સ્નૉબૉબ બેટી (જ. 1906; અ. 1988) : ઇંગ્લૅન્ડનાં મહિલા ક્રિકેટ-ખેલાડી અને ઊંચી કક્ષાનાં વિકેટકીપર. બર્ટ ઓલ્ડફીલ્ડ સાથે તેમની સરખામણી થતી હતી. 1935માં સિડની ખાતે ઇંગ્લૅન્ડ વતી ઑસ્ટ્રેલિયા સામેની 10 ટેસ્ટમાં 21 વિકેટ (13 કૅચ, 8 સ્ટમ્પિંગ) ઝડપી હતી. વળી, પ્રારંભિક (opening) ખેલાડી તરીકે તેમણે નામના મેળવી હતી.

સ્નૉબૉબ બેટી

 તેમાં 222 મિનિટમાં 189 રનનો જુમલો એ કોઈ પણ આંગ્લ ખેલાડીએ કરેલો સૌથી મોટો જુમલો હતો; એ જુમલામાં 22 ચોગ્ગા હતા; વળી ન્યૂઝીલૅન્ડ સામેની 1985ની એ મૅચમાં બીજી વિકેટની 235 રનની વિક્રમરૂપ ભાગીદારીમાં તેમનો મોટો હિસ્સો હતો. 1934થી 1948 સુધી તેઓ ઇંગ્લૅન્ડના વાઇસ-કૅપ્ટન રહ્યાં હતાં.

મહેશ ચોકસી