મ. ઝ. શાહ

સક્યુલન્ટ્સ

સક્યુલન્ટ્સ [માંસલ (રસાળ) વનસ્પતિઓ] : બાહ્ય પર્યાવરણીય શુષ્કતા અનુભવતી અને માંસલ અંગો (પ્રકાંડ, પર્ણ કે મૂળ) ધરાવતી મરુદ્ભિદ (xerophyte) વનસ્પતિઓ. ટૂંકા ચોમાસા દરમિયાન આ વનસ્પતિઓ આ અંગ કે અંગોમાં વિપુલ જથ્થામાં પાણીનો સંગ્રહ કરે છે. તેઓ સામાન્યત: ઉષ્ણ કટિબંધના શુષ્ક વિસ્તારોમાં થાય છે. તેમની દેહરચના ઓછા પાણીમાં જીવી શકાય તે…

વધુ વાંચો >

સપ્તપર્ણી

સપ્તપર્ણી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alstonia scholaris R. Br. (સં. સપ્તપર્ણ, હિં. સતવન, બં. છાતીમ, મ. સાતવીણ, ક. એલેલેગ, તે. એડાકુલ, અરિટાકુ; અં. ડેવિલ્સ ટ્રી, ડીટા-બાર્ક ટ્રી) છે. તે એક મોટું, સદાહરિત, આધારવાળું (butressed) 12 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે. કેટલીક વાર…

વધુ વાંચો >

સમુદ્રફળ

સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે…

વધુ વાંચો >

સમુદ્રવેલ (મરજાદવેલ)

સમુદ્રવેલ (મરજાદવેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કોન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea pes-carpae (Linn.) Sweet syn. I. biloba Forsk.; I. maritima R. Br. (હિં. દોપાતી લતા, બં. છાગાકુરી, મ. મર્યાદવેલ, સમુદ્રફેન) છે. તે એક મોટી આરોહી કે તલસર્પી (trailing), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને જાડાં લાંબાં મૂળ ધરાવે…

વધુ વાંચો >

સરૂ (શરૂ)

સરૂ (શરૂ) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅશ્યુએરીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Casuarina equisetifolia Linn. (હિં. જંગલી સરુ; બં. જાઉ; મ. સુરુ; ગુ. સરૂ, શરૂ; તે. સરુગુડુ; તા. સાવુકુ; અં. બીફ વૂડ) છે. તે સીધું, નળાકાર મુખ્ય થડ ધરાવતું મોટું સદાહરિત વૃક્ષ છે. તેની અંતિમ શાખાઓ પાતળી, નળાકાર, સંધિમય…

વધુ વાંચો >

સાઇનેરેરિયા

સાઇનેરેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. પુષ્પવિક્રેતાઓ (florists) માટે સાઇનેરેરિયા તરીકે જાણીતી આ પ્રજાતિની બધી જાતિઓને હવે Senecio પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે. કેનેરીના ટાપુઓની વતની Senecio cruentas સાથે સેનેસીઓની અન્ય જાતિઓના સંકરણથી ઉદ્ભવતી તે જાતિઓ છે. તે શિયાળામાં થતી એકવર્ષાયુ (annual) શાકીય વનસ્પતિઓ છે. મધ્યમ…

વધુ વાંચો >

સાલ્વિયા

સાલ્વિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની એક મોટી પ્રજાતિ. તે સુગંધિત અને શોભન પ્રજાતિ છે અને શાકીય તેમજ ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. આ પ્રજાતિનું વિતરણ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 24 જેટલી જાતિઓ નોંધાઈ છે. આ પ્રજાતિમાં વૃદ્ધિ, સ્વરૂપ અને પુષ્પના રંગ બાબતે પુષ્કળ વિભિન્નતાઓ જોવા…

વધુ વાંચો >

સિથેરેક્સિલમ

સિથેરેક્સિલમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની ક્ષુપ કે વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ-કટિબંધીય મધ્ય અને દક્ષિણ અમેરિકામાં થયેલું છે. ભારતીય ઉદ્યાનોમાં તેની બે જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Citharexylum fruticosum Linn. Syn. C. subserratum Sw. (બ્લૅક ફિડલવૂડ) ક્ષુપ કે નાનું સુંદર વૃક્ષ-સ્વરૂપ ધરાવે છે. તેનું…

વધુ વાંચો >

સિલ્વર ઓક

સિલ્વર ઓક : દ્વિદળી વર્ગમાં આવેલા પ્રોટિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Grevillea robusta A. cunn. (અં. સિલ્વર ઓક, સિલ્કી ઓક) છે. તે એક સદાહરિત લીલ છે અને લાંબો શંકુ આકારનો પર્ણમુકુટ (crown) ધરાવે છે. તે ઑસ્ટ્રેલિયાની મૂળ વતની છે અને ત્યાં 45 મી. સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરે છે;…

વધુ વાંચો >

સીલોશિયા

સીલોશિયા : દ્વિદળી વર્ગમાં આવેલ એમરેન્થેસી કુળની સર્વાનુવર્તી (pantropical) પ્રજાતિ. તેની 60 જેટલી જાતિઓ થાય છે. તેઓ મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની પાંચ જાતિઓ થાય છે. Celosia cristata Linn. syn. C. argentea var. cristata (Linn.) Kuntze. (બં., હિં. લાલ મુર્ગા; ગુ.…

વધુ વાંચો >