મ. ઝ. શાહ

કરંજ

કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…

વધુ વાંચો >

કરેણ

કરેણ : સં. करवीर; અં. Oleander. તે વર્ગ દ્વિદલાના કુળ Apocyanaceaeનો છોડ કે નાનું વૃક્ષ છે. તેનાં સહસભ્યોમાં પીળી કરેણ, સપ્તપર્ણી, સર્પગંધા, બારમાસી, કરમદી વગેરે છે. તેનું પ્રજાતીય (generic) લૅટિન નામ Nerium છે. છોડની ઊંચાઈ 2થી 2.5 મી. હોય છે. તેનાં પાન સાદાં, 15થી 20 સેમી. લાંબાં, સાંકડાં અને થોડાં…

વધુ વાંચો >

કલગારી (કંકાસણી)

કલગારી (કંકાસણી) : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gloriosa superba Linn. (સં. કલિકારી, અગ્નિમુખી કલિહારી; મ. કળલાવી; હિં. કલિહારી, કલિયારી, કલહંસ; બં. વિષલાંગલા, ઇષલાંગલા; ગુ. દૂધિયો વછનાગ, કંકાસણી, વઢકણી, વઢવાડિયો; ક. રાડાગારી, લાંગલિકે; મલા. મેટોન્નિ; અં. મલબારગ્લોરી લીલી) છે. તેના સહસભ્યોમાં ધોળી-કાળી મૂસળી, જંગલી કાંદો,…

વધુ વાંચો >

કંકાસણી

કંકાસણી : સં. कलिकारिका; લૅ. Gloriosa superba. વર્ગ એકદલા, શ્રેણી કોરોનરી અને કુળ લિલીએસીનો એકવર્ષાયુ છોડ. કંકાસણી વઢકણી, દૂધિયો વછનાગ અને વઢવાડિયણ તરીકે પણ ઓળખાય છે. સહસભ્યોમાં શતાવરી, સારસાપરીલા, કરલીની ભાજી, કુંવારપાઠું અને કસાઈનું ઝાડુ વગેરેનો સમાવેશ થાય છે. તેનો માંસલ, સફેદ અને નક્કર કંદ પ્રકાંડને સમાંતર શિરાવિન્યાસ અને સૂત્રીય…

વધુ વાંચો >

કાગડો (પારસ)

કાગડો (પારસ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઑલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum multiflorum (Burm.f.) Ander. syn. J. pubescens Willd; var. rubescens L; J. hirsutum Willd. (સં. સદાપુષ્પ, વસંત, કુંદ; હિં. પારસ, ચમેલી, કુંદ, કુંદફલ; મ.; મોગરો; ગુ. કાગડા (પારસ), મોગરો (વેલાળ જાત); ક. કસ્તુરી મલિગે, સુરગિ; તે. ગુજારી,…

વધુ વાંચો >

કાર્નેશન

કાર્નેશન : દ્વિદળી વર્ગમાં આવેલા કૅર્યોફાઇલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dianthus caryophyllus Linn. (ગુ. ગુલનાર, ગુલેઅનાર; અં. કાર્નેશન, ક્લૉવ પિંક) છે. તેના સહસભ્યોમાં વજ્રદંતી, ફૂલછોગારો, વૅકેરિયા વગેરેનો સમાવેશ થાય છે. તે ટટ્ટાર, 45 સેમી.થી 60 સેમી. ઊંચી, સંધિમય પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને કાશ્મીરમાં 1500 મી.થી…

વધુ વાંચો >

કાશીદ

કાશીદ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia siamea Lam. (મ. કાસ્સોદ; ત. મંજે-કોન્ને; ગુ. કાશીદ; તે. – ક. સિમાતંગેડુ) છે. ગુજરાતમાં કેસિયાની 20 જેટલી જાતિઓ થાય છે. તેમાં ચીમેડ, કાસુંદરો, પુંવાડિયો, મીંઢીઆવળ, આવળ, ગરમાળો, સોનામુખી વગેરેનો સમાવેશ થાય છે. કાશીદ મોટા સદાહરિત વૃક્ષ-સ્વરૂપે જોવા…

વધુ વાંચો >

કુંવારપાઠું

કુંવારપાઠું : એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aloe barbadensis Mill. syn Aloe vera (સં. कुमारी; ગુ. કુંવાર; અં. Trucaloe, Barbados) છે. તે 30થી 40 સેમી. ઊંચા થાય છે. તેની શાખાઓ વિરોહ રૂપે, ભૂગર્ભીય પ્રકાંડ; મૂલરૂક; માંસલ; તલસ્થાને પહોળાં આછાં લીલાં કંટકીય, કિનારીવાળાં સાદાં પર્ણો, ઑગસ્ટથી…

વધુ વાંચો >

કૃષ્ણકમળ

કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…

વધુ વાંચો >

કૃષ્ણવડ

કૃષ્ણવડ : હિ. कृष्णकटोरी; ગુ. માખણકટોરી; અં. Krishna’s butter-cup. દ્વિદલા વર્ગના ઉપવર્ગ અદલાના કુલ Urticaceaeનું મધ્યમથી નીચા કદનું વૃક્ષ. તેનાં પાન સાદાં, વડનાં પાન જેવા આકારવાળાં હોય છે. તે અદંડી છે પરંતુ ડીંટાને બદલે પર્ણપત્ર નીચલી બાજુએ વળી ખિસ્સા જેવો પ્યાલો બનાવે છે. તેનું વૃક્ષ સયાજીબાગ, વડોદરા અને રાણીબાગ, મુંબઈમાં…

વધુ વાંચો >