રજનીકુમાર પંડ્યા
કર્ણાટકી અમીરબાઈ
કર્ણાટકી, અમીરબાઈ [જ. 19 ફેબ્રુઆરી 1912, બોળગી (કર્ણાટક); અ. 7 માર્ચ 1965, મુંબઈ] : જાણીતાં નાયિકા. મૅટ્રિક ઉત્તીર્ણ. વણકર પિતાની પાંચ પુત્રીઓ પૈકી મોટાં ગૌહરબાઈ મુંબઈમાં ચલચિત્રોનાં અભિનેત્રી અને બીજાં અહલ્યાબાઈ રેડિયોમાં ગાયિકા હોવાના લીધે અમીરબાઈ પંદર વર્ષની વયે કામ મેળવવા મુંબઈ આવ્યાં. સૌપ્રથમ ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ સંસ્થાએ એમની કવ્વાલીની…
વધુ વાંચો >કર્મ (ચિત્રપટ)
કર્મ (ચિત્રપટ) : એકસાથે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉતારેલું પ્રથમ બોલપટ. હિમાંશુ રાય ઇંડો-ઇંટરનેશનલ ટૉકીઝ, બૉમ્બેના ઉપક્રમે બનેલું વેશભૂષાપ્રધાન બોલપટ. તે ઇંગ્લૅન્ડના સહયોગમાં બનેલું પ્રથમ ચલચિત્ર હતું. અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષાઓમાં બનેલા આ બોલપટનું અંગ્રેજી નામ ‘ફેઈટ’ અને હિંદીમાં એનું બીજું નામ ‘નાગિન કી રાગિની’ હતું. બે…
વધુ વાંચો >કલ્યાણજી-આણંદજી
કલ્યાણજી-આણંદજી (જ. કલ્યાણજી 30 જૂન 1928, કુંદરોડી, કચ્છ; અ. 24 ઑગસ્ટ 2000; જ. આણંદજી 2 માર્ચ 1933, કુંદરોડી, કચ્છ-) : હિંદી ચલચિત્રજગતની સંગીત-દિગ્દર્શક જોડી. કચ્છના કુંદરોડી ગામના પણ પાછળથી મુંબઈમાં સ્થાયી થયેલ જૈન વણિક વ્યાપારી વીરજી પ્રેમજી શાહ અને હંસબાઈ વીરજી શાહના પુત્રો. બાળપણથી જ બંનેએ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવી…
વધુ વાંચો >કાગઝ કે ફૂલ
કાગઝ કે ફૂલ (રજૂઆત – 1959) : ભારતનું પ્રથમ સિનેમાસ્કોપમાં ઉતારાયેલું ગુરુદત્ત ફિલ્મ્સનું શ્વેતશ્યામ ચલચિત્ર. મુખ્ય કલાકારોમાં ગુરુદત્ત ઉપરાંત વહીદા રહેમાન, બેબી નાઝ, જૉની વૉકર, મહેશ કૌલ, વીણા, મહેમૂદ વગેરે હતાં. સંગીતકાર સચિનદેવ બર્મન અને ગીતકાર શાયર કૈફી આઝમી. સંગીતમાં પ્રલંબસ્વરો અને સમૂહ-સ્વરોનો ઉત્તમ પ્રયોગ થયો હતો. ગાયક કલાકારો મોહમ્મદ…
વધુ વાંચો >કિસ્મત
કિસ્મત (1942) : બૉમ્બે ટૉકિઝનું હિન્દી ચલચિત્ર (1942). આ ચિત્રે કોલકાતાના એક થિયેટરમાં સળંગ ત્રણ વરસ અને આઠ માસ લગી રજૂ થઈને વિક્રમ સર્જ્યો. જ્ઞાન મુખર્જી દ્વારા નિર્દેશન. શેખર નામના એક ધૂર્ત યુવાન અને રાણી નામની પગે ખોડવાળી મુગ્ધાના આકસ્મિક મિલન પછી આરંભાતી કથા નાટકીય ઘટનાચક્ર ઉપર આધારિત હતી. બંને…
વધુ વાંચો >કે. લાલ
કે. લાલ (જ. 10 એપ્રિલ 1924, માવજંજીવા, બગસરા [સૌરાષ્ટ્ર]; અ. 23 સપ્ટેમ્બર 2012, અમદાવાદ) : વિશ્વવિખ્યાત ભારતીય જાદુગર. મૂળ નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા. કૉલકાતામાં પરિવારના કાપડના વ્યવસાયને કારણે ત્યાં ઉછેર અને શાળાકીય શિક્ષણ પામનાર કે. લાલે નાનપણથી જ જાદુકલા પ્રત્યે આકર્ષાઈને ઠેર ઠેર ફરીને એનો અભ્યાસ કર્યો અને માત્ર 15…
વધુ વાંચો >કોટક – વજુ
કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને…
વધુ વાંચો >ચિત્રલેખા
ચિત્રલેખા : ગુજરાતી સાપ્તાહિક પત્ર. સિનેપટકથા અને નવલકથાલેખક વજુ કોટકે માત્ર 10,101 નકલોના ફેલાવા સાથે મુંબઈથી 1950ની 22મી એપ્રિલે શરૂ કરેલું. 1970માં 22,500, 1975માં 1,40,000 પરથી 1982માં 2,00,000 અને 1990માં 3,25,000 ઉપરના ફેલાવાને આંબી જનાર આ સાપ્તાહિક એક પોતે જ ઊભા કરેલા મૌલિક સ્વરૂપના સામગ્રી-સમુચ્ચયનું સામયિક છે. વૈવિધ્યપૂર્ણ માહિતીલેખો, ધારાવાહી…
વધુ વાંચો >જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’
જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’ (જ. 6 સપ્ટેમ્બર 1918, કૉલકાતા; અ. 3 સપ્ટેમ્બર, 2003, મુંબઈ) : હિંદી સુગમ સંગીતના વિખ્યાત ગાયક તથા સ્વરરચનાકાર. પિતા જતીન્દ્રનાથ મિત્રના પચીસ વરસની વયે થયેલા અવસાન પછી એક મહિને જન્મેલા જગમોહનનું મૂળ વતન માલાગ્રામ. મૂળ નામ જગન્મય. બંગાળના રાજકુટુંબના દિગંબર મિત્રના પારિવારિક વંશજ એવા જગમોહનની નિસર્ગદત્ત સંગીતપ્રતિભા…
વધુ વાંચો >ઠાકર, રમેશ
ઠાકર, રમેશ (જ. 27 જૂન 1931, વડોદરા) : ગુજરાતના તસવીરકાર-ચિત્રકાર અને કલાસંગ્રાહક; ટપાલ-ટિકિટસંગ્રાહક, હસ્તાક્ષરસંગ્રાહક તેમજ સંગીત-સંગ્રાહક. ગુજરાતના વઢવાણ શહેરના વતની. ફોટોગ્રાફર પિતા તથા કલાચાહક દેશપ્રેમી વડીલ બંધુ ભૂપતભાઈની પ્રેરણાથી માત્ર અગિયાર વર્ષની વયે ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો. 1943માં કરાંચી રહેવા જવાનું થતાં અનેક રાષ્ટ્રીય નેતાઓને મળવાનું અને સાંભળવાનું બન્યું.…
વધુ વાંચો >