મ. ઝ. શાહ
ઉદ્યાનવિદ્યા
ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…
વધુ વાંચો >એક્ઝોરા
એક્ઝોરા : તે કુળ Rubiaceaeની એક પ્રજાતિ (genus) છે. આ છોડની ઘણી રંગબેરંગી જાતો બગીચામાં વવાય છે. તે બહુવર્ષાયુ છોડ છે. સામસામાં આંતરદંડીય (interpetiolar) ઉપપત્રોવાળાં પર્ણો, ઝૂમખાંમાં ફૂલો અને અધ:સ્થ બીજાશયની ટોચે બિંબ ધરાવે છે. તેની બગીચામાં વવાતી કેટલીક જાતો નીચે પ્રમાણે છે : (1) પીળા રંગવાળાં પુષ્પો I. lutea…
વધુ વાંચો >ઍક્રોક્લિનિયમ
ઍક્રોક્લિનિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. Acroclinium roseum Hook. (ગુ. રંગોળી) શિયાળામાં સહેલાઈથી વવાતી નીચાથી મધ્યમ ઊંચાઈવાળી જાતિ છે. તે સાદાં, સીધાં અને ચમચા આકારનાં અસંખ્ય પર્ણો ધરાવે છે. સફેદ, ગુલાબી કે વિવિધરંગી પુષ્પો સ્તબક (capitulum) પ્રકારના પુષ્પવિન્યાસમાં પરિણમે છે. પુષ્પવિન્યાસનો રંગ અને આકાર તોડ્યા પછી…
વધુ વાંચો >એક્સકુકેરિયા
એક્સકુકેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વૃક્ષ કે ક્ષુપસ્વરૂપ ધરાવતી નાનકડી પ્રજાતિ. તે કડવો અને ઝેરી ક્ષીરરસ ધરાવે છે અને જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. અમેરિકામાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ નોંધાઈ છે. Excoecaria agallocha Linn. (અં. ઍગેલોચા, બ્લાઇન્ડિંગ…
વધુ વાંચો >એક્સકોલ્ઝિયા
એક્સકોલ્ઝિયા : અં. Californian poppy; લૅ. Eschscholzia californica Cham. કુળ Papayeraceaeનો, મધ્યમ ઊંચાઈનો, શિયાળુ મોસમ માટેનો એક વર્ષાયુ છોડ. હળદર જેવાં પીળાં, કેસરી પીળાં, બદામી કે ક્રીમ રંગનાં ફૂલ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂરા તડકામાં લોનની કિનારી પર ખીલતાં રમણીય લાગે છે. ફૂલ રકાબી આકારનાં અને આઠ-દસ સેમી. પહોળાં થાય છે. તે…
વધુ વાંચો >એજીરેટમ
એજીરેટમ (અજગંધા, ધોળી સાદોડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની શાકીય કે ક્ષુપ-સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. તેની બે જાતિઓ ભારતની પ્રાકૃતિક (naturalized) પરિસ્થિતિમાં એકરૂપ થઈ શકી છે. Ageratum conyzoides L. (ગુ. અજગંધા, ધોળી સાદોડી; બં. દોચુંટી, ઉચુંટી; ક. ઉરાલ્ગીડ્ડા; મલા. આપ્પા, મુર્યામ્પાચા; અં. ગોટ-વીડ, વ્હાઇટ…
વધુ વાંચો >ઍન્ટિગૉનન
ઍન્ટિગૉનન : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગૉનેસી કુળની ખડતલ આરોહી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણ પ્રદેશોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. ભારતમાં Antigonon leptopus Hook. & Arn.(ગુ. આઇસક્રીમ વેલ, અં. કોરલ ક્રીપર, પિંક કોરલીટા, સેન્ડવિચ આઇલૅંડ ક્રીપર)નો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે વાડો ઉપર, કમાન, દીવાલ કે જાળી…
વધુ વાંચો >એન્થુરિયમ
એન્થુરિયમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલી એરેસી કુળની એક પ્રજાતિ. જળશૃંખલા, સૂરણ, અળવી, એરીસીમા વગેરે તેના સહસભ્યો છે. તેની સંકરિત જાતિઓ આકર્ષક હોય છે. Anthurium crystallinum Lind. & Andre; A. veitchii Mast., A. magnificum Lind.ના લાંબા પર્ણદંડ ઉપર ઢાલાકાર ઝૂકેલાં, લીલા રંગનાં કે તેની જુદી જુદી ઝાંયનાં પર્ણો આવેલાં હોય…
વધુ વાંચો >એરેલિયા
એરેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા એરેલિયેસી કુળની એક સુગંધિત, શાકીય, ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ એશિયા, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં થયેલું છે. પનાલી (Panax) અને Hedera તેના સહસભ્યો છે. ભારતમાં તેની છ જાતિઓ થાય છે. કેટલીક જાતિઓનો શોભન-વનસ્પતિઓ તરીકે પ્રવેશ કરાવવામાં આવ્યો છે. એરેલિયા જટિલ પ્રજાતિ હોવાથી…
વધુ વાંચો >એલેમેંડા
એલેમેંડા : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની પ્રજાતિ. તે મોટેભાગે આરોહી ક્ષુપસ્વરૂપ ધરાવે છે અને દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી છે. તેનું વિતરણ સમગ્ર ઉષ્ણકટિબંધમાં થયેલું છે. Allemanda blanchettii A. DC., A. cathartica Linn., A. nerifolia Hook., અને A. violacea Gard. & Field.નાં કેટલાંક ઉદ્યાન-સ્વરૂપો (garden forms) ભારતીય ઉદ્યાનોમાં…
વધુ વાંચો >