મુગટલાલ પોપટલાલ બાવીસી

બૉમ્બે એસોસિયેશન

બૉમ્બે એસોસિયેશન (1852) : રાજકીય હકોની માગણી માટે સ્થપાયેલી ભારતીય સંસ્થા. કૉલકાતામાં 1851માં સ્થપાયેલ ‘બ્રિટિશ ઇંડિયન એસોસિયેશન’ની શાખા રૂપે 1852માં મુંબઈમાં ‘બૉમ્બે એસોસિયેશન’ અને ચેન્નઈમાં ‘મદ્રાસ નેટિવ એસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. તે માટે મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં 26મી ઑગસ્ટ 1852ના રોજ જગન્નાથ શંકરશેટના પ્રમુખપદે સભા મળી હતી. આ સંસ્થાનો હેતુ મુંબઈ…

વધુ વાંચો >

બોલિવિયા

બોલિવિયા : દક્ષિણ અમેરિકાની મધ્યમાં ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 40´થી 22° 40´ દ. અ. અને 57° 30´થી 69° 40´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 10,98,581 ચોકિમી. જેટલો છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,448 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે.…

વધુ વાંચો >

બોલીવાર, સાયમન

બોલીવાર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કેરેકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાન્ટા માર્તા, કોલમ્બિયા) : દક્ષિણ અમેરિકાનો મહાન સેનાપતિ અને મુક્તિદાતા. સ્પેન સામેના એના વિજયોને કારણે દક્ષિણ અમેરિકામાં આવેલાં બોલિવિયા, કોલમ્બિયા, ઈક્વેડોર, પેરુ અને વેનેઝુએલા સ્વતંત્ર બન્યાં. તેથી તેને મુક્તિદાતા કહેવામાં આવે છે. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એને…

વધુ વાંચો >

બ્રેમન

બ્રેમન : વાયવ્ય જર્મનીમાં આવેલું બ્રેમન રાજ્યનું પાટનગર, ઉત્તર યુરોપનું જાણીતું ઔદ્યોગિક અને વ્યાપારી મથક તથા ઉત્તર જર્મની વિસ્તારનું મહત્વનું નદીબંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 08´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. પર ઉત્તર સમુદ્ર કિનારાથી દક્ષિણે આશરે 70 કિમી. અંતરે વેઝર નદીને બંને કાંઠે વસેલું છે. 404…

વધુ વાંચો >

ભારતમાં અંગ્રેજી રાજ

ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…

વધુ વાંચો >

ભાર્ગવ, ગોપીચંદ

ભાર્ગવ, ગોપીચંદ (જ. 1889, સિરસા, જિ. હિસાર, પંજાબ; અ. 26 ડિસેમ્બર 1966) : સ્વાતંત્ર્યસેનાની કૉંગ્રેસી નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન. ગોપીચંદ ભાર્ગવના પિતા પંડિત બદ્રીપ્રસાદ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ અને સરકારી કર્મચારી હતા. ગોપીચંદે મૅટ્રિકની પરીક્ષા 1905માં હિસારમાં, ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1907માં અને એમ.બી.બી.એસ.ની પરીક્ષા 1912માં લાહોરમાં પસાર કરી હતી. 1913માં…

વધુ વાંચો >

ભાર્ગવ, ઠાકુરદાસ

ભાર્ગવ, ઠાકુરદાસ (જ. 1886, રેવાડી, હરિયાણા; અ. 1962) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રવાદી નેતા અને બંધારણ સભાના સભ્ય. તેમનો જન્મ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ બદ્રીપ્રસાદ અને માતાનું નામ રામપ્યારી હતું. એમના પિતાની હિસારમાં નિમણૂક થતાં તેઓ હિસારની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ લાહોરની દયાનંદ અગ્લો-વેદિક કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

મજુમદાર, અંબિકાચરણ

મજુમદાર, અંબિકાચરણ (જ. 1850, સાંડિયા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 1922) : હિંદી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ નેતા. એમના પિતા રાધામાધવ મજુમદાર જમીનદાર હતા. 1869માં તેઓ પ્રવેશ(entrance)ની પરીક્ષા પસાર કરીને વધુ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને એમણે 1875માં એમ.એ.ની અને 1878માં કાયદાની બી.એલ.ની ડિગ્રી મેળવી. એમનાં માતા સુભદ્રાદેવીએ…

વધુ વાંચો >

મરાઠા શાસનતંત્ર

મરાઠા શાસનતંત્ર : મરાઠા છત્રપતિઓ અને પેશ્વાઓનું વહીવટી તંત્ર. મરાઠી સામ્રાજ્યના સર્જક છત્રપતિ શિવાજી એક મહાન સેનાપતિ અને વિજેતા હોવા ઉપરાંત કુશળ વ્યવસ્થાપક અને વહીવટકર્તા હતા. અનેક યુદ્ધોમાં વિજય મેળવી એમણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એ ઉપરાંત સામ્રાજ્યને અનુરૂપ કાર્યક્ષમ શાસનવ્યવસ્થા કરી હતી. એમણે કરેલી શાસનવ્યવસ્થા થોડા ફેરફારો સાથે પેશ્વાઓના…

વધુ વાંચો >

મલિક કાલુ

મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો…

વધુ વાંચો >