રક્ષા મ. વ્યાસ
ટોબેગો
ટોબેગો : 1814માં બ્રિટિશ હકૂમત હેઠળ આવેલો આ ટાપુ ટ્રિનિડાડના નૈર્ઋત્ય ખૂણે 34 કિમી. અંતરે આવેલો છે. 300 ચોકિમી. વિસ્તાર ધરાવતા આ ટાપુનો મોટાભાગનો પ્રદેશ ધગધગતા જ્વાળામુખી પર્વતથી વ્યાપ્ત છે. તેના અત્યંત અલ્પ ફળદ્રૂપ વિસ્તારમાં ખેતી થાય છે. ખાંડ, તમાકુ, કપાસ, નારિયેળ, કોકો અને કૉફી તેની મુખ્ય પેદાશો છે. તેનાં…
વધુ વાંચો >ઠક્કર, અનુબહેન
ઠક્કર, અનુબહેન (જ. 6 સપ્ટેમ્બર 1944, અંજાર, કચ્છ; અ. 18 ડિસેમ્બર 2001, ? વલસાડ જિલ્લો) : સેવાની ધખના ધરાવતી અને જીવતરનો ઊજળો હિસાબ દેનારી એકલપંડ મહિલા-સમાજસેવિકા. પિતા ગોવિંદજી અને માતા ભગવતી – બંને ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતાં અને સેવાપરાયણ રહેવા ઉત્સુક રહેતાં હતાં. કસ્ટમ-અધિકારી પિતાની બદલી સાણંદ ખાતે થતાં, મોસાળના…
વધુ વાંચો >ઠાકરે, કુશાભાઉ
ઠાકરે, કુશાભાઉ (જ. 15 ઑગસ્ટ 1922, ધાર, મધ્યપ્રદેશ; અ. 28 ડિસેમ્બર 2003, દિલ્હી) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન અગ્રણી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ઠાકરેએ પ્રારંભિક શિક્ષણ ધારમાં મેળવ્યું હતું. ત્યારબાદ ઇંદોર અને ગ્વાલિયરમાં વધુ અભ્યાસ કરેલો. 1942માં 20 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈને તેમણે અદના…
વધુ વાંચો >ડેનમાર્ક
ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને 8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં…
વધુ વાંચો >તાતા, મહેરબાઈ
તાતા, મહેરબાઈ (જ. 10 ઑક્ટોબર 1879, મુંબઈ; અ. 18 જૂન 1931, નૉર્થ વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ભારતના પારસી પરિવારની મહાન સખાવતી સમાજસેવી મહિલા. પિતા કર્નલ હોરમસજી જે. ભાભા, મૈસૂર રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ એજ્યુકેશન હતા. આથી મહેરબાઈને તેમના કુટુંબમાં બચપણથી જ સ્વતંત્રતાને પોષક વાતાવરણ સાંપડ્યું. તેમને અંગ્રેજી સાહિત્યનો શોખ હોવા સાથે…
વધુ વાંચો >તિબેટ
તિબેટ : ભારતની ઉત્તરે આવેલો પડોશી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 28° થી 36´ 20´ ઉ. અ. અને 79° થી 96° પૂ. રે.. અગાઉ સ્વાયત્તપ્રદેશ હતો, પરંતુ 1965થી દાયદેસર રીતે તે ચીનના આધિપત્ય હેઠળ છે. ભૂતકાળમાં તે એક સ્વતંત્ર ધાર્મિક રાષ્ટ્ર હતું. તેની અગ્નિ સીમાએ મ્યાનમાર, દક્ષિણે ભારત, ભૂતાન અને નેપાળ…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >થરૂર, શશી
થરૂર, શશી (જ. 9 માર્ચ 1956, લંડન) : યુનોના ઉચ્ચ અધિકારી અને ખ્યાતનામ પત્રકાર, લેખક અને રાજકારણી. ભારતીય નાગરિકત્વ ધરાવતા શશી થરૂરનું વતન કેરળ છે. યુનોના મહામંત્રીના પદ માટેની 2006ની સ્પર્ધાના તેઓ ઉમેદવાર હતા અને તેમની ઉમેદવારીને ભારત સરકારે સમર્થન આપ્યું હતું. 1978માં યુનોની વહીવટી સેવામાં જોડાઈને તેમણે કારકિર્દીનો આરંભ…
વધુ વાંચો >