મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી
મીર મુહમ્મદ મોમિન અસ્તરાબાદી (જ. 1543 અને 1552 વચ્ચે, અસ્તરાબાદ, ઈરાન; અ. 1625) : દક્ષિણ ભારતના એક વખતના ગોલકોંડા રાજ્યના મંત્રી, શિયા પંથના ધર્મગુરુ, લેખક, પ્રચારક, કવિ અને ભારત-ઈરાન વચ્ચે રાજકીય તથા સાંસ્કૃતિક જોડાણના પ્રણેતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પોતાના મામા ફખ્રુદીન સમાકી પાસેથી મેળવ્યું હતું, જે શિયા વિચારસરણીના નિપુણ વિદ્વાન…
વધુ વાંચો >મીર સોઝ
મીર સોઝ (જ. ?; અ. 1799) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ મુહમ્મદ મીર. તેમનું ઉપનામ પહેલાં ‘મીર’ અને પાછળથી બદલાઈને ‘સોઝ’ પડ્યું હતું. તેઓ દિલ્હીના રહેવાસી હતા. તેમના પિતા સૈયદ ઝિયાઉદ્દીન બુખારી એક સૂફીવાદી ધર્મપુરુષ અને વટવા(અમદાવાદ)ના પ્રખ્યાત બુઝુર્ગ હજરત કુત્બે આલમ(રહ.) (અ. 1453)ના વંશના હતા. મીર સોઝ એક…
વધુ વાંચો >મીર હસન
મીર હસન (જ. 1736, દિલ્હી; અ. 1786, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘હસન’ તેમનું ઉપનામ. આખું નામ મીર ગુલામ હસન. તેઓ મસ્નવી કાવ્ય ‘સેહરૂલ બયાન’ માટે જાણીતા છે. તેમના વડવા મીર ઇમામી મસવી, હિરાત(અફઘાનિસ્તાન)થી શાહજહાં બાદશાહના રાજ્યકાળમાં દિલ્હી આવ્યા હતા. મીર હસનના પિતા મીર ગુલામ હુસેન ઝાહિક પણ ઉર્દૂમાં કવિતા રચતા…
વધુ વાંચો >મીરાજી, સનાઉલ્લાહ
મીરાજી, સનાઉલ્લાહ (વીસમા શતકનો પૂર્વાર્ધ) : ઉર્દૂના વિવાદાસ્પદ કવિ તથા લેખક. તેમની રચનાઓમાં હિન્દુ દેવમાલા અને હિન્દી ભાષાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. તેઓ બાળપણમાં ગુજરાતમાં રહ્યા હતા અને ગુજરાતના ડુંગરો તથા ગ્રામીણ સંસ્કૃતિથી પણ પ્રભાવિત થયા હતા. તેમનું નામ મુહમ્મદ સનાઉલ્લાહ હતું. તેઓ કાશ્મીરના દાર (ધાર) કુટુંબના હતા. પંજાબ…
વધુ વાંચો >મુખ્લિસ, આનંદરામ
મુખ્લિસ, આનંદરામ (જ. 1700, સોધરા, જિ. સિયાલકોટ; અ. 1751) : ફારસી ભાષાના વિદ્વાન, લેખક અને કવિ. તેઓ છેલ્લા મુઘલ રાજવીઓના અમીર-ઉમરાવોના દરબારોમાં રાજકીય વગ પણ ધરાવતા હતા. આનંદરામ પંજાબી કાયસ્થ હતા. તેમના દાદા ગજપતરાય અને પિતા રાજા હૃદયરામ ફારસી ભાષાના જાણકાર હતા. આનંદરામ ભરયુવાનીમાં દિલ્હીમાં મુઘલ વજીર એતિમાદ-ઉદ્-દૌલાના વકીલ બન્યા…
વધુ વાંચો >મુતનબ્બી
મુતનબ્બી (જ. 915, કૂફા, ઇરાક; અ. 23 સપ્ટેમ્બર 965) : અરબી ભાષાના સર્વોત્તમ કવિ. તેમને તેમના જીવન દરમિયાન ધર્મવિરોધી વલણોને લઈને વખોડવામાં આવ્યા હતા. તેમની કવિતા છેલ્લાં 1,000 વર્ષથી વખણાતી રહી છે. તેમની ઉપર નબી (ઈશ્વરના દૂત અથવા પયગંબર) હોવાનો જુઠ્ઠો દાવો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો; આમ છતાં તેમની…
વધુ વાંચો >મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ
મુનશી, અમીર અહમદ અમીર મીનાઈ (જ. 1826; અ. 13 ઑક્ટોબર 1900, હૈદરાબાદ) : ઉર્દૂ કવિતાની લખનૌ-વિચારધારાના પ્રખ્યાત કવિ. તેઓ તેમની નઅતિયા શાયરી માટે જાણીતા છે. તેમાં પયગંબર મુહમ્મદસાહેબ(સ.અ.વ.)ની પ્રશંસા અને તેમના જીવન-પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યાં છે. તેઓ લખનૌના એક પ્રતિષ્ઠિત ખાનદાનના નબીરા અને શરૂઆતમાં નવાબ વાજિદઅલી શાહના દરબારી હતા. 1857ના…
વધુ વાંચો >મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ
મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…
વધુ વાંચો >મુનાદી, સૈયદ અઝીમુદ્દીન
મુનાદી, સૈયદ અઝીમુદ્દીન (જ. 1890; અ. 1972) : ગુજરાતના પ્રખ્યાત પત્રકાર, કેળવણીકાર અને લેખક. તેઓ એક પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા હતા. તેમણે ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકના સ્થાપક, તંત્રી, લેખક અને સંચાલક તરીકે સમાજની સેવા બજાવી હતી. તેમણે ગુજરાતી ભાષાની પોતાની આગવી શૈલી વિકસાવી હતી અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ પત્રકારત્વનાં ઊંચાં મૂલ્યો…
વધુ વાંચો >મુફતી, સદરુદ્દીન આઝુર્દા
મુફતી, સદરુદ્દીન આઝુર્દા (જ. 1789; અ. 16 જુલાઈ 1868) : ઉત્તર ભારતના ઓગણીસમી સદીના પ્રખર વિદ્વાન અને ન્યાયાધીશ. તેમણે દિલ્હીની મોગલ સલ્તનતના છેલ્લા દિવસોમાં મુફતી તરીકે અને અંગ્રેજી શાસનના શરૂઆતના દિવસોમાં સદ્ર-ઉસ-સુદૂર (મુખ્ય ન્યાયાધીશ) તરીકે પ્રશંસનીય સેવા બજાવી હતી. વળી તેઓ એક ઉત્તમ શિક્ષક પણ હતા. તેમના શિષ્યોમાં કેટલાયે મુસ્લિમ…
વધુ વાંચો >