મુગટલાલ પોપટલાલ બાવીસી

કુરુ-પાંચાલો

કુરુ-પાંચાલો : પ્રાચીન ભારતની શક્તિશાળી ચંદ્રવંશી જાતિઓ. તે એકબીજાની મિત્ર અને મદદગાર હતી. વૈદિક સમયમાં કુરુ વંશ અને ભરત વંશના લોકો એક બનીને કુરુ તરીકે ઓળખાયા, જ્યારે તુર્વસુ અને ક્રિવી વંશના લોકો સંયુક્ત બનીને પાંચાલો તરીકે ઓળખાયા. એ પછી કુરુ અને પાંચાલ એક બનીને કુરુ-પાંચાલો તરીકે ઓળખાયા. બ્રાહ્મણો રચાયાં તે…

વધુ વાંચો >

કુંડગ્રામ

કુંડગ્રામ : બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલ વૈશાલીનગરનું ઉપનગર. વૈશાલીની સ્થાપના વિશાલ નામના રાજાએ કરી હોવાનું મનાય છે. વૈશાલીના ત્રણ વિભાગ કે ઉપનગર હતાં. એ ત્રણેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકો રહેતા હતા. કુંડગ્રામમાં ક્ષત્રિયો રહેતા તેથી તે ‘ક્ષત્રિયકુંડ’ તરીકે ઓળખાતું. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર વર્ધમાન અથવા મહાવીરસ્વામીનો જન્મ આ સ્થળે…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >

કૅન્યૂટ

કૅન્યૂટ (જ. 990, ડેનમાર્ક; અ. 12 નવેમ્બર 1035, શેફટ્સબરી, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડ તથા ડેનમાર્કના રાજવી. 1014માં તેમના પિતા સ્વેન પહેલાનું મૃત્યુ થતાં તે ડેનમાર્ક અને ઇંગ્લૅન્ડના રાજવી બન્યા. કાયદા પળાવવામાં સખ્તાઈને કારણે તેમને ઇંગ્લૅન્ડ છોડીને ડેનમાર્ક નાસી જવું પડ્યું હતું. 1015માં ફરીથી ઇંગ્લૅન્ડ જીતીને ન્યાયથી ઉદારતાપૂર્વક રાજ્ય કર્યું તેથી તે…

વધુ વાંચો >

કેલિક્રટીઝ

કેલિક્રટીઝ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સનો ઈ. પૂ. પાંચમી સદીનો સ્થપતિ. એણે ઇક્ટાઇનસ નામના સ્થપતિ સાથે ગ્રીસનું સૌથી મોટું અને પ્રસિદ્ધ પાર્થિનૉનનું દેવળ બાંધ્યું હતું. એ દેવળનું બાંધકામ ઈ. પૂ. 447માં શરૂ થઈ ઈ. પૂ. 438માં પૂરું થયું હતું. એ પછી એણે ઍથેન્સની એક્રૉપોલિસ નામની ટેકરી ઉપર સ્વતંત્રપણે દેવી અથીના નાઇકીનું…

વધુ વાંચો >

કૅસિયસ

કૅસિયસ (જ. ઈ. પૂ. 85; અ. ઈ. પૂ. 42) : રોમન યોદ્ધો અને સીરિયાનો સેનાપતિ. કૅસિયસ કુટુંબ પ્રાચીન રોમનું એક પ્રસિદ્ધ કુટુંબ હતું. તે કુટુંબનો ગેયસ કૅસિયસ લાજાઇનસ સૌથી વધારે નોંધપાત્ર નેતા હતો. એણે રોમના સેનાપતિ જુલિયસ સીઝરના ખૂનનું કાવતરું ઘડવામાં અને તેને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એણે ઈ.…

વધુ વાંચો >

કૉટન – હેન્રી (સર)

કૉટન, હેન્રી (સર) (જ. 13 સપ્ટેમ્બર 1845, કુંભાકોણમ્; અ. 22 ઑક્ટોબર 1915) : ભારતપ્રેમી બ્રિટિશ અમલદાર. બ્રિટિશ હોવા છતાં એમના પૂર્વજોને ત્રણ પેઢીથી હિંદુસ્તાન સાથે સંબંધ હતો. તેઓ 1867માં બંગાળ સરકારની નોકરીમાં દાખલ થયા. વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી 1896માં આસામના મુખ્ય કમિશનર બન્યા. એ પદ ઉપરથી 1902માં નિવૃત્ત…

વધુ વાંચો >

ક્લૉડિયસ, આલ્બર્ટ

ક્લૉડિયસ, આલ્બર્ટ (જ. 1 ઑગસ્ટ ઈ. પૂ. 10, લિયોન્સ, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર ઈ. સ. 41-54) : પ્રાચીન રોમના સમ્રાટ. તેમનું આખું નામ ટાઇબેરિયસ ક્લૉડિયસ ડ્રુસસ નીરો જર્મેનિક્સ હતું. તેમણે રોમન સામ્રાજ્યને ઉત્તર આફ્રિકા અને બ્રિટન સુધી વિસ્તાર્યું. સમ્રાટ બન્યા તે પૂર્વે તેઓ ઇતિહાસકાર હતા. તેમણે એટ્રુસ્કનોના ઇતિહાસ વિશે 20…

વધુ વાંચો >

ક્વિન્ટસ એન્નિયસ

ક્વિન્ટસ એન્નિયસ (જ. ઈ. પૂ. 239, રુડિયા, ઇટાલી; અ. ઈ. પૂ. 169) : પ્રાચીન રોમન સામ્રાજ્યનો કવિ. તેને લૅટિન પદ્યનો પિતા ગણવામાં આવે છે. તેના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી. તે રોમના સૈન્યમાં સૈનિક હતો, મોટા કેટો(Cato the Elder)નો મિત્ર હતો અને તેના નિમંત્રણથી તે રોમ આવ્યો હતો. રોમ…

વધુ વાંચો >

ખ્વાજા દાના સાહેબ

ખ્વાજા દાના સાહેબ (જ. -; અ. 1607, સૂરત) : સોળમી સદીના સૂરતના મુસ્લિમ વિદ્વાન, સંત અને શિક્ષક. તેઓ એમના કેટલાક શિષ્યો સાથે બુખારાથી અજમેર થઈને આશરે ઈ. સ. 1549(હી. સં. 956)માં સૂરત આવ્યા અને ત્યાં જ વસ્યા. તેઓ ગરીબ, અપંગ, નિરાધાર અને હાજી લોકોની સેવા કરતા. પોતે પણ હાજી હતા.…

વધુ વાંચો >