મ. શિ. દૂબળે
સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) :
સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીશરીરમાં વિવિધ સ્નાયુ-ઘટકો વચ્ચે સંકોચન-વિકોચન અને હલનચલન કરાવતું આયોજિત તંત્ર. સંકોચનશીલતા એ સ્નાયુતંતુકોષની એક વિશિષ્ટ ખાસિયત છે. સ્નાયુઓના એકમો તરીકે સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તે આકુંચન ગતિવિધિ વડે એકદિશાકીય (unidirectional) સંકોચન (shortening) માટે અનુકૂલન પામેલા હોય છે. આ વિશિષ્ટ ગુણધર્મને કારણે સ્નાયુતંતુઓ લાંબા-ટૂંકા થઈ શકે છે અને…
વધુ વાંચો >સ્વજાતિ-ભક્ષણ (cannibalism)
સ્વજાતિ-ભક્ષણ (cannibalism) : કેટલાંક પ્રાણીઓની પોતાની જ જાતિ(species)ના સભ્યોનું ભક્ષણ કરવાની ટેવ. અત્યાર સુધી કેટલાક માનવીઓ પણ એક વિધિ (ritual) તરીકે તેને અપનાવતા રહ્યા છે. સામાન્ય પ્રાણીઓમાં આવું ભક્ષણ જાતિ-સંખ્યા(population)ના નિયંત્રણમાં સહાયકારી નીવડે છે. કેટલીક કીડીઓ સામાન્ય રીતે પોતાના જ અપક્વ (immature) અને ઈજા (wounded) પામેલાં બચ્ચાંનું ભક્ષણ કરતી હોય…
વધુ વાંચો >સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)
સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : ઑક્સિડેશન પ્રક્રિયા વડે અકાર્બનિક સંયુક્ત પદાર્થોમાંથી કાર્યશક્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો (microbes). આ સજીવો અંગારવાયુ(CO2)ના સંયોજનીકરણ(fixation)થી સંકીર્ણ સ્વરૂપના કાર્બનિક સંયુક્ત પદાર્થોનું ઉત્પાદન કરે છે. આ પ્રક્રિયા રાસાયણિક પ્રકારની હોવાથી તે રાસાયણિક સંશ્લેષણ(chemo-synthesis)ના નામે ઓળખાય છે. લીલ (algae) જેવા સૂક્ષ્મજીવો (microbes) (દા. ત., સાયનોબૅક્ટેરિયા) અંગારવાયુના સંયોજનીકરણાર્થે…
વધુ વાંચો >હોરા સુંદરલાલ
હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…
વધુ વાંચો >