રમતગમત

જલસ્પર્ધા (aquatics)

જલસ્પર્ધા (aquatics) : પાણીની અંદર યા પાણીની સપાટી પર થતી રમતની સ્પર્ધા. આના મુખ્ય વિભાગ તરણ-ડૂબકી સ્પર્ધા તથા નૌકા(જલયાન) સ્પર્ધા છે. 1. તરણસ્પર્ધા : ‘તરણ’ યા ‘તરવું’ શબ્દ શરીરની પાણીની સપાટી પરની સામાન્ય સ્થિતિ-ગતિ દર્શાવે છે. માનવશરીરની વિશિષ્ટ ઘનતા (સ્પેસિફિક ગ્રેવિટી) એકંદરે 0.95થી 1 સુધીની ગણાય છે, તેથી માણસ માટે…

વધુ વાંચો >

જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી

જવાહરલાલ નેહરુ ચેલેન્જ ટ્રૉફી : ભારતના મહાન સપૂત પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યસ્મૃતિમાં 1954માં દિલ્હી મુકામે અખિલ ભારત જવાહરલાલ નેહરુ હૉકી સ્પર્ધાની શરૂઆત થઈ. હૉકીમાં રસ લેતી સંસ્થાઓ અને હૉકીના ખેલાડીઓના અનેરા ઉત્સાહને લઈને 1964માં 24 ટુકડીઓએ ભાગ લીધો, જેમાં તે વખતની દેશની સારામાં સારી ગણાતી ટુકડીઓનો સમાવેશ હતો. 1965માં આ…

વધુ વાંચો >

જાડેજા, અજય

જાડેજા, અજય (જ. 1 ફેબ્રુઆરી 1971, જામનગર) : જમણેરી મિડિયમ ફાસ્ટ બૉલર અને ફિલ્ડર. નવા નગરના શાહી કુટુંબમાંથી આવનાર અજય જાડેજા ભારત તરફથી ટેસ્ટ અને વનડેમાં રમ્યા છે. શરૂઆતનું શિક્ષણ ભારતીય વિદ્યાભવન, દિલ્હીથી અને કૉલેજનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી લેનાર જાડેજાએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત હરિયાણા તરફથી રણજી ટ્રૉફી રમી…

વધુ વાંચો >

જાડેજા, રવીન્દ્ર

જાડેજા, રવીન્દ્ર (જ. 6 ડિસેમ્બર 1988, નવાગામ) : ટેસ્ટ ક્રિકેટના વિશ્વના વર્તમાન સમયના સર્વશ્રેષ્ઠ ઓલ- રાઉન્ડર. 4 માર્ચ, 2022ના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના મેદાન ઉપર શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાઈ. ભારત તરફથી સૌ પ્રથમ વખત સુકાનીપદ સંભાળતા રોહિત શર્માએ ટૉસ જીતી પ્રથમ બૅટિંગ પસંદ કરી. સારી શરૂઆત પછી…

વધુ વાંચો >

જાધવ, ખાશાબા

જાધવ, ખાશાબા (જ. 14 જાન્યુઆરી 1924, કરાડ; અ. ઑગસ્ટ 1984, કરાડ) : ભારતના અગ્રણી કુસ્તીવીર અને ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ભારતને હૉકીની રમત બાદ કરતાં પ્રથમ પદક મેળવી આપનાર વિજેતા. જન્મ કરાડ નજીકના ગોળેશ્વર ગામડામાં. શરૂઆતનું શિક્ષણ કરાડ ખાતે. ઑલિમ્પિક અને ભારતમાં થતી કુસ્તી-સ્પર્ધાઓમાં સતત સક્રિય હોવાને કારણે કુસ્તીમાંથી નિવૃત્ત થયા બાદ…

વધુ વાંચો >

જિમ્નેશિયમ

જિમ્નેશિયમ : ખાસ કરીને પાશ્ચાત્ય સ્થાપત્યમાં રમત અને અંગ-કસરત માટે બાંધેલી ઇમારતોનો સમૂહ. અંગ-કસરત અને શરીરસૌષ્ઠવની ક્રિયાઓ માટેના આયોજનવાળી ઇમારતો ‘જિમ’ અથવા ‘જિમ્નેશિયમ’ નામે ઓળખાય છે. ભારતીય સંદર્ભમાં ‘અખાડા’ આની સરખામણીમાં આવે. જિન્મેશિયમની ઇમારતોમાં ફરસ અને પ્રેક્ષકોના સમાવેશની બાબત ખાસ ધ્યાન માગી લે છે. હાલના સંદર્ભમાં શારીરિક કૌશલ કેળવવા માટે…

વધુ વાંચો >

જુલે રીમે કપ

જુલે રીમે કપ : દુનિયાની સૌથી લોકપ્રિય લેખાતી રમત ફૂટબૉલ માટેનો વિશ્વકપ. શરૂઆત 1930માં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ફેડરેશન દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વિશ્વકપ યોજવાનું તેમજ જીતવાનું શ્રેય ઉરુગ્વેને જાય છે. આ વિશ્વકપ શરૂ કરવાનો મુખ્ય યશ ફ્રાન્સના 2 ફૂટબૉલપ્રેમી જુલે રીમે તથા હેન્રી ડિલોનેના ફાળે જાય છે. જુલે રીમે 30…

વધુ વાંચો >

જૂડો

જૂડો : વિશ્વમાં પ્રસાર પામેલી મલ્લયુદ્ધ પ્રકારની જાપાનની લોકપ્રિય રમત. નિ:શસ્ત્ર અવસ્થામાં આત્મરક્ષા માટે પ્રયોજાતી 2000 વર્ષ જૂની જ્યુજિત્સુ નામની યુદ્ધકલામાંથી તેનો ઉદભવ થયો. ચીન, જાપાન અને તિબેટના બૌદ્ધ સાધુઓને વિહાર-સમયે હિંસા વિના આત્મરક્ષા અર્થે તૈયાર રહેવાની આવશ્યકતામાંથી આ કલા વિકાસ પામી. જિગોરો કાનો (1860–1938) નામના જ્યુજિત્સુનિષ્ણાતે 1882માં આ રમતને…

વધુ વાંચો >

જેન્ટલ, આર. એસ.

જેન્ટલ, આર. એસ. (જ. 22 સપ્ટેમ્બર 1922, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1981) : હૉકીના ભારતીય ખેલાડી. પૂરું નામ રણધીરસિંહ જેન્ટલ. શરૂઆતમાં દિલ્હીની ઇન્ડિપેન્ડન્ટ સ્પૉર્ટ્સ ક્લબ તરફથી રમતા હતા. 1942માં દિલ્હી તરફથી રાષ્ટ્રીય હૉકી પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દિલ્હીને રાષ્ટ્રીય વિજેતા બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો. 1944થી 1947 સુધી દિલ્હીનું પ્રતિનિધિત્વ અને…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >