રમણિકભાઈ મ. શાહ

જીવવિચાર (સોળમી સદી આશરે)

જીવવિચાર (સોળમી સદી આશરે) : જીવવિચાર અથવા જીવવિચાર પ્રકરણ. જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 51 ગાથાઓમાં રચાયેલ લઘુ પ્રકરણ. કૃતિની 50મી ગાથામાં કર્તાનું નામ શાન્તિસૂરિ હોવાનું શ્લેષથી સૂચિત થાય છે. તે સિવાય કર્તા વિશે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. વિન્ટર્નિત્ઝે કર્તાનો સ્વર્ગવાસ-સમય 1039 હોવાનું લખ્યું છે પરંતુ તે વિચારણીય છે. આ…

વધુ વાંચો >

જીવાજીવાભિગમસુત્ત

જીવાજીવાભિગમસુત્ત : જૈન શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમગ્રંથોમાં ગણાતું ત્રીજું ઉપાંગ. તેના ટીકાકાર મલયગિરિએ તેને સ્થાનાંગસૂત્રનું ઉપાંગ ગણાવ્યું છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર ગૌતમના પ્રશ્નોત્તર રૂપે જીવ અને અજીવના ભેદપ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે. આ ઉપાંગ પર પૂર્વાચાર્યોએ ટીકાઓ લખી હતી પરંતુ તે ગંભીર અને સંક્ષિપ્ત હોવાથી દુર્બોધ હતી. આથી મલયગિરિ…

વધુ વાંચો >

જૈન કર્મસાહિત્ય

જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ…

વધુ વાંચો >

જૈન પ્રબંધસાહિત્ય

જૈન પ્રબંધસાહિત્ય : એક પ્રકારનું ઐતિહાસિક કે અર્ધઐતિહાસિક કથાનક તે પ્રબંધ. તે સમગ્ર પ્રાકૃત કે સંસ્કૃત ગદ્ય અને ક્વચિત્ પદ્યમાં રચાયેલું હોય છે. ‘પ્રબંધચિંતામણિ’, ‘પ્રબંધકોશ’, ‘ભોજપ્રબંધ’, ‘વિવિધ તીર્થકલ્પ’, ‘પ્રભાવકચરિત્ર’, ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ વગેરે ગ્રંથો આ પ્રકારના સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબંધકોશકાર રાજશેખરસૂરિએ ‘ભગવાન મહાવીર પછીના વિશિષ્ટ પુરુષોનાં વૃત્તો એટલે પ્રબંધ’ તેવી પ્રબંધની…

વધુ વાંચો >

જૈન લાક્ષણિક સાહિત્ય

જૈન લાક્ષણિક સાહિત્ય : વિવિધ શાસ્ત્રોને લગતા જૈન લેખકોએ રચેલા ગ્રંથો. પ્રાચીન ભારતની જ્ઞાન-વિજ્ઞાનની બધી શાખાઓમાં જૈનોનું આગવું પ્રદાન રહ્યું છે. લાક્ષણિક કે શાસ્ત્રીય સાહિત્યમાં પણ જૈનોનું પ્રદાન ગણનાપાત્ર છે. વ્યાકરણ, અલંકાર, કોશ, છંદ જેવા ભાષા-સાહિત્યશાસ્ત્રના વિષયો હોય કે નાટ્ય, સંગીત, શિલ્પ, ચિત્ર, વાસ્તુ જેવી કળાઓ હોય; ગણિત, જ્યોતિષ કે…

વધુ વાંચો >

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય

જૈન સ્તુતિ-સ્તોત્ર સાહિત્ય : પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ રાશિમાં રચાયેલું સ્તોત્રસાહિત્ય. જૈન ધર્મમાં કોઈ જગત્કર્તા ઈશ્વરને માન્યો નથી; પરંતુ કર્મક્ષય દ્વારા મુક્ત થયેલા અને અન્યને મુક્તિ અપાવનાર તારક તીર્થંકરોને ઈશ્વર જેટલું મહત્વ અપાય છે. આમ, જૈનોના સ્તોત્રસાહિત્યમાં મુખ્યત્વે વિવિધ તીર્થંકરોની સ્તુતિ કે ગુણવર્ણન જોવા મળે છે.…

વધુ વાંચો >

મહાવીર સ્વામી

મહાવીર સ્વામી (જ. ઈ. પૂ. 599, ક્ષત્રિયકુંડપુર; નિર્વાણ : ઈ. પૂ. 527, પાવાપુરી, બિહાર) : જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર. તેમનું જન્મસ્થળ ક્ષત્રિયકુંડપુર એ પટણાથી થોડા માઈલ દૂર આવેલું આજનું બસાડ ગામ હોવાનું ઇતિહાસકારો માને છે. મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશીય ક્ષત્રિય હતા. માતા…

વધુ વાંચો >