મોહન વ. મેઘાણી

બોઅર યુદ્ધો

બોઅર યુદ્ધો : દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો અને બોઅરો વચ્ચે થયેલાં યુદ્ધો. ઈ.સ. 1815ના વિયેના-સંમેલનમાં થયેલી સમજૂતી મુજબ ઇંગ્લૅન્ડને દક્ષિણ આફ્રિકાનું કેપ કૉલોની નામનું ડચ સંસ્થાન મળ્યું હતું. ત્યાં રહેતા ડચ ખેડૂતો બોઅરો કહેવાતા. તેમને અંગ્રેજોની સત્તા હેઠળ રહેવાનું પસંદ ન હોવાથી, તેમણે પોતાની ડચ સંસ્કૃતિનું રક્ષણ કરવા ત્યાંથી સ્થળાંતર કરી,…

વધુ વાંચો >

બોકાચિયો, જિયોવાની

બોકાચિયો, જિયોવાની (જ. 1313, પૅરિસ; અ. 21 ડિસેમ્બર 1375, સરટાલ્ડો, ટસ્કની, ઇટાલી) : માનવતાવાદી ઇટાલિયન સાહિત્યકાર. નવલકથાના મૂળ સ્વરૂપ ‘નૉવેલા’ અને પ્રાચીન મહાકાવ્યને ઘરગથ્થુ ભાષામાં પ્રયોજનાર ઇટાલીના પ્રથમ લેખક. ફ્લૉરેન્સના એક વેપારીના અનૌરસ પુત્ર. માતા ભદ્ર કુટુંબનાં ફ્રેન્ચ સન્નારી. ઉછેર ફ્લૉરેન્સમાં. કિશોરવયે અભ્યાસ માટે નેપલ્સમાં રહ્યા. હિસાબને બદલે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના…

વધુ વાંચો >

બૉક્સર વિદ્રોહ

બૉક્સર વિદ્રોહ (1900) : ચીનમાંથી વિદેશીઓને દૂર કરવા થયેલો વિદ્રોહ. ચીનમાં બૉક્સર વિદ્રોહના સમયે સમ્રાટ કુઆંગ-શુનું શાસન હતું; પરન્તુ રાજમાતા ત્ઝૂ–શી વાસ્તવિક સત્તા ભોગવતી હતી. આ દરમિયાન જાપાની, રશિયન, બ્રિટિશ, અમેરિકન વગેરે વિદેશી લોકોએ આર્થિક સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ દ્વારા ચીનનું આર્થિક શોષણ કર્યું. ચીનના સાર્વભૌમત્વ માટે પણ ભય પેદા થયો. ચીનમાં…

વધુ વાંચો >

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન : ભારતીયોનાં હિતોનું રક્ષણ કરવા અને બ્રિટિશ પાર્લમેન્ટ સમક્ષ ભારતીયોની માગણીઓ રજૂ કરવા સ્થપાયેલી સંસ્થા. કલકત્તામાં બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના જમીનદાર સંઘ (1837) અને બંગાળ–બ્રિટિશ ઇન્ડિયા ઍસોસિયેશન (1843) – એ બંને સંગઠનોએ ભેગાં મળી 1851માં કરી. તેના સ્થાપકો પ્રસન્નકુમાર ઠાકુર, ડૉ. રાજેન્દ્રલાલ મિત્ર, હરિશ્ચન્દ્ર મુકરજી, દેવેન્દ્રનાથ ટાગોર…

વધુ વાંચો >

યવન દેશ

યવન દેશ : પ્રાચીન કાળ દરમિયાન યવનો (ગ્રીકો) દ્વારા શાસિત ભારતીય અને તેને અડીને આવેલા પ્રદેશ કે વિસ્તાર માટે પ્રાચીન ભારતીય સાહિત્ય તેમજ ઉત્કીર્ણ લેખોમાં વપરાયેલો શબ્દ. મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના શિલાલેખમાં તેમજ બૌદ્ધ પાલિગ્રંથ ‘મઝ્ઝીમનીકાય’માં પ્રાકૃતમાં અનુક્રમે ‘યોન દેશ’ અને ‘યોનનો પ્રદેશ’ એમ ઉલ્લેખ મળે છે. આ યોન…

