રજનીકુમાર પંડ્યા

દેસાઈ, ઉમાકાન્ત

દેસાઈ, ઉમાકાન્ત (જ. 13 જૂન 1908, પેટલાદ, જિ. ખેડા; અ. 25 જાન્યુઆરી 2007) : હિંદી તથા ગુજરાતી ચલચિત્રોના અભિનેતા. મૂળ સંખેડાના વતની, પણ 1927થી મુંબઈમાં વસેલા. ભાવપવ્રણ અભિનય અને મોહક ચહેરાથી જાણીતા આ અભિનેતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જોયેલા એકમાત્ર ચલચિત્ર ‘રામરાજ્ય’(1944)માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને વિશેષ ખ્યાતિપ્રાપ્ત બન્યા. ગુજરાતી ભાષાના પ્રથમ…

વધુ વાંચો >

પાઠક રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’)

પાઠક, રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’) (જ. 30 જૂન 1922, રાજગઢ (ગોઠ), પંચમહાલ) : રેશનાલિઝમ પરત્વે પ્રતિબદ્ધ એવા ગુજરાતી લેખક. તેઓ વાર્તાકાર, હાસ્યકાર, ચિંતનાત્મક અને લલિત નિબંધોના લેખક ઉપરાંત વિવેચક, ભાષાવિજ્ઞાની, અનુવાદક અને નવલકથાકાર પણ હતા. સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાવાને કારણે અભ્યાસમાં વિક્ષેપ પછી 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.. અધ્યાપકીય કારકિર્દી સ્વીકારવાના લક્ષ્ય સાથે જૂન,…

વધુ વાંચો >

પાઠક સરોજ રમણલાલ (‘વાચા’)

પાઠક, સરોજ રમણલાલ (‘વાચા’) (જ. 1 જૂન 1929, જખઉ (કચ્છ); અ. 16 એપ્રિલ 1989, બારડોલી) : ગુજરાતી ભાષાનાં પ્રથમ પંક્તિનાં મહિલા  વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યવિદ. પિતાનું નામ ભાટિયા નારણદાસ ઉદ્દેશી. ઉછેર મોટેભાગે મુંબઈની સાવ સામાન્ય ભરચક ચાલીમાં. ઘરગથ્થુ ડાયરી-લેખનથી લખવાની શરૂઆત; આગળ જતાં જયંત પાઠક, રમણ પાઠક ‘વાચસ્પતિ’ જેવા નવલોહિયા…

વધુ વાંચો >

પુનાતર રતિભાઈ

પુનાતર, રતિભાઈ (જ. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં…

વધુ વાંચો >

પ્રદીપ

પ્રદીપ (જ. 6 ફેબ્રુઆરી 1915, બડનગર, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 11 ડિસેમ્બર 1998, મુંબઈ) : હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પરંતુ ‘પ્રદીપ’ નામથી વધુ જાણીતા થયા. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ ઓગણીસમી સદીના અંતમાં ફાટી નીકળેલ પ્લેગને કારણે ગુજરાતમાંથી સ્થળાંતર કરી હાલના મધ્યપ્રદેશના…

વધુ વાંચો >

ભગવદગોમંડલ

ભગવદગોમંડલ : ગુજરાતી ભાષાનો પ્રથમ બૃહત્ શબ્દકોશ. સાહિત્યવ્યાસંગી ગોંડળનરેશ મહારાજા ભગવતસિંહજી (1865–1944) અને તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ(1889–1964)ના સહિયારા ખંતીલા પુરુષાર્થથી તૈયાર થયેલી કોશ-શ્રેણી. તેના કુલ 9 ખંડમાં રૉયલ 4 પેજી કદનાં અને 3 કૉલમવાળાં કુલ 9,270 પાનાંમાં સરવાળે 2,81,377 શબ્દોના 5,49,455 અર્થો અપાયા છે. પ્રસંગ પ્રમાણે શબ્દના એકથીય…

વધુ વાંચો >

ભૂખણવાળા, કૃષ્ણકાન્ત

ભૂખણવાળા, કૃષ્ણકાન્ત (જ. 15 સપ્ટેમ્બર 1922, હાવરા, બંગાળ; અ. 24 ઑક્ટોબર 2016) : હિંદી, ગુજરાતી ચલચિત્રોના વિખ્યાત ચરિત્ર-અભિનેતા અને દિગ્દર્શક કે. કે.ના હુલામણા અને પ્રચલિત નામે પણ ઓળખાતા સૂરતના પ્રતિષ્ઠિત વ્યાપારી. સૂરતમાં માધ્યામિક શાળા સુધીનો અભ્યાસ પૂરો કરી ટૅકનિકલ શિક્ષણ લેવા માટે મુંબઈ રહેવા જવાનું બન્યું. વાયરલેસ અને વીજઇજનેરીમાં ડિપ્લોમાં…

વધુ વાંચો >

મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)

મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી. 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં…

વધુ વાંચો >