રક્ષા મ. વ્યાસ

પરાગ્વે(દેશ)

પરાગ્વે (દેશ) : દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ-મધ્યભાગમાં આવેલો દેશ. તે આશરે 19° 20´ થી 27° 40´ દ. અ. અને 54° 15´ થી 62° 40´ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,06,752 ચોકિમી. છે. વાયવ્ય-અગ્નિ-તરફી અંતર આશરે 992 કિમી.નું અને પૂર્વ-પશ્ચિમ અંતર આશરે 660 કિમી.નું છે.…

વધુ વાંચો >

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ

પરેઝ, એસ્કવિલ ઍડૉલ્ફ (જ. 26, નવેમ્બર, 1931, બુનોઝ એર્સ, આર્જેન્ટીના) : 1980ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તથા માનવ-અધિકારોના પ્રખર પુરસ્કર્તા. તેમના પિતા સાધારણ માછીમાર હતા. આર્જેન્ટાઇન નૅશનલ સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1968માં તેઓ પ્રાધ્યાપક નિમાયા ત્યારે શિલ્પકાર તરીકે પણ જાણીતા બની ચૂક્યા હતા. વિવિધ અહિંસક સંગઠનોની પ્રવૃત્તિઓનું સંચાલન કરવા…

વધુ વાંચો >

પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો

પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો : 1910ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સંસ્થા. સ્થાપના 1892. શાંતિ માટે સઘન પ્રયાસ કરી શકે તેવી સંસ્થા ઊભી કરવાનો વિચાર ફ્રેડરિક બેજર નામના વિશ્વશાંતિના પુરસ્કર્તાએ રજૂ કર્યો. 1880માં લંડન ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય-રાજકીય પરિષદમાં તે માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેના અનુસંધાનમાં 1891માં સ્વિટ્ઝર્લૅન્ડના…

વધુ વાંચો >

પશ્ચિમ એશિયા

પશ્ચિમ એશિયા : એક જમાનામાં મધ્યપૂર્વ તરીકે ઓળખાતા દેશોનો વિસ્તાર. હકીકતની દૃષ્ટિએ વિચારીએ તો કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે ‘પશ્ચિમ એશિયા’ એવો શબ્દપ્રયોગ સ્પષ્ટપણે વપરાતો જણાતો નથી. ઓગણીસમી સદીમાં આ માટે ‘મધ્યપૂર્વના દેશો’ એવો શબ્દપ્રયોગ થતો હતો; પરંતુ ‘મધ્ય-પૂર્વ’માં કયા દેશોનો સમાવેશ કરવો તે અંગે તે સમય દરમિયાન પણ અભ્યાસીઓમાં…

વધુ વાંચો >

પંચશીલ

પંચશીલ : ભિન્ન ભિન્ન રાજકીય વિચારસરણી અને આર્થિક વિચારધારાઓ ધરાવતા જુદા જુદા દેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વ માટે નિર્ધારિત કરવામાં આવેલી આચારસંહિતા. 1954માં તિબેટની સમસ્યા અંગે ભારત-ચીન વચ્ચે ઐતિહાસિક મૈત્રીકરાર થયા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ રજૂ કરેલા ‘શાંતિમય સહ-અસ્તિત્વના પાંચ સિદ્ધાંતો’ પર આધારિત આ કરાર પર ભારત-ચીને હસ્તાક્ષર કર્યા હતા. 1955માં…

વધુ વાંચો >

પંતુલુ કાશીનાધુની નાગેશ્વર રાવ

પંતુલુ, કાશીનાધુની નાગેશ્વર રાવ (જ. 1 મે 1867, એલાકુરુ, ગુડિવાડા તાલુકો, કૃષ્ણા જિલ્લો; અ. 11 એપ્રિલ 1938, ચેન્નાઈ) : સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને પ્રતિષ્ઠિત તેલુગુ સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતન એલાકુરુમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ મછલીપટ્ટનમમાં મેળવ્યું. ક્રિશ્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. વીસમી સદીના આરંભે ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું. તેમણે સપ્ટેમ્બર,…

વધુ વાંચો >

પાઇર ડૉમિનિક જ્યૉર્જિઝ

પાઇર, ડૉમિનિક જ્યૉર્જિઝ (જ. 10 ફેબ્રુઆરી 1910, બેલ્જિયમ; અ. 30 જાન્યુઆરી 1969) : 1958ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. પહેલા વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન તેમનું કુટુંબ ફ્રાંસમાં શરણાર્થી તરીકે વસ્યું હતું. 1928માં તેઓ લા-સાર્ત્રની ડૉમિનિકન મૉનસ્ટરીમાં દાખલ થઈ સ્નાતક બન્યા. ત્યારપછી રોમમાં વધુ અભ્યાસ કરી 1934માં પાદરી તરીકે દીક્ષા ગ્રહણ કરી…

વધુ વાંચો >

પાઈ લ્યુસિયન

પાઈ, લ્યુસિયન : વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના અગ્રણી સિદ્ધાંતકાર. એક જમાનામાં રાજ્યશાસ્ત્ર પરંપરાગત અને ઔપચારિક બની ગયું હતું, તે ઘરેડમાંથી તેને બહાર કાઢનાર કેટલાક નવા સિદ્ધાંતોનો એક વ્યાપક પ્રવાહ દાખલ થયો, જે વર્તનલક્ષી રાજ્યશાસ્ત્ર યા તુલનાત્મક  રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખાયો. લ્યુસિયન પાઈ આ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના સ્થાપક અને પ્રવર્તક હતા. વિકસતા દેશોની રાજકીય પ્રથાઓના…

વધુ વાંચો >

પાટકર મેધા

પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું. તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >