મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
જરીર
જરીર (જ. 649, હજરા, યમામા, અરબસ્તાન; અ. આશરે 729) : અરબી ભાષાના મધ્યયુગના કવિ. તેમનું પૂરું નામ જરીર બિન અતય્યા બિન અલ-ખતફી હતું. યમામા વિસ્તાર હવે રિયાદ નામે ઓળખાય છે, જે સાઉદી અરબ રાજ્યનું પાટનગર છે. તેમનો વ્યવસાય ઢોર-ઉછેરનો હતો. જરીરનું શિક્ષણ નહિવત્ હતું; પરંતુ કવિતા તેમને વારસામાં મળી હતી.…
વધુ વાંચો >જીલાની, અબ્દુલ કાદિર
જીલાની, અબ્દુલ કાદિર (હ.) (જ. 1077–78, ઉત્તર-પશ્ચિમ ઈરાન; અ. 1165–66, બગદાદ) : તમામ ઇસ્લામી શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન. તસવ્વુફમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. 18 વર્ષની ઉંમરે 1096–97માં બગદાદને પોતાની શૈક્ષણિક અને સુધારાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું. તેમણે ભૌતિકવાદ વિરુદ્ધ અધ્યાત્મવાદની ચળવળ શરૂ કરી, અધ્યાત્મવાદના વ્યક્તિગત અને સામૂહિક પ્રશિક્ષણની નવીન પદ્ધતિ…
વધુ વાંચો >ઝફરખાન અહસન
ઝફરખાન અહસન (જ. આશરે 1605; અ. આશરે 1662) : મોગલકાળના હિંદુસ્તાનના એક મહત્વના ફારસી કવિ. તેમના પિતા ખ્વાજા અબુલહસન તુર્બતી અકબરના સમયમાં ઈરાનથી ભારત આવીને ઉમરાવપદ પામ્યા હતા. ઝફરખાને કાશ્મીરના સૂબેદાર તરીકે વિશિષ્ટ સેવાઓ આપી હતી અને કાશ્મીરમાં કવિઓને એકત્ર કરીને મુશાયરાઓનો રિવાજ શરૂ કર્યો હતો. તે પ્રથમ પંક્તિના ગઝલકાર…
વધુ વાંચો >ઝમખશરી
ઝમખશરી (જ. 19 માર્ચ 1075, ઝમખશર, ઉઝબેકિસ્તાન; અ. 1143–44) : ભાષાશાસ્ત્ર તથા હદીસશાસ્ત્રના વિદ્વાન. મૂળ નામ અબુલ કાસિમ મહમૂદ અલ-ઝમખ્શરી. તેમને ‘ફખ્રે ખ્વારઝમ’ અને ‘જારુલ્લાહ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઝમખશરીનો સંબંધ ‘‘મો’તઝિલા’’ કહેવાતા બુદ્ધિવાદી વર્ગ સાથે હતો. તે ઈશ્વર તથા ધર્મને અધ્યાત્મને બદલે બુદ્ધિની કસોટી ઉપર રાખીને સમજવાનો પ્રયત્ન…
વધુ વાંચો >ઝહબી
ઝહબી (જ. 1247; અ. 1348) : અરબી ભાષાના લેખક અને ઇતિહાસકાર. આખું નામ ઝહબી શમ્સુદ્દીન અબુ અબ્દુલ્લા મોહમ્મદ બિન અહમદ. હદીસશાસ્ત્રના અભ્યાસી તરીકે તેમની ગણના થાય છે. તેમણે હદીસો મોઢે કરનાર સંખ્યાબંધ લોકોનાં જીવનચરિત્રો એકત્ર કરીને ‘તઝકિરતુલ-હુફ્ફાઝ’ નામનો ગ્રંથ રચ્યો હતો. તે ચાર ભાગમાં હૈદરાબાદ(આંધ્રપ્રદેશ)માંથી છપાઈને પ્રગટ થયેલ છે. અન્ય…
