મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

પટ્ટની, મોહંમદ તાહિર

પટ્ટની, મોહંમદ તાહિર (જ. જૂન 1508; અ. 1578, ઉજ્જન નજીક) : મુસ્લિમ વિદ્વાન તથા હદીસ-શાસ્ત્રી. સ્થાનિક શિક્ષકો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ 1537માં અરબસ્તાનના મક્કા શહેરનો પ્રવાસ કર્યો. તેમણે મક્કામાં તે સમયના સૌથી વિખ્યાત અને પ્રખર હદીસ-શાસ્ત્રી શેખ અલી મુત્તકી પાસે હદીસનો ઉચ્ચઅભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. સોળમા સૈકામાં…

વધુ વાંચો >

પરવીઝ, નાતલ ખાનલરી

પરવીઝ, નાતલ ખાનલરી (જ. 1914, તહેરાન; અ. 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં…

વધુ વાંચો >

પંડિત આનંદનારાયણ મુલ્લા

પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી…

વધુ વાંચો >

ફકીર

ફકીર : ઇસ્લામ ધર્મના ત્યાગી કે વૈરાગી સાધુ. પવિત્ર કુરાનમાં (35:15) બધા મનુષ્યોને અલ્લાહના ‘ફકીર’ અર્થાત્ જરૂરતમંદ અને અલ્લાહને ‘ગની’ અર્થાત્ અ-જરૂરમતમંદ બતાવવામાં આવેલ છે. મુસ્લિમ સૂફીઓએ તેની વ્યાખ્યા આ રીતે કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી. આધ્યાત્મિક રીતે જોઈએ તો ફકીર…

વધુ વાંચો >

ફખ્રી (અથવા અલ-ફખ્રી)

ફખ્રી (અથવા અલ-ફખ્રી) : અરબી ભાષાનું ઇતિહાસવિષયક પુસ્તક. આ પુસ્તકનું પૂરું નામ ‘અલ-ફખ્રી ફિલ આદાબુલ સુલ્તાનિયા વદ દોલુલ ઇસ્લામિયા’ છે. તેના લેખકનું નામ મુહમ્મદ બિન અલી બિન તબાતબા અલ-મારૂફ બિ. ઇબ્નુત-તિક્તકા છે. આ લેખકને 1301માં ઇરાકના મોસલ શહેરના રાજવી ફખ્રુદીન ઈસા બિન ઇબ્રાહીમના દરબારમાં આશ્રય મળતાં તેણે પોતાનું ઇતિહાસનું પુસ્તક…

વધુ વાંચો >

ફખ્રી અલ-ઇસ્ફહાની (ચૌદમી સદી)

ફખ્રી અલ-ઇસ્ફહાની (ચૌદમી સદી) : ઈરાનનો ભાષાશાસ્ત્રી. શમ્સુદ્દીન મુહમ્મદ ફખ્રી અલ-ઇસ્ફહાનીએ ‘મેયારુલ જમાલી’ નામનું ભાષાશાસ્ત્રવિષયક પુસ્તક લખ્યું હતું. સી. સેલમૅન નામના ભાષાશાસ્ત્રીએ 1887માં ફખ્રીના પુસ્તકના ભાગ 4નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ હકીકત ઉપરથી ફખ્રી અલ-ઇસ્ફહાનીનું ભાષાશાસ્ત્રી તરીકેનું મહત્વ સ્પષ્ટ થાય છે. મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

વધુ વાંચો >

ફખ્રી બરૂસ્વી

ફખ્રી બરૂસ્વી (અ. 1618) : નક્શ/તરાશી(silhouette cutting)ના નામે ઓળખાતી એક પ્રકારની ચિત્રકલાનો વિશ્વવિખ્યાત તુર્કી કલાકાર. સફેદ કાગળમાંથી કાપીને બનાવેલી વિવિધ પ્રકારની કલાત્મક આકૃતિઓ, કાળા રંગની ભૂમિકા ઉપર ચોંટાડીને સુંદર અને આકર્ષક ચિત્રો તૈયાર કરવાની આ કળા મૂળ ઈરાનમાં વિકાસ પામી હતી. સત્તરમા સૈકામાં તે ઈરાનમાંથી તુર્કીમાં અને ત્યાંથી યુરોપમાં પ્રસાર…

વધુ વાંચો >

ફતાવા–એ–આલમગીરી

ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક…

વધુ વાંચો >

ફરઝદક

ફરઝદક (જ. 641 બસરા, ઇરાક; અ. 732) : અરબી ભાષાના કટાક્ષકાર કવિ. તેમનું પૂરું નામ હમ્મામ બિન ગાલિબ સઅસઆ અને ઉપનામ ‘ફરઝદક’ હતું. આ ખ્યાતનામ પ્રશિષ્ટ કવિએ પ્રશંસા અને કટાક્ષ ઉપર આધારિત કવિતા માટે તેમના સમકાલીન અરબી ભાષાના બીજા બે વિખ્યાત કવિઓ અલ-અખ્તલ તથા જરીરની હરોળમાં સ્થાન મેળવ્યું છે. ફરઝદક…

વધુ વાંચો >

ફરાગી ગુજરાતી

ફરાગી ગુજરાતી (જ. 1552; અ. 8 ઑક્ટોબર 1627, અમદાવાદ) : મુલ્લા હસન ફરાગી. અમદાવાદના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ગુજરાતના મહાન સંત હજરત શાહ વજીહુદ્દીનના શિષ્ય હતા અને તેમની મદરેસામાં રહીને બધાં જ ઇસ્લામી શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી. તેઓ અનેક પુસ્તકોના કર્તા હતા અને તેમની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થતી હતી. તેઓ…

વધુ વાંચો >