યાંત્રિક ઇજનેરી
ટર્બાઇન
ટર્બાઇન : પ્રવાહીમાં સંગ્રહાયેલી ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું યંત્ર. ‘ટર્બાઇન’ શબ્દ લૅટિન શબ્દ ‘ટર્બો’ (turbo) એટલે ઘૂર્ણાયમાન વસ્તુ (whirling object) ઉપરથી આવેલો છે. પ્રવાહીને, આબદ્ધ માર્ગ અને પરિભ્રમક (rotor) સાથે જોડેલી પક્ષ (fin) આકારની બ્લેડમાંથી પસાર કરીને આનું રૂપાંતર કરવામાં આવે છે. તે પ્રક્રિયામાં પરિભ્રમક ઘૂમતો રહે છે. ટર્બાઇનના…
વધુ વાંચો >ટાઇપરાઇટર
ટાઇપરાઇટર : કળ દબાવવાથી બીબાની છાપ પાડીને સુઘડ લખાણ છપાય તેવી વ્યવસ્થાવાળું યંત્ર. વિશ્વના બધા દેશોનાં કાર્યાલયોમાં આ ઉપકરણનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં તો ઘણાં ઘરોમાં પણ ટાઇપરાઇટર વપરાય છે. લેખકો તેમની હસ્તપ્રત ટાઇપ કરીને તૈયાર કરે છે. ટાઇપરાઇટર વેપારધંધામાં સૌથી વધારે વપરાતું યંત્ર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં…
વધુ વાંચો >ટૂલ અને ડાઈની બનાવટ
ટૂલ અને ડાઈની બનાવટ : મશીનમાં વપરાતાં જુદાં જુદાં સાધનો જેવાં કે ડાઈ, જિગ, ફિક્સ્ચરો વગેરેની બનાવટ. ટૂલ અને ડાઈની બનાવટ માટે કુશળ કારીગરી, ધીરજ અને ચોકસાઈની જરૂર પડે છે. ઉત્પાદિત વસ્તુમાં મળતી ચોકસાઈનો આધાર મશીન પર વપરાતાં ટૂલ અને ડાઈની ચોકસાઈ પર રહે છે. આજે અનેક પ્રકારની વસ્તુઓ(રસોડામાં વપરાતાં…
વધુ વાંચો >ટૅક્નૉલૉજી
ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા. વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે.…
વધુ વાંચો >ટૅન્ક
ટૅન્ક : પોલાદના અત્યંત મજબૂત બખ્તરી આવરણવાળી રણગાડી. તે ત્વરિત ગતિએ સ્થળાંતર કરનાર, લોખંડી ચક્રોને સમાંતર અને અનંત પાટા ઉપર ગતિ આપનાર, મોટા જથ્થામાં શક્તિશાળી દારૂગોળાને દૂરના કે નજીકના ધાર્યા નિશાન ઉપર પ્રહાર કરીને ફેંકનાર, મોટા નાળચાવાળી તોપને યુદ્ધભૂમિમાં સહેલાઈથી આમતેમ ફેરવનાર લશ્કરી વાહન છે. ત્રણ કે ચાર સૈનિકો દ્વારા…
વધુ વાંચો >ટેલર, ફ્રેડરિક વિન્સ્લો
ટેલર, ફ્રેડરિક વિન્સ્લો (જ. 20 માર્ચ 1856, અમેરિકા; અ. 21 માર્ચ 1915) : વૈજ્ઞાનિક સંચાલનના અભિગમના મૂળ હિમાયતી અને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના આદ્ય પ્રવર્તક. 1874 સુધી શિક્ષણ લીધા પછી ફિલાડેલ્ફિયાની એક મશીનશૉપમાં જોડાઈ 1878 સુધી પૅટર્ન-મેકર અને કારીગર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1878માં તે જ રાજ્યની મિડવેલ સ્ટીલ કંપનીમાં કારીગર…
વધુ વાંચો >ટેસ્લા, નિકોલા
ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્ પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે…
વધુ વાંચો >ટૉગલ મિકૅનિઝમ
ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે. આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ ઘટતો જાય તેમ કડી 4…
વધુ વાંચો >ટ્રેઇલર
ટ્રેઇલર : ટ્રૅક્ટર-ટ્રેઇલર ખેતપેદાશ તેમ જ ખેતીમાં વપરાતી જરૂરી સાધનસામગ્રીની ઝડપી હેરફેર માટે ખૂબ જ ઉપયોગી સાધન. ટ્રેઇલર લાકડાની તેમ જ લોખંડની બૉડીવાળું અને બે અથવા ચાર પૈડાંવાળું હોય છે, જેનું માપ 3.00 મી. × 1 મી. × 0.45 મી. થી 3.60 મી. × 2.18 મી. × 0.60 મી. હોય છે. તેના માપ પ્રમાણે…
વધુ વાંચો >ટ્રૅક્ટર
ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન. હળ અને પશુ જેવાં કે બળદ અને ઘોડાનો ઉપયોગ અગાઉના સમયમાં, ખેતરને ખેડવામાં થતો. ખેતરની જમીનને નવા પાક માટે ખેડવી જરૂરી છે. હળની મદદથી આ ખેડાણ થતું. ઔદ્યોગિક ક્રાંતિ…
વધુ વાંચો >