મુગટલાલ પોપટલાલ બાવીસી

વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)

વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…

વધુ વાંચો >

વૉટર્લૂ

વૉટર્લૂ : નેપોલિયનને 1815માં આખરી પરાજય મળ્યો તે લડાઈનું મેદાન. ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ એના જીવનની છેલ્લી લડાઈ વૉટર્લૂના મેદાન પર તા. 18મી જૂન 1815ના રોજ લડ્યો હતો. આ લડાઈમાં એને ભયંકર પરાજય મળ્યો અને યુરોપ પર રાજ્ય કરવાની તેની મહેચ્છા કાયમ માટે નાશ પામી. આજે પણ જ્યારે કોઈને મોટી નિષ્ફળતા…

વધુ વાંચો >

શિમૂક

શિમૂક : દક્ષિણ હિંદની આંધ્ર જાતિના સાતવાહન રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજવી. કણ્વ વંશના છેલ્લા રાજવી સુશર્મનને હરાવીને શિમૂકે દક્ષિણ હિંદમાં પોતાના સાતવાહન કુળના રાજવંશની સ્થાપના ઈ. પૂ. 30માં કરી હતી. અભિલેખોમાં એનો ઉલ્લેખ ‘શિમૂક’ તરીકે, જ્યારે પુરાણોમાં એનો ઉલ્લેખ ‘શિશૂક’ ‘શિપ્રક’ અને ‘સિન્ધુક’ તરીકે થયેલો છે. નાનાઘાટ, નાસિક, સાંચી…

વધુ વાંચો >

શિલાહાર રાજ્યો

શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર  વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી…

વધુ વાંચો >

શેખ, કબીરુદ્દીન

શેખ, કબીરુદ્દીન (ઈ. સ.ની 15મી સદી) : ગુજરાતના ઇસ્માઇલી નિઝારીઓ એટલે કે ખોજાઓના ‘સતપંથ’ સંપ્રદાયના એક પીર. ગુજરાતમાં ઈસુની 12મી સદીમાં નૂર સતગરે પાટનગર પાટણથી ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો હતો. એમનું મૂળ નામ નૂરુદ્દીન અથવા નૂરશાહ હતું અને ‘નૂર સતગર’ એમણે ધારણ કરેલું ઉપનામ હતું. એમણે એમના પંથમાં કેટલાંક હિંદુ…

વધુ વાંચો >

શેખ, વજીહુદ્દીન અહમદ અલવી

શેખ, વજીહુદ્દીન અહમદ અલવી (જ. ઈ. સ. 1504, ચાંપાનેર, ગુજરાત; અ. 1589, અમદાવાદ) : ગુજરાતના મુઘલ કાલ(1573-1758)ના સૂફી સંત અને અરબી-ફારસીના વિદ્વાન. ગુજરાતમાં મુઘલ હકૂમત દરમિયાન કેટલાક મુસ્લિમ સૂફી સંતો અને અરબી-ફારસીના વિદ્વાનો થઈ ગયા. તેઓમાં અમદાવાદના શેખ વજીહુદ્દીન અહમદ અલવી આગલી હરોળમાં હતા. તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હતા.…

વધુ વાંચો >

શેખ, સલાહુદ્દીન

શેખ, સલાહુદ્દીન (પંદરમી સદી) : ગુજરાતના સુલતાન અહમદશાહના સમયના અમીર. એ હિંદુ હતા અને એમનું મૂળ નામ તુકાજી હતું. તે નાના હતા ત્યારે એક વખત અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબને મળવા ગયા હતા. એ વખતે ગંજબક્ષ સાહેબે એમને ‘બાબા તાલીબ’ (શોધક) તરીકે સંબોધીને એમના હાથમાં…

વધુ વાંચો >

શોણિતપુર

શોણિતપુર : આસામ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 37´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.ની આજુબાજુનો 5,324  ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરે અરુણાચલ પ્રદેશ, પૂર્વે લખીમપુર અને જોરહટ જિલ્લા, દક્ષિણે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા તથા…

વધુ વાંચો >

સપ્તવાર્ષિક યુદ્ધ (૧૭૫૬-૧૭૬૩)

સપ્તવાર્ષિક યુદ્ધ (1756-1763) : યુરોપના મુખ્ય તથા શક્તિશાળી દેશો વચ્ચે સાત વર્ષ લડાયેલું યુદ્ધ. તે 7 વર્ષ સુધી ચાલ્યું એટલે ઇતિહાસમાં સપ્તવાર્ષિક યુદ્ધ તરીકે પ્રસિદ્ધ બન્યું. પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિકે ઑસ્ટ્રિયા પાસેથી સાઇલેશિયા પ્રાંત પડાવી લીધો. ઑસ્ટ્રિયાની રાણી મેરિયા થૅરેસા એ પ્રાંત ફ્રેડરિક પાસેથી પાછો મેળવવા ઇચ્છતી હતી. તેથી તેણે…

વધુ વાંચો >

સારગોન (મહાન)

સારગોન (મહાન) (ઈ. પૂ. 2334-2278) : વિશ્વનું સૌપ્રથમ મોટું સામ્રાજ્ય સ્થાપનાર રાજા. એણે આશરે 56 વર્ષ રાજ્ય કરીને મેસોપોટેમિયા (અત્યારનું ઇરાક) અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. એ સામ્રાજ્યમાં મેસોપોટેમિયા, સીરિયા, એનેટોલિયા અને એલમ(પશ્ચિમ ઈરાન)નો સમાવેશ થતો હતો. સારગોન એક શક્તિશાળી લશ્કરી નેતા અને વહીવટકર્તા હતો. કાયમી લશ્કર રાખનાર…

વધુ વાંચો >