રક્ષા મ. વ્યાસ

સામૂહિક સલામતી (collective security)

સામૂહિક સલામતી (collective security) : આંતરરાષ્ટ્રીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આક્રમણખોર રાજ્ય વિરુદ્ધ સંગઠિત બની સામૂહિક પ્રયાસો દ્વારા યુદ્ધ રોકવાના અન્ય તમામ રાજ્યોના પ્રયાસો. સામૂહિક સલામતી યુદ્ધો અટકાવવાની કે બંધ કરવાની સામૂહિક પ્રયાસોની એક વ્યવસ્થા છે. સામૂહિક સલામતીનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને અંતે આરંભાયેલો વિચાર છે, જે વૈશ્ર્વિક કક્ષાએ જ કરી…

વધુ વાંચો >

સાયપ્રસ (Cyprus)

સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…

વધુ વાંચો >

સારકોઝી નિકોલસ

સારકોઝી, નિકોલસ (જ. 28 જાન્યુઆરી 1955, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસના મે, 2007માં ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ. જેક્સ ચિરાકના અનુગામી તરીકે ચૂંટાયેલા સારકોઝી નિકોલસની પ્રમુખીય ચૂંટણીમાં 85 ટકા મતદાન થયું હતું, જેમાં 53 ટકા મતો મેળવી તેઓ ફ્રાંસના પ્રમુખપદના હોદ્દા પર ચૂંટાઈ આવ્યા છે. જેક્સ ચિરાકનો 12 વર્ષનો લાંબો શાસનકાળ સ્થગિત થઈ ગયેલા…

વધુ વાંચો >

સારડા હરવિલાસ

સારડા, હરવિલાસ (જ. 3 જૂન 1867, અજમેર, રાજસ્થાન; અ. 1952) : પ્રખર સમાજસુધારક, વિદ્વાન અને બાળલગ્નપ્રતિબંધક ધારાના જનક. તેમના પિતા હરનારાયણ સારડા અજમેરની ગવર્નમેન્ટ કૉલેજના ગ્રંથાલયી અને વડાકારકુન હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા. એથી ફાજલ સમયમાં તેઓ ઉપનિષદ, ગીતા અને યોગવસિષ્ઠ જેવા સંસ્કૃત ગ્રંથોના અભ્યાસમાં રત રહેતા અને તેના પઠન-પાઠનનો…

વધુ વાંચો >

સાલાઝાર ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા

સાલાઝાર, ઍન્ટૉનિયો ડી. ઓલિવેરા (જ. 28 એપ્રિલ 1889, વિમિઐશે, પૉર્ટ; અ. 27 જુલાઈ 1970, લિસ્બન) : પોર્ટુગલના કાયદેસરના વડાપ્રધાન અને વાસ્તવિક સરમુખત્યાર તેમજ 36 વર્ષ સુધી સતત સત્તા ભોગવનાર શાસક. તેમના પિતા એસ્ટેટ મૅનેજર હતા. તેમણે પ્રારંભમાં વિસ્યુની સેમિનરી(પાદરીઓ તૈયાર કરતી શાળા)માં અભ્યાસ કર્યો હતો. કોઇમ્બ્રા યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી 1914માં…

વધુ વાંચો >

સાંઈનાથ પાલાગુમ્મી

સાંઈનાથ, પાલાગુમ્મી (જ. 1957, આંધ્રપ્રદેશ) : પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક પ્રત્યાયન માટે 2007ના વર્ષનો રેમન મૅગ્સેસે પુરસ્કાર મેળવનાર પત્રકાર. એશિયા ખંડના નોબેલ પુરસ્કારની બરોબરીનો આ પુરસ્કાર 50,000 ડૉલરનું મૂલ્ય ધરાવે છે; જે સપ્ટેમ્બર, 2007માં તેમને એનાયત થયો. પાલાગુમ્મી સાંઈનાથ તેમણે ચેન્નાઈની લૉયોલા કૉલેજમાં અભ્યાસ દરમિયાન સામાજિક સમસ્યાઓને રાજકીય અભિગમથી તપાસવાની…

વધુ વાંચો >

સિક્કિમ

સિક્કિમ : ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : તે 27° 35´ ઉ. અ. અને 88° 35´ પૂ. રે.ની આજુબાજુનો 7,096 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે પશ્ચિમ બંગાળ તથા…

વધુ વાંચો >

સિક્રિ એસ. એમ.

સિક્રિ, એસ. એમ. (જ. 26 એપ્રિલ 1908; અ. 24 સપ્ટેમ્બર 1992) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેઓ જાન્યુઆરી, 1971થી એપ્રિલ, 1973 સુધી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા તે પૂર્વે 1964થી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદે કાર્યરત રહ્યા હતા. વિનયન વિદ્યાશાખાના સ્નાતક બની તેમણે બાર-ઍટ-લૉમાં સફળતા મેળવી. 1930થી લાહોરની વડી અદાલતમાં…

વધુ વાંચો >

સિયાચીન

સિયાચીન : કારાકોરમ પર્વતમાળામાં આવેલી હિમનદી, સરહદી વિસ્તાર-ક્ષેત્ર અને દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલી યુદ્ધભૂમિ. ઉત્તર અને દક્ષિણ ધ્રુવના પ્રદેશોને બાદ કરતાં પૃથ્વી પરની માનવ-વસાહતોની નજીકના ભાગોમાં તે મોટી ગણાતી, લાંબામાં લાંબી અને વધુમાં વધુ ઊંચાઈએ આવેલી હિમનદી છે. સ્થાન : 35° 30´ ઉ. અ. અને 77° 00´ પૂ. રે..…

વધુ વાંચો >

સિર ક્રીક સીમા-વિસ્તાર

સિર ક્રીક સીમા–વિસ્તાર : ભારતની પશ્ચિમે કચ્છની સીમાનો છેલ્લો સત્તાવાર થાંભલો નં. 1175 (જે લખપતની બરાબર સામે આવેલો છે.), ત્યાંથી પશ્ચિમે 322 કિમી. લાંબી પટ્ટી ધરાવતી જમીનની સરહદ અને 99 કિમી. સુધી એટલે કે સિર ક્રીકના મુખ સુધીનો ખાડી-વિસ્તાર. કચ્છના રાજા અને સિંધ પ્રાંત વચ્ચે 1913માં કરાર થયા પછી થાંભલા…

વધુ વાંચો >