રમણિકભાઈ મ. શાહ
કાવ્યસાહિત્ય (પ્રાકૃત)
કાવ્યસાહિત્ય (પ્રાકૃત) : ઈ. સ.ની પહેલી સદીથી અઢારમી સદી સુધીમાં વિકાસ પામેલું પ્રાકૃત કાવ્યસાહિત્ય. સંસ્કૃત મહાકાવ્યોની શૈલીના પ્રભાવ નીચે વિકસેલા આ સાહિત્યમાં શૃંગારરસને અને છન્દોબદ્ધ પદ્ય તેમજ મુક્તક કાવ્યસ્વરૂપને ઉચિત સ્થાન મળ્યું છે. એમાં ક્વચિત્ ગેયતત્વનો પણ સમાવેશ થયો છે. આ સાહિત્યની નોંધપાત્ર રચનાઓ નીચે મુજબ છે : (1) ‘ગાહાસત્તસઈ’…
વધુ વાંચો >કુમારપાલચરિયં
કુમારપાલચરિયં (કુમારપાલચરિત) (બારમી સદીનો ઉત્તરાર્ધ) : પરમાર્હત કુમારપાળની એક દિવસની જીવનચર્યાનું પ્રાકૃત ભાષામાં કરેલું કાવ્યાત્મક વર્ણન. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે તેમાં શિરમોર સમાન છે, તેમનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. પોતાના આ મહાવ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ તેમણે સૂત્રોમાં આપ્યું છે. આ વ્યાકરણ-સૂત્રોમાં પ્રતિપાદિત…
વધુ વાંચો >ચંદ્રપ્રભ
ચંદ્રપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના આઠમા તીર્થંકર. તે અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયા. ભારતક્ષેત્રના ચન્દ્રપુરી નગરીના ઇક્ષ્વાકુવંશીય રાજા મહાસેનના તે પુત્ર. તેમનાં માતાનું નામ લક્ષ્મણા કે લક્ષણા હતું. જૈન શાસ્ત્રો મુજબ વૈજયન્ત નામક દેવવિમાન(સ્વર્ગ)માંથી ચૈત્ર વદ પંચમીના દિને ચ્યવિત થઈ તે માતા લક્ષ્મણાની કુક્ષિમાં આવ્યા હતા અને પોષ વદ બારસના…
વધુ વાંચો >છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ)
છક્કમ્મોવએસ (ષટ્કર્મોપદેશ) : અપભ્રંશ ભાષામાં સંધિબદ્ધ જૈન ઉપદેશાત્મક કાવ્યકૃતિ. કર્તા અમરકીર્તિ નામક માથુરસંઘીય દિગમ્બર આચાર્ય. ગૂર્જર-વિષયના મહિયડ દેશમાં ગોદહય (હાલનું ગોધરા) નગરમાં, ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના શાસનમાં, વિ. સં. 1247 (ઈ. સ. 1190)માં રચના કર્યાનું કવિએ કૃતિની અંતિમ પ્રશસ્તિમાં નોંધ્યું છે. સમગ્ર રચના તેમણે એક માસમાં પૂર્ણ કરી હતી તેમ…
વધુ વાંચો >જયધવલા
જયધવલા : કષાયપ્રાભૃત પરની આચાર્ય વીરસેનકૃત પ્રાકૃત-સંસ્કૃતમિશ્ર વ્યાખ્યા. દિગમ્બર જૈન સંપ્રદાયમાં આગમ રૂપે માન્ય 2 ગ્રંથો છે : (1) કર્મપ્રાભૃત અને (2) કષાયપ્રાભૃત. આ બન્ને પર વીરસેન આચાર્યની અતિ મહત્વપૂર્ણ બૃહત્કાય વ્યાખ્યાઓ મળે છે; કર્મપ્રાભૃતની વ્યાખ્યા ધવલા નામે, કષાયપ્રાભૃતની જયધવલા નામે. આર્યનન્દિના શિષ્ય ચન્દ્રસેનના પ્રશિષ્ય વીરસેન આચાર્યનો સમય ધવલા–જયધવલાની પ્રશસ્તિઓ…
વધુ વાંચો >જસહરચરિઉ (યશોધરચરિત)
જસહરચરિઉ (યશોધરચરિત) : મહાકવિ પુષ્પદન્ત (દશમી સદી) વિરચિત 4 સંધિમાં બદ્ધ અપભ્રંશ કાવ્ય. યશોધરની કથા જૈન સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધ છે. જસહરચરિઉ પૂર્વે અને પછી અનેક કથાઓ અને કાવ્યો આ વિષય ઉપર રચાયેલાં મળે છે. સોમદેવરચિત પ્રસિદ્ધ યશસ્તિલકચમ્પૂ(સંસ્કૃત)નો વિષય પણ આ જ છે. પુષ્પદન્તે જસહરચરિઉની રચના રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણરાજ તૃતીયના મંત્રી…
વધુ વાંચો >જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ)
જંબુદ્દીવપણ્ણત્તિ (જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ) : શ્વેતામ્બરમાન્ય અર્ધમાગધી આગમોના છઠ્ઠા અંગ નાયાધમ્મકહાઓ-(જ્ઞાતાધર્મકથાઓ)નું છઠ્ઠું ઉપાંગ. તેનો વિષય તેના નામ મુજબ જંબુદ્વીપનો પરિચય આપવાનો છે. આચાર્ય મલયગિરિએ આ ઉપાંગ પર ટીકા લખી હતી; પરંતુ કાળબળે નાશ પામી. ત્યારબાદ બાદશાહ અકબરને પ્રતિબોધ આપનાર આ. હીરવિજયસૂરિજીના શિષ્ય શાંતિચન્દ્ર ઉપાધ્યાયે ગુરુઆજ્ઞાથી વિ. સં. 1650માં પ્રમેયરત્નમંજૂષા નામે ટીકા રચી…
વધુ વાંચો >જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ)
જંબુદ્દીવપણ્ણત્તિસંગહો (જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસંગ્રહ) : શૌરસેની પ્રાકૃત ભાષાબદ્ધ પદ્યગ્રંથ. આ 2889 ગાથાના રચયિતા દિગમ્બર મુનિ પદ્મનંદિ છે. તે બલનંદિ પંચાચાર પરિપાલક આચાર્ય વીરનંદિના શિષ્ય તરીકે પોતાને ઓળખાવે છે. પારિયત્ત (પારિયાત્ર) દેશ અંતર્ગત આવેલ વારા નામે નગરમાં તેમણે આ ગ્રંથની રચના કરી હતી તેવો ઉલ્લેખ ગ્રંથની પ્રશસ્તિમાં છે. જૈન વિદ્વાન સ્વ. પં. નાથુરામ…
વધુ વાંચો >જંબુસામિચરિઉ (ઈ. 1020)
જંબુસામિચરિઉ (ઈ. 1020) : શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર સુધર્મસ્વામીના શિષ્ય જંબુસ્વામીના જીવનચરિત્રને વિષય બનાવતું અપભ્રંશ ભાષામાં 11 સંધિમાં રચાયેલું કાવ્ય. વીરકવિએ તેની રચના વિ. સં. 1076ના મહા સુદિ પાંચમના દિવસે પૂર્ણ કરી હતી. કાવ્યની પ્રશસ્તિમાં કવિએ સ્વપરિચય આપ્યો છે તેનાથી જાણી શકાય છે કે તેના પિતાનું નામ દેવદત્ત હતું.…
વધુ વાંચો >