વધુ વાંચો >

યંગ બૅંગાલ

યંગ બૅંગાલ : ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોલકાતાની ‘હિંદુ કૉલેજ’(સ્થા. 1817)ના નવયુવક બંગાળી બૌદ્ધિકો દ્વારા નવીન અને મૂલગામી વિષયોના પ્રચાર માટે ચાલેલું આંદોલન. ઉક્ત આંદોલનના મૂળ પ્રવર્તક અને પહેલ કરનાર ‘હિંદુ કૉલેજ’ના જ ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષક હેન્રી લુઈ વિવિયન દેરોજિયો (1809–1831) હતા. તેઓ સ્વતંત્ર ચિંતક, હેતુવાદી અને ભારતીય ધર્મોના ટીકાકાર હતા.…

વધુ વાંચો >

યુ–ચી (યુએ–ચી)

યુ–ચી (યુએ–ચી) : ચીનના કાનસૂ પ્રાંતની વાયવ્યે વસતી એક પ્રાચીન પ્રજા, જેની એક શાખા કુષાણ ઉત્તર ભારત પર શાસન કરતી હતી. યુએ–ચીઓ લડાયક મિજાજના હતા. તેઓ યુ–ચી, યુઇશિ, ઉષિ વગેરે નામે પણ ઓળખાતા હતા. પ્રાચીન ભારતીય સાહિત્યમાં તેમને ઋષિક કહ્યા છે. ફળદ્રૂપ પ્રદેશની શોધમાં તથા અન્ય લોકો સાથેના સંઘર્ષને લીધે…

વધુ વાંચો >

રા’ખેંગાર-2

રા’ખેંગાર-2 (શાસનકાળ 10981-125) : સોરઠ(જૂનાગઢ)ના ચૂડાસમા વંશનો શાસક. આ વંશનો મૂળ પુરુષ ચંદ્રચૂડ સિંઘના સમા વંશનો હતો અને જૂનાગઢ પાસે વંથળી(વામનસ્થલી)માં મોસાળમાં આવીને રહ્યો હતો અને મામાના વારસ તરીકે 875માં ગાદીએ બેઠેલો. ત્યારથી ચૂડાસમા વંશનું શાસન વંથલીમાં શરૂ થયું. આ વંશના નવમા શાસક રા’નવઘણ2(1067-98)નો તે ચોથો પુત્ર. ચૂડાસમા વંશની રાજધાની…

વધુ વાંચો >

રાજારામ

રાજારામ (જ. 1664; અ. 2 માર્ચ 1700, સિંહગઢ) : ભોંસલે કુટુંબના છત્રપતિ શિવાજી અને સોયરાબાઈનો પુત્ર. શિવાજીનું મૃત્યુ થતાં (એપ્રિલ 1680) માતા સોયરાબાઈની મદદથી નાની ઉંમરમાં જ તેને ગાદી મળી હતી. શિવાજીનો તેમની બીજી પત્ની સઈબાઈથી થયેલો પુત્ર શંભાજી તેમનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદીનો વારસદાર હતો; પરંતુ તે કેફી પદાર્થો…

વધુ વાંચો >

રાજેન્દ્ર-1

રાજેન્દ્ર-1 (શાસનકાળ 1012-1044) : દક્ષિણ ભારતના ચોલ વંશનો પ્રતાપી શાસક. ‘ગંગૈકોંડ’, ‘કડારનકોંડ’, ‘વિક્રમ ચોડ’, ‘પરકેસરી વર્મા’ અને ‘વીર રાજેન્દ્ર’ તેનાં બિરુદો હતાં. તેનું રાજ્ય ‘ચોલમંડલ’ એટલે કે વર્તમાન સમયના તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ વિસ્તારમાં આવેલું હતું. તેની રાજધાની પ્રથમ તાંજોર(તંજૈવુર)માં અને પછી ગંગૈકોંડ ચોલપુરમમાં હતી. ચોલો સૂર્યવંશી હતા. રાજેન્દ્ર-1ની કારકિર્દી…

વધુ વાંચો >