મહેશ મ. ત્રિવેદી

એકોન્કાગુઆ

એકોન્કાગુઆ : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે વિસ્તરેલી ઍન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર. તે સમુદ્રની સપાટીથી આશરે 6,960 મીટરની ઊંચાઈ ધરાવે છે. ચિલીની પૂર્વે આર્જેન્ટીના દેશની સરહદે આવેલું, પશ્ચિમ ગોળાર્ધનું આ સર્વોચ્ચ શિખર એક મૃત જ્વાળામુખી છે. ફિટ્ઝજિરાલ્ડ નામના પર્વતારોહકની આગેવાની હેઠળ ઈ. સ. 1897માં આ સર્વોચ્ચ શિખરનું સફળ આરોહણ થયું હતું.…

વધુ વાંચો >

એગમૉન્ટ પર્વત

એગમૉન્ટ પર્વત : ‘દક્ષિણનું ગ્રેટબ્રિટન’ અને ‘ભૂસ્તરશાસ્ત્રીઓનું સ્વર્ગ’ મનાતા ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુઓમાં આવેલા અનેક સક્રિય અને શાંત જ્વાળામુખી પર્વતો પૈકીનો એક. હોકની ખાડીના કિનારે 39o દ. અક્ષાંશ ઉપર તે આવેલો છે. તેની ઊંચાઈ 2,542 મીટર છે. લાવા, રાખ, ગંધક અને બીજાં ખનિજતત્વો ધરાવતા આ જ્વાળામુખી નજીક ગરમ પાણીના, ‘ગીઝર’ તરીકે…

વધુ વાંચો >

ઍટલાન્ટા

ઍટલાન્ટા : યુ.એસ.ના અગ્નિખૂણામાં આવેલા જ્યૉર્જિયા રાજ્યનું પાટનગર તેમજ દક્ષિણમાં સૌથી મોટું ઔદ્યોગિક શહેર. ભૌ. સ્થાન : 33o 44′ ઉ. અ. અને 84o 23′ પ. રે. 1833માં આ નગરની સ્થાપના બાદ તેના પૂર્વના મેદાનમાંના ભૌગોલિક સ્થાનને કારણે 1900 પછી આ શહેરનો સતત વિકાસ થતો રહ્યો છે. મેટ્રોપૉલિટન ઍટલાન્ટાની વસ્તી 60,20,864…

વધુ વાંચો >

ઍટલાસ પર્વતમાળા

ઍટલાસ પર્વતમાળા : આફ્રિકા ખંડના ઉત્તર અને વાયવ્ય ખૂણામાં આવેલી પર્વતમાળા. ભૌ. સ્થાન 33o ઉ. અ. અને 2o પ. રે.ની આસપાસ છે. ભૂમધ્ય સમુદ્રને સમાંતર પથરાયેલી આ પર્વતમાળા મોરૉક્કો, અલ્જીરિયા અને ટ્યૂનિશિયામાંથી પસાર થાય છે. તેની બે સમાંતર હાર આવેલી છે. તેનું સૌથી ઊંચું શિખર ટોબકલ છે, જે સમુદ્રની સપાટીથી…

વધુ વાંચો >

એડનનો અખાત

એડનનો અખાત (Gulf of Aden) : અરબી સમુદ્ર અને રાતા સમુદ્રને સાંકળતું ઊંડા જળનું થાળું. તે અરબ દ્વીપકલ્પ અને ઈશાન આફ્રિકાના ઈશાન ભાગ સોમાલિયાને જુદાં પાડે છે. ભૌગોલિક સ્થાન : તે 12o 00¢ ઉ. અ. અને 48o 00¢ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…

વધુ વાંચો >

એડીરોન્ડેક

એડીરોન્ડેક : ઉત્તર અમેરિકાના ઈશાન ખૂણે આવેલા ન્યૂયૉર્ક રાજ્યમાંની પર્વતમાળા. લૉરેશિયન ઉચ્ચપ્રદેશનો આ ભાગ પ્રાચીન સમયમાં આંતરિક સ્તરભંગક્રિયાને કારણે બનેલો છે. સમુદ્રની સપાટીથી લગભગ 1,524 મીટરની ઊંચાઈ ધરાવતો આ પ્રદેશ પ્રાકૃતિક સૌંદર્ય અને જંગલવિસ્તારની રમણીયતાવાળો છે. તેથી તે સહેલાણીઓનું આકર્ષણકેન્દ્ર છે. તેનાં બરફાચ્છાદિત શિખરો તેમજ મોહવાક અને સેન્ટ લોરેન્સ નદીથી…

વધુ વાંચો >

ઍનેરૉઇડ બૅરોમિટર

ઍનેરૉઇડ બૅરોમિટર (aneroid barometer) : હવાનું દબાણ માપવા માટેનું નિષ્પ્રવાહી વાયુભારમાપક. બૅરોમિટરના મુખ્ય પ્રકારોમાં ફૉર્ટિનનું પારાનું બૅરોમિટર અને નિષ્પ્રવાહી બૅરોમિટરનો સમાવેશ થાય છે. આ બૅરોમિટરમાં પારો કે બીજું કોઈ પ્રવાહી વપરાતું ન હોવાથી તે વજનમાં હલકું અને પ્રવાસમાં સાથે ફેરવવામાં સુગમ રહે છે. આ સાધનમાં ધાતુના પાતળા પતરાની બંધ નળાકાર…

વધુ વાંચો >

ઍન્જલ (ધોધ)

ઍન્જલ (ધોધ) : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશમાં ઓરિનોકો નદી પરનો વિશ્વનો સૌથી ઊંચો જળધોધ. વેનેઝુએલાના અગ્નિ ખૂણામાં ‘લાનોસ’ના મેદાની વિસ્તારમાં આવેલો આ જળધોધ સમુદ્રની સપાટીથી લગભગ 979 મીટરની ઊંચાઈ પર આવેલો છે, તેથી ત્યાં પહોંચવું અઘરું છે. સતત પડતા આ જળધોધને નિહાળવા વિદેશી સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. ઍન્જલ…

વધુ વાંચો >

એન્ટાનાનારિવો

એન્ટાનાનારિવો (તાનાનારિવ) : માડાગાસ્કર ટાપુનું પાટનગર. આફ્રિકા ખંડની પૂર્વ દિશામાં માડાગાસ્કર ટાપુ આવેલો છે. ભૌગોલિક સ્થાન : 18o 55′ દ. અ. અને 47o 31′ પૂ. રે.. વસ્તી : આશરે 12.08 લાખ (2018). આફ્રિકા ખંડ અને આ ટાપુની વચ્ચે મોઝાંબિકની ખાડી આવેલી છે. હિન્દ મહાસાગરનો આ સૌથી મોટો ટાપુ છે. માડાગાસ્કરની…

વધુ વાંચો >

ઍલેક્ઝાંડ્રિયા

ઍલેક્ઝાંડ્રિયા (Alexandria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલું ઇજિપ્તનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક શહેર. અરબી નામ અલ્-ઇસ્કન-દરિયાહ. તે 31° 12’ ઉ. અ. અને 29° 54’ પૂ. રે.ની આજુબાજુનો 314 ચોકિમી.નો શહેરી વિસ્તાર તથા 2,679 ચોકિમી. બૃહદ શહેરી વિસ્તાર આવરી લે છે. કેરોથી વાયવ્યમાં 208 કિમી. અંતરે આવેલું આ શહેર નાઈલ નદીના મુખત્રિકોણના…

વધુ વાંચો >