મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
સુન્નત
સુન્નત : પયગંબરસાહેબનાં અને સહાબીઓનાં વાણી અને વર્તનની પરંપરાને વર્ણવતા ગ્રંથો. અરબી ભાષામાં ‘સુન્નત’ એટલે માર્ગ, પદ્ધતિ, રીત વગેરે. પવિત્ર કુરાનમાં ‘સુન્નત’નો અર્થ અલ્લાહનો અર્થ અલ્લાહનો કાનૂન અને કાયદો થાય છે. ‘સુન્નત’નું બહુવચન ‘સુનન’ થાય છે. ઇસ્લામમાં પયગંબર મુહમ્મદ (સ. અ. વ.) તથા તેમની પહેલાંના પયગંબરોનાં વચનો તથા વ્યવહારને સુન્નત…
વધુ વાંચો >સુન્નત વલ જમાઅત
સુન્નત વલ જમાઅત : પયગંબરસાહેબના અને સહાબીઓનાં વાણી-વર્તનને સહી અનુસરી જન્નતમાં જનારા મુસલમાનો. ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર મુહમ્મદ(સ.અ.વ.)ની વાણી અને વર્તનને સુન્નત કહેવામાં આવે છે અને તેમના સહાબીઓ, વિશેષ કરીને પ્રથમ ચાર ખલીફાઓ હજરત અબૂબક્ર, હ. ઉમર, હ. ઉસ્માન અને હ. અલીએ જે બાબતોમાં સંમતિ દર્શાવી હોય તથા મોટાભાગના મુસ્લિમો…
વધુ વાંચો >સુન્નામી અમીદ
સુન્નામી અમીદ (જન્મ : 1204) : દિલ્હી સલ્તનતના સુલતાન નાસિરૂદ્દીન મેહમૂદ (1246-1265) અને સુલતાન ગ્યાસુદ્દીન બલ્બન(1266-1287)ના સમકાલીન ફારસી કવિ. તેમનું વતન ઉત્તર હિન્દના એક સ્થળ સુન્નામને બતાવવામાં આવે છે. વતન અથવા જન્મસ્થળ ઉપરથી તે સુન્નામી અને તેમના વડવાઓ ઈરાનના ગીલાન પ્રાંતના એક ગામ લૂયકથી સ્થળાંતર કરીને હિન્દ આવ્યા હતા તેથી…
વધુ વાંચો >સુન્ની
સુન્ની : ઇસ્લામની1 મૂળ અને રૂઢિચુસ્ત પરંપરાઓ માનનાર અને પાળનાર. આ શબ્દ અરબી ભાષાના ‘સુન્ન:’ શબ્દ ઉપરથી બન્યો છે. ‘સુન્ન:’ એટલે રૂઢિ. પવિત્ર કુરાનમાં મુસ્લિમોને અલ્લાહની આજ્ઞાઓ અને મુહમ્મદ રસૂલુલ્લાહ(સ.અ.વ.)ની સુન્નતો અર્થાત્ રૂઢિઓને માનવા અને પાળવાની આજ્ઞા આપવામાં આવી છે. એટલે કે દરેક મુસ્લિમ અલ્લાહની આજ્ઞાઓ પાળવાની સાથે સાથે પયગંબરસાહેબે,…
વધુ વાંચો >સુબ્કી તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી
સુબ્કી, તાજુદ્દીન અબૂનસ્ર અબ્દુલવહ્હાબ અબ્દુલકાફી (જ. 1326; અ. 1369) : 14મા સૈકાના અરબી વિદ્વાન ટીકાકાર અને અધ્યાપક. તેઓ કેરો (ઇજિપ્ત) પાસેના સુબ્ક નામના સ્થળના રહેવાસી હોવાથી સુબ્કી તરીકે ઓળખાયા. તેમણે કેરો અને સીરિયાના પાટનગર દમાસ્કસમાં અધ્યાપક, કાઝી, મુફતી (ફતવો આપનાર) તથા હાકેમ (રાજ્યપાલ) તરીકે કામગીરી કરી હતી. દમાસ્કસની વિશ્વવિખ્યાત ઉમૈયા…
વધુ વાંચો >સુલતાનપુરી અબ્દુલ્લાહ
સુલતાનપુરી અબ્દુલ્લાહ (અ. 1582) : હિંદમાં મુઘલકાળના શરૂઆતના સમયના પ્રથમ પંક્તિના આલિમ (વિદ્વાન) અને અમીર. તેમનું વતન પંજાબમાં લાહોર પાસેનું સુલતાનપુર ગામ હતું. તેઓ અન્સારી અરબ હતા. તેમણે અરબી ભાષા, ફિકહશાસ્ત્ર અને ઇતિહાસ તથા બીજાં ઇસ્લામી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમની કૃતિઓમાં (1) ‘અસ્મતુ અંબિયા’ અને (2) ‘શરહે શમાઇલુન્નબી’…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હજ
હજ : ઇસ્લામ ધર્મના નિયમ મુજબ કરાતી યાત્રા. ઇસ્લામ ધર્મમાં મુસલમાનો માટે પાંચ કાર્યો ફરજિયાત કર્યાં છે : (1) અલ્લાહ એક છે અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસૂલ છે તેની સાક્ષી આપવી, (2) દિવસમાં પાંચ વખત નમાઝ પઢવી, (3) રમજાન મહિનાના રોજા (અપવાસ) કરવા, (4) પોતાની સંપત્તિમાંથી જકાતરૂપી દાન આપવું, (5)…
વધુ વાંચો >હદીસ
હદીસ : પયગંબર સાહેબનાં વાણી અને વર્તનની પરંપરાનો હવાલો આપતા ગ્રંથો. અરબી ભાષામાં હદીસ શબ્દનો અર્થ સમાચાર, બનાવ, વર્ણન કે વાત થાય છે. અકસ્માત માટેનો શબ્દ હાદિસા પણ હદીસ ઉપરથી બન્યો છે. પરંતુ ઇસ્લામ ધર્મ તથા મુસ્લિમ કોમમાં હદીસ શબ્દ પયગંબર સાહેબ (સ.અ.વ.) અથવા તેમના સહાબીઓની વાણી કે વર્તન માટે…
વધુ વાંચો >