રક્ષા મ. વ્યાસ

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.)

ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.) : ન્યૂક્લિયર પુરવઠો પૂરો પાડતાં 45 રાજ્યોનું જૂથ, જે અણુ-ઉત્પાદનોનો ફેલાવો અટકાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન સભ્યો હોવા સાથે ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા અન્ય 40 દેશો જોડાયેલા છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે ન્યૂક્લિયર શસ્ત્રો બનતાં અટકે તે માટે ન્યૂક્લિયર સાધનસામગ્રીની નિકાસ…

વધુ વાંચો >

પકવાસા, પૂર્ણિમાબહેન

પકવાસા, પૂર્ણિમાબહેન (જ. 1 ઑક્ટોબર 1913, સુરેન્દ્રનગર; અ. 25 એપ્રિલ 2016, ડાંગ) : ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. આવાં એક સેવિકા પૂર્ણિમાબહેન પકવાસા, નિરાડંબરી, નિર્ભીક અને સેવાની લગન ધરાવતાં મહિલા. નાની વયે આઝાદીની લડતનું મનોબળ કેળવી, દારૂબંધી…

વધુ વાંચો >

પક્ષપલટો

પક્ષપલટો : સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્યાગ કરી બીજા પક્ષમાં જોડાવું તે. અલબત્ત, રાજકીય પક્ષની ફેરબદલી બે સ્વરૂપની હોઈ શકે : (1) સિદ્ધાંતનિષ્ઠ યા વિધેયાત્મક ફેરબદલી. વ્યક્તિ કોઈ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય અને વ્યક્તિના રાજકીય વિચારોમાં પરિવર્તન આવે ત્યારે મૂળ પક્ષમાંથી રાજીનામું…

વધુ વાંચો >

પચૌરી, રાજેન્દ્ર

પચૌરી, રાજેન્દ્ર (જ. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ. વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે…

વધુ વાંચો >

પટેલ, આનંદીબહેન

પટેલ, આનંદીબહેન (જ. 21 નવેમ્બર 1941, ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો) : ગુજરાત રાજ્યનાં 15માં મુખ્યમંત્રી અને રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, તેમનો કાર્યકાળ 22 મે, 2014થી 7 ઑગસ્ટ, 2016નો રહ્યો. તેમણે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી એમ.ઍડ.ની પદવી પ્રાપ્ત કરી. ખેડૂત કુટુંબની કન્યા તરીકે અભ્યાસ માટે…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ

પટેલ, ઈશ્વરભાઈ ચતુરભાઈ (જ. 1 ઑગસ્ટ 1927, લાડોલ, ઉત્તર ગુજરાત) : ગુજરાતના ખ્યાતનામ કૃષિવિજ્ઞાનવિદ. મુંબઈ યુનિવર્સિટીમાંથી કૃષિ-સ્નાતક થયા બાદ તેઓ 1951માં ગુજરાત સરકારના કૃષિવિભાગમાં જોડાયા. દરમિયાન અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એક્સટેન્શન એજ્યુકેશન કાર્યક્રમ હેઠળ અનુસ્નાતક અને ડૉક્ટરેટની પદવી મેળવી. ગુજરાતમાં તેમણે સતત 35 વર્ષ કૃષિક્ષેત્રે સેવાઓ આપી અને 1976થી 86 દરમિયાન…

વધુ વાંચો >

પટેલ, બાબુભાઈ જશભાઈ

પટેલ, બાબુભાઈ જશભાઈ (જ. 9 ડિસેમ્બર 1911, નડિયાદ; અ. 3 ડિસેમ્બર 2002, ગાંધીનગર) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જશભાઈ મકનદાસ પટેલનું બીજું સંતાન અને સૌથી મોટા પુત્ર. સ્વામિનારાયણ પંથ અને વૈષ્ણવ ધર્મ-બંનેની કૌટુંબિક પરંપરામાં ઉછેર. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદ અને વડતાલમાં. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રવાદી…

વધુ વાંચો >

પટેલ, મણિબહેન વલ્લભભાઈ

પટેલ, મણિબહેન વલ્લભભાઈ (જ. 3 એપ્રિલ 1903 કરમસદ; અ. 26 માર્ચ 1990, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને અગ્રણી સામાજિક કાર્યકર. ભારતના રાષ્ટ્રનેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં એકમાત્ર પુત્રી. પિતા બૅરિસ્ટર હોવાથી પુત્રીના શિક્ષણ પ્રત્યે શરૂઆતથી જ સભાન હતા. મણિબહેનનું શિક્ષણ વિવિધ સ્થળે થયું હતું : બોરસદની પ્રાથમિક શાળા, મુંબઈમાં ક્વીન મેરી હાઈસ્કૂલ…

વધુ વાંચો >

પટેલ, લતાબહેન

પટેલ, લતાબહેન (જ. 1956, ગુજરાત) : બ્રેન્ટ બરો, લંડનનાં પ્રથમ મહિલા ગુજરાતી મેયર. મૂળ ચરોતરના સોજિત્રા ગામનાં. લતાબહેનને 4 વર્ષની વયે યુગાન્ડામાં સ્થાયી થવાનું બન્યું. 1972માં યુગાન્ડામાં ઈદી અમીનના શાસન હેઠળ ભારતીયોની હકાલપટ્ટી કરાતાં તેમનું સમગ્ર કુટુંબ બ્રિટનમાં સ્થાયી થયું. આથી તેમનું શાલેય અને કૉલેજશિક્ષણ બ્રિટનમાં થયું. અભ્યાસ પૂરો કરીને…

વધુ વાંચો >

પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ

પટેલ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ (જ. 27 સપ્ટેમ્બર 1873, નડિયાદ; અ. 22 ઑક્ટોબર 1933, જિનીવા) : ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને મધ્યસ્થ ધારાસભાના પ્રથમ હિન્દી પ્રમુખ. વિઠ્ઠલભાઈ મધ્યમવર્ગના ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. માત્ર નવ વર્ષની વયે તેમનાં લગ્ન સોજિત્રાનાં દિવાળીબહેન સાથે થયાં હતાં.…

વધુ વાંચો >