વધુ વાંચો >ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ
ઝીરક, શમ્સુદ્દીન મોહમ્મદ (આશરે ઈ. સ.ની પંદરમી સદી) : ગુજરાતના ફારસી ઇતિહાસ ‘મઆસિરે મહમૂદશાહી’ના લેખક. તે ગુજરાતના મુઝફ્ફરશાહી સુલતાન મહમૂદ બેગડા(1458–1511)ના આશ્રિત હતા. તેમણે અબ્દુલ હુસેન નામના ઇતિહાસકારના આ જ નામના ફારસી ઇતિહાસના પૂરક ગ્રંથ તરીકે, સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળના છેલ્લા બે દાયકાનો ઇતિહાસ લખ્યો છે. તેમના ઇતિહાસની પ્રસ્તાવના અનુસાર,…
વધુ વાંચો >તફસીર
તફસીર : ઇસ્લામના ધર્મગ્રંથ કુરાનની વિસ્તૃત સમજૂતી. કુરાનની તફસીર કરનાર ‘મુફસ્સિર’ કહેવાય છે. તેના માધ્યમથી મુખ્યત્વે અરબી ભાષાના વ્યાકરણ તથા શબ્દશાસ્ત્ર અને અન્ય પંદર જેટલાં સંબંધિત શાસ્ત્રોની સહાયથી પવિત્ર કુરાનના અર્થની ચર્ચા કરવામાં આવે છે. તફસીર-શાસ્ત્રને બીજાં બધાં ઇસ્લામી શાસ્ત્રોમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. તેનો સંબંધ દિવ્ય વાણી સાથે છે…
વધુ વાંચો >તબરી
તબરી (જ. 839, આમુલ, તબરિસ્તાન; અ. 922, બગદાદ) : અરબી ઇતિહાસકાર. આખું નામ અલ્લામા અબૂ જાફર મુહમ્મદ બિન જરીર અલ્-તબરી. તબરીનાં બે અરબી પુસ્તકો (1) તફસીર વિષય ઉપર : ‘જામિઉલ બયાન’ (અથવા ‘તફસીરે તબરી’) અને (2) ઇતિહાસ વિષય ઉપર ‘તારીખ-અલ્ ઉમમ વલ મુલૂક’ (અથવા ‘તારીખે તબરી’) સર્વસંગ્રહ તરીકે વિશ્વવિખ્યાત છે.…
વધુ વાંચો >દબીર, શમ્સ
દબીર, શમ્સ (અ. 1307 કે 1308) : ઉત્તર ભારતના ફારસી કવિ. પૂરું નામ શમ્સુદ્દીન દબીર. તેઓ મધ્યયુગના ઉત્તર હિન્દના વિદ્વાન અને ફારસી ભાષાના કવિ હતા. તેમણે દિલ્હીના ગુલામવંશના સુલતાન બલ્બન (1266–1287) અને તેના શાહજાદા નાસિરુદ્દીન મહમૂદ બુદરાખાનના સમયમાં ‘દબીર’ (રાજ્યમંત્રી)નું પદ મેળવ્યું હતું. શરૂઆતમાં તેમનો ઉછેર ખ્યાતનામ સૂફી સંત ફરીદુદ્દીન…
વધુ વાંચો >દારા શિકોહ
દારા શિકોહ (જ. 20 માર્ચ 1615; અ. 30 ઑગસ્ટ 1659) : મુઘલ સમ્રાટ શાહજહાં (1627–1657) અને બેગમ મુમતાજ મહલનો જ્યેષ્ઠ પુત્ર તથા ગાદીવારસ. પિતા શાહજહાંએ તેને 1633માં પોતાનો અનુગામી જાહેર કર્યો હતો તથા 1645માં અલ્લાહાબાદનો, 1647માં પંજાબનો, 1649માં ગુજરાતનો અને 1652માં મુલતાન તથા બિહારનો સૂબો પણ બનાવ્યો હતો. દારા શિકોહે…
વધુ વાંચો >