્રિક) : ક્રિકેટ મૅચમાં કોઈ બૉલર તેની આઠ કે છ બૉલની એક ઓવરમાં સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટો ઝડપે તે ઘટના. આધુનિક ક્રિકેટમાં ‘હૅટ્રિક’નો વિસ્તાર કરવામાં આવ્યો હોઈ, ‘ઓવરની કન્ટિન્યૂઇટી’ને પણ હૅટ-ટ્રિક કહેવામાં આવે છે; શરત એ કે બે સળંગ ઓવરમાં તેણે ત્રણ સળંગ વિકેટો લીધેલી હોવી જોઈએ. માર્ચ…

વધુ વાંચો >

હેડલી રિચાર્ડ (જૉન) (સર)

હેડલી, રિચાર્ડ (જૉન) (સર) (જ. 1951, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : નામી ક્રિકેટ-ખેલાડી. તેમણે પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દીનો 1971–72માં કૅન્ટરબરીની ટીમથી પ્રારંભ કર્યો. 1973માં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ટેસ્ટ મૅચમાં કુલ 3124 રન બનાવ્યા. તે જમણેરી ઝડપી ગોલંદાજ છે અને ડાબેરી ક્રિકેટ-ખેલાડી છે. તે નૉટિંગહૅમશાયર તથા ટાસ્માનિયા માટે પણ…

વધુ વાંચો >

હૉકી અને આઇસ-હૉકી

હૉકી અને આઇસ-હૉકી : ઑલિમ્પિક સ્તરની ભારતની રાષ્ટ્રીય રમત. જે રમતે વિશ્વસ્તર પર ભૂતકાળમાં રમતગમત ક્ષેત્રે ભારતને જે માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવ્યાં છે તેમાં ભૂતકાળમાં હૉકીમાં મેળવેલી સિદ્ધિઓનો મોટો ફાળો છે. અર્વાચીન હૉકીનું જન્મસ્થળ ઇંગ્લૅન્ડ ગણાય છે, છતાં ભારતે આ રમતમાં મેળવેલી સિદ્ધિઓને કારણે તેને ‘રાષ્ટ્રીય રમત’ તરીકે માન્યતા…

વધુ વાંચો >