એક્ઝોરા : તે કુળ Rubiaceaeની એક પ્રજાતિ (genus) છે. આ છોડની ઘણી રંગબેરંગી જાતો બગીચામાં વવાય છે.

તે બહુવર્ષાયુ છોડ છે. સામસામાં આંતરદંડીય (interpetiolar) ઉપપત્રોવાળાં પર્ણો, ઝૂમખાંમાં ફૂલો અને અધ:સ્થ બીજાશયની ટોચે બિંબ ધરાવે છે.

તેની બગીચામાં વવાતી કેટલીક જાતો નીચે પ્રમાણે છે :

(1)       પીળા રંગવાળાં પુષ્પો  I. lutea Bl.

(2)      લાલ કેસરી (scarlet) ઇક્ષ્વાકુ પુષ્પો  I. coccinea L.

(3)      લાલ વિશાળ ઝૂમખાંમાં પુષ્પો  I. singaporensis Ck.

(4)      રક્તીય લાલ નાનાં ઝૂમખાંમાં સફેદ, સુગંધવાળાં પુષ્પો, મધ્યમ કદનાં ઝૂમખાંમાં I. Chinensis L., રુક્મિણી નેવરી  I. Parviflora Vald

(5)      આછાં ગુલાબી (pink) પુષ્પો  I. rosea A. juss

ઉપરાંત પાવાગઢ, મોડાસા અને પોરબંદર પાસે નેવરી (I. arborea Roxb), છોટાઉદેપુર અને ડાંગમાં ગરબલે (I. brachiata Roxb.) તથા સુરેન્દ્રનગરથી સિહોર સુધીમાં રાતી નેવરી (I. Coccinea L.) કુદરતી અવસ્થામાં મળે છે.

મ. ઝ. શાહ

સરોજા કોલાપ્પન