ઍક્રોક્લિનિયમ

January, 2004

ઍક્રોક્લિનિયમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. Acroclinium roseum Hook. (ગુ. રંગોળી) શિયાળામાં સહેલાઈથી વવાતી નીચાથી મધ્યમ ઊંચાઈવાળી જાતિ છે. તે સાદાં, સીધાં અને ચમચા આકારનાં અસંખ્ય પર્ણો ધરાવે છે. સફેદ, ગુલાબી કે વિવિધરંગી પુષ્પો સ્તબક (capitulum) પ્રકારના પુષ્પવિન્યાસમાં પરિણમે છે. પુષ્પવિન્યાસનો રંગ અને આકાર તોડ્યા પછી પણ ઘણા દિવસ સુધી જળવાઈ રહે છે.

આ છોડને ફેરરોપણી માફક આવતી નથી; તેથી જે તે જગાએ જ બીજ છાંટી છોડ ઉછેરવા હિતાવહ ગણાય છે.

મ. ઝ. શાહ